ગુરૂ દ્વારા પહેરાવવામાં આવતી ‘કંઠી’માં પ્રભુનો આવિર્ભાવ થાય જ !
શરીરના પોષણ માટે અન્નની જરૂર છે તેમ આત્માના પોષણ માટે ધર્મ-કર્મ અને શ્રદ્ધાની જરૂર છે. ભારતમાં દેવતાઓના અનેક સ્વરૂપો છે. માન્યતા મુજબ બત્રીસ કરોડ દેવતાઓ છે.
બધાના જુદા જુદા ચાહકો ભક્તો છે. પ્રત્યેક દેવને પોતાનું વાહન અને અમુક વસ્તુઓ વહાલી છે.
ગણપતિને ઉંદર વહાલો છે. ગરૂડ વિષ્ણુને વહાલુ છે. ભગવાન શ્રી કૃષ્ણને મોરપંિછ વહાલું છે. શ્રીજીબાવાને વૈષ્ણવ ભક્તો વહાલા છે. એટલે તો....
આવો વૈષ્ણવો ! કહી ‘હસ્ત’ને ઉચો રાખે છે. શ્રીજી બાવાને તિલક કરેલો વૈષ્ણવ ખુબ ગમે છે.
પ્રભુને ઠાકોરજીને ભક્ત વહાલો છે તેમાંય તિલક અને કંઠી પહેરીને હવેલીમાં આવે તો પ્રભુ રાજી રાજી થાય છે. પ્રભુને કંઠી પહેરેલો વૈષ્ણવ તીલક ખુબ જ ગમે. તીલક એ વૈષ્ણવી અને વૈષ્ણવતાનું પ્રતિક છે.
માળા એ પુષ્ટિમાર્ગમાં સેવાનું પ્રતિક અને એક ભક્તિનું અંગ માનવામાં આવે છે. માળા સમજપૂર્વક કરવામાં આવે તો મોક્ષની સીડી બની શકે છે.
જેમ માળા ના ૧૦૮ મણકા પ્રભુના દ્વારા ખોલી દે તેમ ‘કંઠી’ એ સાક્ષાત્ પ્રભુનું સ્વરૂપ છે.
મહામુલો દેહ મળ્યો છે તેને અલંકારથી ભલે શણગારીએ પણ ‘કંઠી’ તો ગળામાં જરૂર અંગીકાર કરીએ. જન્મ જન્માંતર ના દેહને પ્રભુની પ્રિય એવી કંઠી થી શણગારીએ એ દેહની શોભા છે.
આ દેહ ઠાકોરજીનો છે. ભગવદ્ અર્પિત છે તેના પ્રતિક રૂપે કંઠી પહેરીએ. ઠાકોરજીની બીજી મૂર્તિ એટલે જ કંઠી.
સવારના નિત્ય જાગતાં કોઈ છબી ઠાકોરજીની ન મળે અને કંઠી ના દર્શન કરી લઈએ તો ઠાકોરજીનાં દર્શન કર્યાં ગણાય. કંઠી ભગવદ્ ભક્તિ શરણનું પ્રતિક છે.
કંઠી એ અલંકાર નથી તુલસી પ્રભુને પ્રિય છે. તેમને તુલસી પત્ર વિના ચાલે નહિ.
સત્યનારાયણના પ્રસાદમાં તુલસીપત્ર ન હોય તો પ્રસાદ અઘુરાં બને. તુલસીપત્ર દેહ ઉપર ન મૂકાય એટલે આપણને તુલસીજીની કંઠી ગળામાં આપી ભગવાને દેહને પવિત્રતા આપી છે. દેહને શણગાર્યો છે. તુલસીની કંઠી ભક્તિનું પ્રતિક છે. ભગવત દેહનું પ્રતિક છે.
પ્રભુ ! આપની યાદ તાજી રહે કંઠી થકી ન કંઈ ખરાબ કૃત્ય થાય કંઠી થકી. કંઠી પહેરેલો માણસ ખરાબ કામ કરતાં અચકાશે.
વારંવાર ગળામાં ખુંચતી કંઈક ઠાકોરજીનું સ્મરણ કરાવશે. તુલસીની કંઠી ગુરૂ બ્રહ્મસંબંધ દીક્ષા આપે ત્યારે પહેરાવે છે.
ઠાકોરજીની સાક્ષીએ તે બ્રહ્મસંબંધ આપી બોલે છે મેં ઠાકોરજી સાથે હવે તારો સંબંધ બાંઘ્યો છે તું ઠાકોરજીનો થયો હવે તું વૈષ્ણવ બનજે. સેવા કરજે.
તુલસીની કંઠીનું જતન કરવું એ વૈષ્ણવનું કર્તવ્ય છે. વૈષ્ણવોને ઠાકોરજીએ જેટલી જ કંઠી વહાલી છે.
કંઠી એ પ્રભુના ચરણારવંિદની ભક્તિ કરાવે છે. ગોકુલનાથજીએ તો માલા તિલકના રક્ષણહાર તરીકે મોગલ સામ્રાજ્યમાં કામ કર્યું છે. તુલસીની કંઠી પહેર્યા વિના જે સેવા કરે તેની સેવા પ્રભુ માન્ય રાખતા નથી. તુલસી ભગવદીય છે.
દ્વારકામાં દ્વારકાધિશ પ્રભુને કરોડોના હાર શૃંગારરૂપે પહેરાવવામાં આવે છે પણ આ બધા રત્ન જડિત હાર ઉપર તુલસીજીની કંઠી રાખવામાં આવે છે.
તુલસીજીના વિવાહ પ્રભુ સાથે આથી જ થાય છે.
તુલસીદળ વિના પ્રભુ છપ્પનભોગ આરોગતા નથી. ‘ગુરૂ’ આગળ તુલસીની કંઠી પહેર્યા વિના જવાથી આશીર્વાદ સફળ ન પણ થાય.
કંઠી પહેરી કોઈ ઓફીસમાં જઈએ તો આ ભગવદીય છે તે જુઠું કાર્ય કરે નહીં તેવું માનવી કાર્ય થઈ જાય. ‘કંઠી’ના પ્રત્યેક ધર્મનો અલગ અલગ નિયમો અને રંગ હોય છે.
તેના અનેક પ્રકાર ભલે હોય પણ ધર્મનું શરણ આ કંઠી આપે જ છે.
કંઠીમાં આવતી બે શેર યુગલ સ્વરૂપોને શરણે જવાનો નિર્દેષ કરે છે. તુલસીની કંઠી એ આયુર્વેદની દ્રષ્ટિએ આઘ્યાત્મિક ગુણોવાળી વનસ્પતિ ગણવામાં આવે છે.
કંઠી કહે છે કે ‘હું પ્રભુના શરણાગતિ’નું પ્રતિક છું.
ગુરૂ જ્યારે દીક્ષા આપે ત્યારે જુના પાપો દોષ થાય ‘મંત્ર’ બોલે ત્યારે કંઠીમાં ઠાકોરજીનો વાસ થઈ જાય. એટલે જ કંઠીમાં ઠાકોરજી નિત્ય બિરાજે છે. તેને સામાન્ય માળા ન સમજવી. કંઠીમાં દિક્ષા દ્વારા પ્રભુનો આવીર્ભાવ થાય.
0 comments:
Post a Comment