
ચસકો...
રામ અને રાવણ યુધ્ધ લડતા હતા. અચાનક રાવણ અટકી ગયો.
રાવણ : ચલ બાય...
રામ : કેમ, ડરી ગયો ?
રાવણ : ના, ફેસબુક પર અપ-ડેટ મારવી છે.
નરક
ભગવાન : (નર્કમાં જોઈને) અહીં તો બધા જલસા કરે છે ! એમને ત્રાસ કેમ નથી થતો ?
યમરાજ : ભગવાન, એ બધા હોસ્ટેલવાળા છે. મારા બેટા ગમે ત્યાં સેટ થઈ જાય છે !
ધીરજ શીખો
બે ઘટનાઓ જોવાથી ખરેખર ધીરજના પાઠ શીખવા મળે છે. (૧) ગલ લટકાવીને માછલી પકડનારને જોવો (૨) સ્ત્રીને ગાડી પાર્ક કરતી જોવી.
નયા જમાના
ભિખારી : માજી, ખાવા માટે રોટલી આપોને.
માજી : હમણાં તૈયાર નથી. પછી આવજે.
ભિખારી : ઠીક છે, થઈ જાય એટલે મને મોબાઈલ પર મિસ-કોલ...