આજે પ્રવર્તમાન નૈતિકતાના અભાવનું કારણ છે, ખામીભરેલી શિક્ષણ વ્યવસ્થા. આ શિક્ષણપ્રથાથી, વ્યક્તિ ધન-સમૃદ્ધિ, પદની પ્રાપ્તી કરી શકે છે, પરંતુ તેના જીવનમાં નૈતિકતાનો અભાવ જોવા મળે છે. તેથી તે સ્વાર્થી, લોભી અને સંવેદનશીલ બની જાય છે.
શિક્ષણનો સાચો અર્થ અપનિષદ બતાવે છે. કઠોપનિષદની આ ૠચા આપણને ઘણું ઘણું કહી જાય છે. ૠષિ કહે છે
‘‘હૂઁ વિદ્યે વેદિતવ્યે ઈતિ હસ્મ બ્રહ્મવિદો વદન્તિ પરા ચૈવાપરાચ. તમાપરા ૠગ્વેદો યજુર્વેદઃ સામવેદોઽર્થવેદઃ શિક્ષા કલ્પં વ્યાકરણં નિહક્તં છન્દો જ્યોતિષમિતિ અથ પરા યયા તદક્ષરોઽધિગમ્યતે’’’
બ્રહ્મવિદ્ (જ્ઞાનીઓ) બે વિદ્યા ભણવાનું કહે છે અપરા અને પરા. ચાર વેદ, છ વેદાંગ (શિક્ષા વગેરે) એ અપરા વિદ્યા છે અને પરા એટલે જેના દ્વારા અક્ષર- અવિનાશી આત્માની ઓળખાણ થઇ શકે છે.
આજના સંદર્ભમાં, ઉપાર્જન માટે જરૂરી એવી એન્જનીયરીંગ, મેડીકલ, કોમર્સ વગેરે અપરા વિદ્યા કહેવાય.
તેમાં નિષ્ણાત મનુષ્ય પોતાનો જીવન નિર્વાહ કરી શકે છે અને પોતાના આત્માને જાણવાની વિદ્યા એ પરા. જેના દ્વારા અન્ય પણ આપણા જેવા જ છે.
તેમના પ્રત્યે યોગ્ય બહાર રાખવો જોઇએ. પરા વિદ્યાનો જાણકાર આત્મવત્ સર્વભૂતેષુ- બધામાં મારા જેવો જ આત્મા છે- એ તથ્ય સમજી જશે.
પછી તે પોતાના લાભ માટે અન્યની હંિસા નહીં કરે, બીજાને છેતરશે નહીં કેમકે અન્યને નુકસાન કરવું એ પોતાને નુકસાન કરવા જેવું છે.
આવી વિદ્યા જાણનાર અન્ય જોડે મૈત્રી, કરુણા, મુદિતા, અને ઉપેક્ષા રાખશે. પોતાના કરતાં વધારે ગુણવાન સાથે મુદિતા, પોતાના જેવા સમાન સાથે મૈત્રી દુઃખી કે અજ્ઞાની પ્રત્યે કરુણા કે દયા અને દુશ્મનની ઉપેક્ષા કરશે. તેનામાં ઈર્ષ્યા નહીં હોય, માન-અપમાન, સુખદુઃખમાં સમાન હશે.
અપરા વિદ્યા પર આવું પરા વિદ્યાનું નિયંત્રણ નહીં હોય તો ભણેલો માણસ રાક્ષસ બનશે- સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવનિત રાક્ષસ અને પોતાને માટે જ જીવનારો આ જ છે. અઘ્યત્મ વિદ્યા, આમાં કોઇ ધર્મ સંપ્રદાય આવે ખરો!
આજે પરા વિદ્યાના અભાવે નૈતિકતાનો હ્રાસ થયો છે. આજના મોટા મોટા કૌભાંડો કરનારાઓ શિક્ષિત છે. પણ પરા વિદ્યાના અભાવે રાક્ષસો બની ગયા છે.
૧૯૬૪-૬૬માં કોઠારી કમિશને પોતાની ભલામણોમાં ર્રનૈજૌબ ીગેબર્ચૌહ ની વાત કરી હતી. સર્વાંગીણ શિક્ષણની વાત કરી હતી. શારીરિક શિક્ષમ, બૌદ્ધિક શિક્ષણ, ભાવાત્મક શિક્ષણ અને આઘ્યાત્મિક શિક્ષણ.
દુર્ભાગ્યે આપણી શિક્ષણ નીતિ શિક્ષણ વિદોને બદલે સ્વાર્થી રાજકારણીઓ ઘડે છે. તેમણે માત્ર બૌઘ્ધિક શિક્ષણ પર જ ભાર મૂક્યો.
બાકીના શિક્ષણની અવગણના કરી પરિણામે આપણે નિષ્ણાતો તો પેદા કર્યા પણ માણસો પેદા થયા નહીં. જગતના બધા જ પ્રાણીઓ, મનુષ્ય, પશુ, પક્ષી, જળચર વનસ્પતિ દરેક પ્રત્યે સંવેદનશીલતા ગુમાવી દીધી છે. સંવેદનશીલતા એટલે જ આત્મ જ્ઞાન, એટલે જ તો શિક્ષિત લોકો બીજાને છેતરી શકે છે, કૌભાંડો કરી શકે છે. હત્યા કરી શકે છે.
આજના ભ્રષ્ટાચાર (ભ્રષ્ટ- આમરણનું) મૂળ આ સંવેદનશીલતાનો અભાવ છે. ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો ગમે તેવા કાયદાથી નહીં થાય. કાયદાઓ કાગળ પર જ રહી જશે. ઉપાય છે સંવેદનશીલતા જગાડવાનો. આપણે સમગ્ર ઘ્યાન આ બાબત પર આપવું પડશે.
આને માટે આપણા અભ્યાસક્રમોમાં ગીતા, ઉપનિષદને દાખલ કરવા પડશે તેના જેવું બીનસાંપ્રદાયિક શાસ્ત્ર બીજું છે જ નહીં.
આજની તાતી સમસ્યા ગરીબી હટાવવાની કે જીડીપી ગ્રોથ વધારવાની નથી તે છે આ સંવેદનશીલતા પાછી લાવવાની. અને તે કામ માત્ર શિક્ષણવિદો (શિક્ષણનું વ્યાપારી કરનાર શિક્ષણવિદો નહીં)ને જ સોંપવું પડે. તેનું સંચાલન નીતિ ઘડતર જૂના સમયના ૠષિકુળો પ્રમાણે કરવું પડે.
જ્યાં દુષ્યંત જેવો રાજા પણ કહે ‘‘વિનીતવેશેન પ્રવેષ્ટવ્યામિ તપોવનાનિ નામ’’ તોવનમાં વિનીતવેશમાં જ પ્રવેશ થઇ શકે. વિદ્યાધામોમાં ગુરુની જ શ્રેષ્ઠતા હોય. ત્યાં આવનાર નમ્રતાથી આવે.
જો આપણે દેશની કાયાપલટ કરવી હશે તો આ રીતે જ થઇ શકે. વિદ્યા માટે કેવા સૂત્રો છે તે જુઓ
સા વિદ્યા યા વિમુક્તયે
(વિદ્યા તે જે મુક્તિ અપાવે)
ન હિ જ્ઞાનેન સદશં પવિત્ર મિહ વિદ્યતે
(જ્ઞાન જેવું પવિત્ર કોઇ નથી)
જ્ઞાને ભારઃ ક્રિયાં વિના
જ્ઞાનને આચરણમાં ન મૂકાયનો ભારરૂપ છે.
સત્યમેવ જયતે (સત્યનો જય હો)
પ્રજાને અને શાસકોએ ફરીથી આ ઉપનિષદોના અઘ્યયન તરફ વળવાની પરમાત્મા સદ્બુદ્ધિ આપે.
0 comments:
Post a Comment