Pages

Saturday, January 4, 2014

જોક્સ-જંકશન

ચસકો...
રામ અને રાવણ યુધ્ધ લડતા હતા. અચાનક રાવણ અટકી ગયો.
રાવણ : ચલ બાય...
રામ : કેમ, ડરી ગયો ?
રાવણ : ના, ફેસબુક પર અપ-ડેટ મારવી છે.

નરક
ભગવાન : (નર્કમાં જોઈને) અહીં તો બધા જલસા કરે છે ! એમને ત્રાસ કેમ નથી થતો ?
યમરાજ : ભગવાન, એ બધા હોસ્ટેલવાળા છે. મારા બેટા ગમે ત્યાં સેટ થઈ જાય છે !

ધીરજ શીખો
બે ઘટનાઓ જોવાથી ખરેખર ધીરજના પાઠ શીખવા મળે છે. (૧) ગલ લટકાવીને માછલી પકડનારને જોવો (૨) સ્ત્રીને ગાડી પાર્ક કરતી જોવી.

નયા જમાના
ભિખારી : માજી, ખાવા માટે રોટલી આપોને.
માજી : હમણાં તૈયાર નથી. પછી આવજે.
ભિખારી : ઠીક છે, થઈ જાય એટલે મને મોબાઈલ પર મિસ-કોલ મારજો.
(ભિખારી રોક્સ...)
માજી : અરે મિસ કોલ શું કામ ? રોટલી બની જાય એટલે ફેસબુક પર અપ-લોડ કરી દઈશ !
(હવે માજી રોક્સ...)

આઈપીએલ સવાલ
સવાલ : એક ઓવરમાં કેટલા બોલ ફેંકવામાં આવે છે ?
જવાબ : છ બોલ નહિ, એક જ બોલ છ વાર ફેંકવામાં આવે છે.

મેઈડ ઈન ચાઈના
જો તમારો ફોન મેઈડ ઈન ચાઈના હોય તો...
- ૩ મીનીટમાં ફૂલ ચાર્જીંગ થઈ જાય છે.
- એટલા જ સમયમાં બેટરી ડાઉન પણ થઈ જાય છે.
- રીંગટોન કાન ફાટી નાંખે એવા અવાજે વાગે છે પણ સામેવાળાનો અવાજ જરાય સંભળાતો નથી.
- એના નામમાં સ્પેલિંગ મિસ્ટેકો હોય છે. જેમ કે Nokla, Blackderry, i-porn, Samsvng વગેરે.
- ઉપરથી વિમાન પસાર થાય તો 'ટાવર' છુટી જાય છે.
- બાજુમાંથી ટ્રક પસાર થાય તો 'મિસ-કોલ' બતાડે છે.
- કોઈ ચીનો નજીક આવે તો લખાયેલું આવે છે 'વન બ્લુ-ટુથ ડિવાઈસ ફાઉન્ડ'.

સ્લોગન
'વફાદાર પતિઓને મર્યા પછી સ્વર્ગ મળે છે. બેવફા પતિઓને જીવતેજીવ સ્વર્ગ પ્રાપ્ત થાય છે...' થાઈલેન્ડ ટુરિઝમ.

ટયૂબલાઈટ
એવી કઈ ચીજ છે જે ખાધા પછી જ માણસને ખબર પડે છે કે ખાધી ?
...થપ્પડ !

ડબલ સવારી
એક કીડીને એક હાથીએ લિફ્ટ આપી.
આગળ જતાં ચાર રસ્તા પર પોલીસ ઊભો હતો. કીડીએ હાથીને કહ્યું, ''પોલીસ ડબલ સવારીમાં પકડશે એના કરતાં હું ઉતરી જાઉં છું. તું આગળ જઈને ઊભો રહેજે, હું આવું છું...''

ઈંગ્લીશ વિંગ્લીશ
એક આરબ કપલ લંડનમાં હનીમૂન કરવા ગયું. હોટલમાં ઉંદર જોઈને પત્નીએ ચીસ પાડી ''ફાર... ફાર...'' (અરબી ભાષામાં 'ઉંદર')
આરબ પતિને 'ઉંદર'નું ઈંગ્લીશ નહોતું આવડતું. એણે રૃમ સર્વિસમાં ફોન લગાડીને કીધું ''યુ સી ટોમ એન્ડ જેરી ?''
રૃમ સર્વિસ : યસ, યસ.
આરબ : વલ્લા રબ્બી ! જેરી ઈઝ ઈન માય રૃમ !

નફો
શેરબજારમાં ધંધો કરતા પતિએ એની જાડી ગોળમટોળ પત્નીને કહ્યું ''તું મારું એક જ એવું ઈન્વેસ્ટમેન્ટ છે જે દોઢ વરસમાં ડબ્બલ થઈ ગયું છે.''
ટાઈમ પ્લીઝ
આરબ શેખ મારવાડીને ઃ ''વલ્લા, હમ કો તુમારા બેટી ભોત પસંદ આયા. ઉસ કા શાદી હમ સે કરો તો હમ ઉસ કા વજન જીતના સોના દેગા...''
મારવાડી : મ્હને થોડો ટાઈમ ચાહિયે.
આરબ : વલ્લા, સોચને કે વાસ્તે ?
મારવાડી : નહીં, વજન બઢાને કે વાસ્તે !

સહી જવાબ
એક દિવસ મેં મારા હાર્ટને પૂછ્યું, ''પ્રેમ એટલે શું ?''
હાર્ટે કહ્યું ''જો બકા, આપડુ કામ બોડીમાં બ્લડ સપ્લાય કરવાનું છે. સિલેબસ બહારનું નહિં પૂછવાનું.''

હિંમત
પત્ની : (પતિને) તમારી હિંમત કેવી રીતે થઈ પડોશણની જોડે ફિલમ જોવા જવાની ?
પતિ : ડિયર, તને તો ખબર છે આજકાલ બૈરી-છોકરાં સાથે જોવાય એવી ફિલ્મો જ ક્યાં આવે છે ?

SMS BUMPER
Manmohan Singh to Smart lady : "You are so CUTE..."
Lady : "And you are so MUTE !"