Pages

Monday, February 18, 2013

''હાસ્યરૃપમ્...'' ઉપર પ્રતિબંધ નથી

સન્તા કોણ ?
નીચેની જોક વાંચો અને કહી આપો કે આમાંથી સન્તા કોણ છે...
ગ્રાહક ઃ એક કોલગેટ દેના.
દુકાનદાર ઃ કૌન સા વાલા ?
ગ્રાહક ઃ પેપ્સોડન્ટ કોલગેટ

સાચી સલાહ
એક ૮૫ વરસના ડોસાએ મેડિકલ સ્ટોરમાંથી 'વાયેગ્રા' ખરીદી. પછી પૂછ્યું, 'આને શેની જોડે લેવાની ?'
કેમિસ્ટે સાચી સલાહ આપી ઃ ''ગંગાજળ જોડે લેજો, શી ખબર, એટલી બધી ખુશી સહન થાય કે ન થાય...''


નામ મેં ક્યા હૈ...
ફોરેનથી અમદાવાદમાં આવેલો એક ટુરિસ્ટ અહીં સ્કૂટર ચલાવવા જતાં રોન્ગ સાઇડમાં ઘૂસી ગયો.
હવાલદાર ઃ ''ચાલો બોસ, નામ લખાવો... નેમ પ્લીસ...'' (રસીદબુક કાઢે છે)
ફોરેનર ઃ વિલ્હામ વૉર્નો કોર્ગિન્સ્કી શ્વેરપાર્દોસ્કી પોવ્લોવ દમાસ્કી.
હવાલદાર (રસીદબુક પાછી મૂકતા) ઃ અં... નેક્શ્ટ ટાઇમ પ્રોપરલી ડ્રાઇવ હોં... ? નાવ યુ ગો...


સફળતાની ચાવી
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. જો સફળતા વધારવી હોય તો સ્ત્રીઓ વધારો.


કારણ....
છોકરો (છોકરીને) ઃ કમાલ છે ! તું છોકરી થઈને દારૃ પીવે છે ?
છોકરી ઃ તો શું કરું ? ખાલી ચાર પેગ પીવા માટે જાતિ પરિવર્તન કરાવવાનું ?


બદનામી
લોકો રાજકારણીઓને સાવ ખોટી રીતે બદનામ કરે છે. હકીકતમાં તો...
માત્ર ૯૯ ટકા રાજકારણીઓને લીધે જ બીજા બધા બદનામ થઈ ગયા છે.


સુવિચાર
જીવનમાં હંમેશા યાદ રાખજો કે...
...
એક પેન ખોવાય તો નવી લાવી શકાય છે, પરંતુ જો પેનનું ઢાંકણું ખોવાય તો તે બજારમાંથી નવું લાવી શકાતું નથી...
માટે જ....
જીવનમાં હંમેશા અંગુઠાથી દબાવાય એવી 'ટકટકીયા' પેન જ વાપરવી. સમજી ગયા ને...


જગ્યાઓ...
કીડી 'દર'માં...
ઉધઈ 'લાકડા'માં
મધમાખી 'મધપૂડા'માં
અને 'ભમરો'
...
તમારી બારીમાં !
તમે ય શું યાર...


જ્ઞાાનીઓનો સંવાદ
એક દારૃડિયો લથડિયા ખાતો મંદિરના પૂજારીને અથડાયો. એ પછી એમના વચ્ચે થયેલ 'જ્ઞાાન' સંવાદ સાંભળો...
'પૂજારીજી, સબ સે બડા કોન હૈ ?'
'મંદિર બડા.'
'મંદિર બડા તો ધરતી પે ક્યું ખડા ?'
'અચ્છા, ધરતી બડી.'
'ધરતી બડી તો શેષનાગ પે ક્યું ખડી ?'
'તો શેષનાગ બડા.'
'તો ફિર વો શિવજી કી જટા મેં ક્યું પડા ?'
'અચ્છા શિવજી બડે.'
'તો ફિર વો પર્વત પે ક્યું ખડે ?'
'અચ્છા, પર્વત બડા'
'પર્વત બડા ? તો વો હનુમાનજી કી ઉંગલી પે ક્યું પડા ?'
'અરે મેરે બાપ હનુમાનજી બડે.'
'પંડિતજી, હનુમાન બડે તો રામ કે ચરણોમેં ક્યું પડે ?'
'તો ફિર રામ બડે.'
'ચલો રામ બડે તો વો સીતાજી કો છૂડાને ક્યું રાવણ કે પીછે પડે ?'
'અચ્છા, તુ હી બતા ! બડા કોન ?'
'બડા વો... જો પૂરી બોતલ લગાકર ભી અપને પૈરો પે ખડા ! હે હે હે હે...'


રજાની રીત
બોર્ડર પર સળંગ બે વરસથી ફરજ બજાવતા એક ફૌજી જવાને કંટાળીને એની સાસુજીને પાર્સલમાં હેન્ડગ્રેનેડ મોકલ્યો. જોડે ચિઠ્ઠી લખી ઃ
''સાસુજી, તમે આની કડી ખેંચશો તો જ મને સાત દિવસની રજા મળી શકશે !''


ગ્રેજ્યુએશન સ્પીચ
માસ્ટર ડિગ્રીના પદવીદાન સમારંભમાં એન્જિનિયરિંગના સ્ટુડન્ટે કેવી સ્પીચ આપવી જોઈએ ?
'સૌથી પહેલા તો મારે 'ગુગલ'નો આભાર માનવાનો છે, ત્યારબાદ 'કોપી પેસ્ટ' અને છેલ્લે 'ઝેરોક્સ' મશીનનો ખૂબ ખૂબ આભાર ! થેન્ક્યુ !'


SMS Bumper
Brilliant Answers for obvious Questions.
Q : In which battle did Tipu Sultan die ?
A : His last battle.
Q : How to stop Acid indigestion ?
A : Stop drinking Acid.
Q : What is the main reasion for divorce ?
A : Marriage.
Q : Ganga flow in which state ?
A : Liquid State.
Q : When was Mahatma Gandhi born ?
A : On his birthday.
Q : How will you distribute 8 Oranges between 6 peopel ?
A : By making Orange Juice !!!

જોક્સ-જંકશન

વેલેન્ટાઈન શાયરી
દોસ્ત આયે થે કબર પે
દિયા જલાને કે લિયે
...ગૌર ફરમાઈયે...
દોસ્ત આયે થે કબર પે
દિયા જલાને કે લિયે,
રખ્ખા હુઆ ફૂલ ભી
લે ગયે, કમીને...
વેલેન્ટાઈન ડે મનાને કે લિયે!
* * *
મિશન ઈમ્પોસિબલ
બન્તા ઃ આજ મૈં મિશન ઈમ્પોસિબલ દેખનેવાલા હું.
સન્તા ઃ ડીવીડી પ્લેયર પે?
બન્તા ઃ નહીં. મેરી બીવીને સ્કીન ટાઈટ જીન્સ ખરીદા હૈ ઔર વો રાત કો પહનનેવાલી હૈ!
* * *
એક સાથે
જ્યાં પાણી, મળ અને રૃ એક જ જગાએ હોય તેને શું કહેવાય?
''અફ-જલ-ગુ-રૃ...!''
* * *
રાત્રે જ...
તાજેતરના અભ્યાસોમાં એક વાત બહાર આવી છે કે એક ચીજ હંમેશા રાતના સમયે જ ઊંચી થઈ જાય છે! તો એ શું છે?
- પેટ્રોલ અને ડિઝલની કિંમતો!
* * *
ડોન્ટ વરી
જો 'વેલેન્ટાઈન-ડે'ના દિવસે તમારી કોઈ વેલેન્ટાઈન ના હોય તો ચિંતા કરવાની જરૃર નથી. કારણકે...
'એઈડઝ્-ડે'ના દિવસે જેને એઈડ્ઝ ના હોય એવા લોકો જ ખુશ હોય છે!
* * *
કેલેન્ડર
૭ ફેબુ્રઆરી ઃ રોઝ ડે
૮ ફેબુ્રઆરી ઃ પ્રપોઝ ડે
૯ ફેબુ્રઆરી ઃ ચોકલેટ ડે
૧૦ ફેબુ્રઆરી ઃ ટેડી બેર ડે
૧૧ ફેબુ્રઆરી ઃ પ્રોમિસ ડે
૧૨ ફેબુ્રઆરી ઃ ગીફ્ટ ડે
૧૩ ફેબુ્રઆરી ઃ પિક્ચર ડે
૧૪ ફેબુ્રઆરી ઃ વેલેન્ટાઈન ડે
૧૫ ફેબુ્રઆરી ઃ વર્લ્ડ કડકા ડે!
* * *
રજની ઈફેક્ટ
રજનીકાન્ત જ્યારે સ્કુલ ટીચર હતા ત્યારે એમણે એક બાળકને કીધેલું ઃ ''ચૂપ...!!''
આજે એ બાળક ભારતનો વડાપ્રધાન બની ગયો છે.
* * *
ટૅગ લાઈન
બન્તાએ ફોટો પડાવીને ફેસબુક પર મુક્યો. ફોટામાં એની બાજુમાં ગધેડો દેખાતો હતો. બન્તાએ ફોટા નીચે લખ્યું ''માય સેલ્ફ ઓન રાઈટ સાઈડ.''
* * *
બીએમડબલ્યુ
''અમે બીએમડબલ્યુ લીધી.''
''ક્યારે?!''
''હમણાં, સાંજે પાંચ વાગે!''
''કેટલામાં લીધી?''
''દસ રૃપિયામાં!''
''દસ રૃપિયામાં બીએમડબલ્યુ?''
''હાસ્તો ! બી = બાલાજી, એમ = મસાલા, ડબલ્યુ = વેફર્સ...'
* * *
સહી જવાબ
બન્તા ઃ અગર તેરી શાદી કીસી જુડવા બહેનોં મેં સે એક કે સાથ હો જાય તો તુ કૈસે પહચાનેગા કિ બીવી કૌન હૈ ઔર સાલી કૌન?
સન્તા ઃ મૈં ક્યું પહેચાનું?
* * *
પ્રાર્થના
પ્રિન્સીપાલ ઃ જો સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે તો આપણી ગમે તેવી ઈચ્છા પુરી થાય છે.
સ્ટુડન્ટ ઃ જવા દોને સાહેબ, જો એવું હોત તો તમે મારા સસરા હોત!
* * *
સાનમાં સમજો
એક છોકરો ઘરની બહાર મોટા છરા વડે રમતો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક કાકાએ કહ્યું ''બેટા, આવી ખતરનાક ચીજ વડે તારા જેવા બાળકે રમવું ના જોઈએ.''
છોકરો ઃ ''તમને ખબર છે? મારા દાદા ૧૦૫ વરસ સુધી જીવ્યા હતા.''
કાકા ઃ ''કેવી રીતે?''
છોકરો ઃ ''એ બીજાની વાતમાં માથું નહોતા મારતા એટલે !''
* * *
કઠીન સફર
બન્તા રાતના સાઈકલ લઈને જતો હતો. રસ્તામાં ભસતાં કૂતરા પાછળ પડયાં. ગભરાયેલા બન્તાએ કબ્રસ્તાનના ઝાંપામાં સાઈકલ ઘૂસાડી દીધી. ભગાવતાં ભગાવતાં એ બીજા ઝાંપેથી નીકળી ગયો. પછી પરસેવો લૂછતાં કહે છે ઃ ''બાપરે! ઈતને સારે બમ્પ??''
* * *

ગેલ ગમ્મતનો મહાકુંભ...

અદ્ભૂત અકસ્માત !
બન્તા ટ્રક ડ્રાઈવર હતો. એક વાર એક એક્સિડન્ટમાં એણે ૨૦ જણાને ટ્રક નીચે કચડી નાંખ્યા.
કિોઈએ પૂછ્યું ''બન્તા, યે કૈસે હો ગયા ?''
બન્તા ઃ ''ટ્રક ચલતે ચલતે મુઝે પતા ચલા કે સાલા, બ્રેક ફેલ હો ગયા હૈ !''
''ફિર ?''
''સામને દેખા તો એક તરફ દો આદમી જા રહે થે, ઔર દૂસરી તરફ પૂરી બારાત જા રહી થી !''
''ફિર ?''
''ફિર ક્યા, તુમ હી બતાઓ, મૈં ટ્રક કિસ તરફ મોડતા ?''
''સીધી બાત હૈ, વો દો આદમી કી તરફ.''
''બસ, મૈં ને વોહી કિયા-મગર...''
''મગર ક્યા ?''
''વો દો આદમી ભાગતે હુએ બારાત મેં ઘૂસ ગયે !''

ભિખારીનો સવાલ
અમિતાભ બચ્ચનની કાર એક ટ્રાફીક સિગ્નલ પાસે ઊભી રહી. એક ભિખારી આવીને કહેવા લાગ્યો ઃ
''સર, એક દસ રૃપિયે કા સવાલ હૈ...''
બચ્ચન સાહેબ કહે ''પૂછો ? મેરા જવાબ સહી નિકલા તો મુઝે દસ રૃપિયે મિલ જાયેંગે...''


ચેઈન્જ...
''બુ્રસ-લી'' બડા જબરદસ્ત આદમી થા...મગર ઉસ કી બહન કો બેટા હુઆ તબ સે વો બન ગયા...''મામુ-લી'' !


તૈયારી
મોના ઃ મારા પપ્પા કહે છે કે જો તું એક્ઝામમાં ફેલ થઈશ તો તને પરણાવી દઈશ.
ટીના ઃ તો તેં કેટલી તૈયારી કરી છે ?
મોના ઃ બસ, રીસેપ્શનમાં પહેરવાની સાડી લેવાની બાકી છે !


સન્તા-બન્તા
સન્તા ઃ જો હું કોફી પીઉં તો મને ઉંઘ જ ના આવે.
બન્તા ઃ મારું ઊંધું છે, હું ઊંઘી જઉં તો પછી મારાથી કોફી જ ના પીવાય.


પતિ-પત્ની
ટ્રેનના કંપાર્ટમેન્ટમાં રાત પડી ગઈ હતી. ઠંડી સખત હતી. ઉપરની બર્થ પર એક કાકા સૂતા હતા. નીચેની બર્થ પર એક રૃપાળી સ્ત્રી સુતી હતી.
કાકા ઃ ''મેડમ, પ્લીઝ એક કામ કરશો ? ઠંડી સખત લાગી રહી છે. તમારી નજીક જે ધાબળો પડયો છે એ જરા ઊભા થઈને મને આપશો ? પ્લીઝ, આ તો ઠંડી બહુ છે ને એટલે...''
સ્ત્રી ઃ મને બીજો વિચાર આવે છે. થોડા સમય માટે આપણે પતિ-પત્નીની જેમ ના વર્તી શકીએ ?
કાકા ઃ (ઉત્તેજીત) હા ! હા ! કેમ નહિ ?
સ્ત્રી ઃ (શાંતિથી) તો પછી ઊભા થાવ અને તમારો ધાબળો તમે જાતે જ લઈ લો, ભૈશાબ !


તકલીફ
ભિખારી ઃ સાહેબ, એક બે રોટલી આપોને !
સાહેબ ઃ કેમ અલ્યા, તારા ઘરમાં કોઈ રાંધનારી નથી ?
ભિખારી ઃ વાત ના બદલો સાહેબ, મારે તમારા ઘરની રોટલી જોઈએ છે, છોકરી નહિ.


ઈતિહાસનું પેપર
ઈતિહાસના સર બિમાર પડયા. સાયન્સના સરે ઈતિહાસનું પેપર કાઢ્યું. પહેલો જ સવાલ હતો ઃ
''ઝાંસીની રાણીની આકૃતિ દોરો અને તેના વિવિધ ભાગોનાં નામો લીટીઓ દોરી દર્શાવો.''


નવાં લૉંગ ફોર્મ
એક દારૃનો શોખીન વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં ભણે છે. તેણે ડૉક્ટરોની ટેકનિકલ ભાષામાં દારૃને લગતા શબ્દોનાં લૉંગ ફોર્મ બનાવ્યાં છે !
BAR     =    બાયોલોજીકલ એન્કઝાયટી રીલીફ
WINE    =    વર્ક આઈસોલેટર ન્યુટ્રલાઇઝીંગ એકસ્ટ્રેક્ટ
RUM    =    રેડિયોએક્ટીવ અન-વર્ક મેડિસીન
BEER    =    બોધરસમ એમ્પ્લોયર એલિમિનેટર રી-બૂટ
VODKA    =    વેક્સિનો ઓફીશીયો ડિપ્રેશન કિલીંગ એજન્ટ
(BEWDA = બડીઝ ફોર ઈરેડીકેશન ઓફ વર્ક ડિસીઝ એસોસિયેશન દ્વારા જનહિતમા જારી)


કેરળની એક સ્કૂલમાં
ટીચરઃ વાટ ઇઝ ધ નેમ આફ ગાંધીજી'સ સન ?
સ્ટુડન્ટ ઃ દિનેશન્ !
ટીચર ઃ વાટ સ્ટુપિડ ?
સ્ટુડન્ટ ઃ નાટ સ્ટુપિડ સર ! ફ્રામ ચાઇલ્ડહુડ વિ આર ટોલ્ડ ધેટ ગાંધીજી ઇઝ ધ ફાધર આફ દિ નેશન્ !


ઑપરેશન
એક લાંબા ઓપરેશન બાદ પેશન્ટે આંખ ખોલતાંની સાથે પૂછ્યું ''શું હવે હું સારો થઈ જઈશ, ડૉક્ટર ?''
જવાબ મળ્યો ઃ ''ભઈલા, ડૉક્ટર તો નીચે રહી ગયા...હું ચિત્રગુપ્ત છું !''


બચત કરો
બન્તાએ પોતાની બૈરીને એના એક દોસ્ત સાથે ફરતી જોઈ કે તરત એણે ગોળી મારીને દોસ્તને ખતમ કરી નાંખ્યો.
બન્તાની બૈરી કહે ''જી, અપને ગુસ્સે પે કાબુ કરના સીખો, વરના અપને સારે દોસ્તોં સે હાથ ધો બૈઠોગે.''


યાદ રાખો...
જો કોઈ તમારી સામે જ દરવાજો બંધ કરી દે તો યાદ રાખો....
...સ્ટોપર દરવાજાની બન્ને બાજુએ હોય છે !


SMS BUMPER
When U r worng and u surrender...
u r honest.
When u r in doubt and surreunder...
U r wise....
But when u r right and u surrender....
u r HUSBAND !

સ્માઈલનો પાવર-પ્લે...

નહેરુ સાચા પડયા!
૧૯૪૭માં લાલ કિલ્લા પરથી ભાષણ કરતાં જવાહરલાલ નહેરુ બોલ્યા હતા ''આજ પછી દેશમાં કોઈ નાગા-ભૂખા નહિ રહે...''
જોયું? નહેરુ કેટલા સાચા પડયા? આજે દેશમાં કોઈ 'નાગો' માણસ ભૂખ્યો નથી!
***
નો બકવાસ
પત્ની ઃ ''જ્યારે તમે દેશી પીઓ છો ત્યારે મને પારો કહીને બોલાવો છે. બિયર પીને મને ડાર્લિંગ કહો છો. તો આજે મને ભૂતડી કેમ કહો છો?''
પતિ ઃ ''આજે મેં સ્પ્રાઈટ પીધું છે... સીધી બાત, નો બકવાસ!''
***
આવતી કાલે...
સન ૨૦૨૫નું એક દ્રશ્ય...
ભિખારી ઃ ''ભગવાન કે નામ પે કુછ દે દે...!''
માણસ ઃ ''લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા!''
ભિખારી ઃ ''અબે જા જા, તુઝે ચાહિયે તો મેરી સીએ કી ડીગ્રી લે જા ના?''
***
પતિ જરૃરી છે
દરેક સ્ત્રીને પતિ હોવો જરૃરી છે. કારણ કે બધી વાતમાં સરકાર કે ભગવાનનો વાંક કાઢી શકાય નહિ!
***
જુઠની હદ
જુઠાણાની હદ કોને કહેવાય?
એક ચીની છોકરી અરીસા સામે ઊભી ઊભી ગાય છે ઃ ''તેરે મસ્ત મસ્ત દો નૈન...''
***
મહાન વિભૂતિઓ...
ગેલિલિયો અભ્યાસ કરવા માટે ફાનસનો ઉપયોગ કરતો હતો. ગ્રેહામ બેલ મીણબત્તીના પ્રકાશમાં શોધ કરતા હતા. શેક્સપિયર ગલીના થાંભલાના અજવાળે ભણ્યા.
અને રજનીકાંત?
....અગરબત્તી!
***
કાઠીયાવાડી ફૂડ-હેબિટ
ગુજરાતીઓ, અને ખાસ કરીને કાઠીયાવાડીઓની અનોખી આદતો...
(૧) સૂપ હંમેશાં વન બાય ટુ જ ઓર્ડર કરવાનું. (વધારે આવે)
(૨) શેરડીનો રસ મંગાવતી વખતે બરફ વિનાનો મગાવવો, અને એક ઘૂંટડો પીધા પછી બરફ મંગાવવાનો.
(૩) ભેળ, સેવપુરી, પાણીપુરી એવું બધું ખાધા પછી 'મોં સાફ કરવા' એકસ્ટ્રા કોરી પુરી માગવાની.
(૪) બધી જાતનો આઈસ્ક્રીમ થોડો થોડો ચાખ્યા પછી જે દર વખતે ખાતા હો ઈ એજ આઈસક્રીમનો ઓર્ડર દેવાનો.
(૫) પૈસા ચૂકવતી વખતે મોં બગાડીને કહેવાનું 'આ ફેરી મજા નો આવી હોં?'
*** 
ગુજરાતી લવ
છોકરો ઃ આઈ લવ યુ.
છોકરી ઃ હા, પણ મારા એંગેજ થઈ ગયા છે, ને બીજો એક બોયફ્રેન્ડ બી છે.
છોકરો ઃ કંઈ એડજસ્ટ નંઈ થાય? જો ને...
***
તાલિબાનના લક્ષણ
ખૂંખાર ખતરનાક તાલિબાનોનાં ખાસ લક્ષણો ઃ
(૧) મોંમાં દાંત હોય તેના કરતાં ઘરમાં પત્નીઓ વધારે હોય.
(૨) ૫૦૦૦ ડોલરનું રોકેટ-લોન્ચર લઈ આવે, પણ નવા જુતાં માટે પૈસા ના હોય.
(૩) ચરસ, ગાંજો, અફીણ અને હેરોઈનનો વેપાર કરશે પણ બિયર-વ્હીસ્કી સામે વિરોધ હોય.
(૪) બુલેટપ્રુફ જાકીટ પહેરીને જીંદગી જીવશે અને છેલ્લે પેટ પર બોમ્બ બાંધીને મરી જશે!
***
લોટરી
સન્તા છેલ્લા ચાર વરસથી રોજ સવાર-સાંજ ભગવાનને પ્રાર્થના કરતો હતો ''ભગવાન... મેરી લોટરી લગા દે! ભગવાન... મેરી લોટરી લગા દે!''
આખરે ભગવાન એક દિવસ કંટાળીને પ્રગટ થયા. ''અબે ગધે, પહલે લોટરી કા ટિકીટ તો ખરીદ લે?''
***
ટોઈલેટમાં સૂચના
બન્તા સુલભ શૌચાલયમાં બેઠો હતો. સામેની દિવાલ પર સૂચના હતી ''કૃપયા, પાની કા જ્યાદા ઉપયોગ કરેં.''
બન્તા બેઠો બેઠો સાત ડબલાં પાણી પી ગયો...
***
સોનેરી સલાહ
જબ ભી કોઈ બડા ડીસીશન લેના હો તો...
- પહલે દિલ કી સુનો.
- ફિર દિમાગ કી સુનો.
- એન્ડ મેં વહી કરો, જો બીવી કહતી હૈ!
***
બે નિયમો
એરેન્જ મેરેજનો નિયમ ઃ ''વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ.''
લવ-મેરેજ ઃ ''ખરીદતાં પહેલાં ફ્રી ટ્રાયલ...''
***
શેમ્પુની ઓળખ
સન્તા નહાતી વખતે માથામાં શેમ્પુ નાખ્યા પછી ખભા પર શેમ્પુ ઘસી રહ્યો હતો.
બીવી ઃ એ કી કર રહે હો તુસ્સી?
સન્તા ઃ તૈનું પતા નહીં? એ શેમ્પુ નહીં, હેડ એન્ડ શોલ્ડર્સ હૈ!
***
ક્યા હો રહા હૈ?
ઓબામા મનમોહનસિંહને પૂછે છે ''યે તુમારા ડેશ મેં ગુજરાટ ઔર તામિલનાડુ કે બિચ મેં ઇતના બડા વૉલ ક્યું હાય?''
મનમોહન ઃ ''કુંછ નંઈ જી, વો તો રજનીકાન્ત ઔર નરેશ કનોડીયા ટેનિસ ખેલ રહૈ હૈં જી!''
***

કાશ ! જુની ફિલ્મોમાં 'વેલેન્ટાઇન ડે' આવતા હોત...

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- જુની ફિલ્મનાં ટાઇટલો, ગાયનો અને ડાયલોગ્ઝનું નવું 'વેલેન્ટાઇન રિ-મિક્સ' સ્પેશ્યીલ !!
આજકાલ 'વેલેન્ટાઇન ડે'ના જમાનામાં એટલું સુખ છે કે દિલ દુકાનોમાં વેચાતાં મળે છે ! જે સાઇઝનું જોઈતું હોય, જે ટાઇપનું જોઇતું હોય... (નાનું, મોટું, પોચું, કડક, ફૂગ્ગા જેવું, ઓશિકા જેવું, પર્સ જેવું કે ફૂટબોલ જેવું) એવું ખરીદીને આપી શકાય છે.
પણ જુના જમાનામાં બિચારા દિલીપકુમારો, ભારત ભૂષણો અને પ્રદિપકુમારો માત્ર પાંપણો પટપટાવીને દિવેલ પીધું હોય એવું ડાચું કરીને છાતી પર હાથ રાખીને ધુ્રજતા અવાજે માત્ર એટલું જ બોલી શકતા હતા ઃ 'ભૂલના મત, મૈને તુમ કો અપના દિલ દિયા હૈ..'
રોતલ દેવદાસો સીધાસાદા કાગળમાં ચીતરીને પણ એક 'એક્ચ્યુઅલ' દિલ આપતા નહોતા ! (બધું વર્ચુઅલ, બૉસ !)
ખેર, જો એ જમાનાથી આજના જેવો વેલેન્ટાઇન ડે શરૃ થઇ ગયો હોત, પ્રેમી-પ્રેમિકાઓ ગીફટ શોપમાં જતા હોત, ઇ-મેઇલ કરતા હોત અને ફેસબુક પર મળતા હોત... તો કેટલો ફેર પડી ગયો હોત ?...
* * *
ફિલ્મોનાં દર્દીલાં-પ્યારભર્યાં નામો...
રીવાજ કે મુતાબિક, ફિલ્મોના નામોમાં જ્યાં જ્યાં 'દિલ' 'પ્રેમ' 'ખ્વાબ' 'દુલ્હન', 'શાદી' વગેરે આવતું હોય ત્યાં એકદમ નવી જ વરાયટીનાં નામો ચાલતાં હોત...
- કાર્ડ અપના ઔર ગર્લફ્રેન્ડ પરાઇ ?
- ગીફટ દિયા, દર્દ લિયા !
- ગીફટ-શોપ ઃ એક મંદિર !
- ગીફટ પૂજારી
- વો (ફેસબુક પે) કૌન થી ?
- નીંદ હમારી, મેઇલ તુમ્હારી...
- ગર્લ ફ્રેન્ડ વહી, જો 'ડેટ' પે જાયે
- ચમેલી કી 'સેટિંગ' !
- 'ચેટિંગ' એક રાત કી...
- લવ ઇન 'ટૉક-ટાઇમ'
- તેરે 'વોલ-પેપર' કે સામને
- હમારા સ્ટેટસ આપ કે પાસ હૈ !
- મેરે પાસવર્ડ, મેરે બોયફ્રેન્ડઝ...
આખી વાતમાં જરા વધારે પડતી કોમિક સિચ્યુએશન એ થઇ જાત કે 'તેરે વોલ-પેપર કે સામને' નું મોટું પોસ્ટર કોઇ મૂતરડીની દિવાલ પર લાગી ગયું હોત !
* * *
જુની ફિલ્મોનાં વેલેન્ટાઇન-મિક્સ ગાયનો...
આજે જ્યારે સાંભળવા બેસીએ ત્યારે ઘણીવાર હસવું કે રડવું એ જ ખબર ના પડે એવાં એવાં ગાયનો એ જમાનામાં આવતાં હતાં !... 'દિલ કા ખિલૌના હાયે તૂટ ગયા... કોઇ લૂટેરા આ કે લૂટ ગયા...' ઓ બ્હેન, તમારું એ ગીફટ શોપમાંથી ખરીદેલું પ્લાસ્ટીકનું દિલ સાચવીને ઘરના શો-કેસમાં મુકી રાખ્યું હોત તો આ બબાલ જ ના થાત ને ? હવે કંઇ પંચોતેર રૃપિયાના દિલ માટે પોલીસ સ્ટેશને કંપ્લેન લખાવવા થોડું જવાય છે ?
આજકાલના વેલેન્ટાઇન-લવની મઝા એ છે કે દિલની આપ-લે બહુ સસ્તામાં પતી જાય છે ! એટલું જ નહિ, દિલ હવે ડઝનના ભાવે પણ મળે છે ! તમે કહો તો પેલો દકાનવાળો તમારું દિલ ગીફટ-પેક કરીને તમે આપેલા સરનામે હોમ-ડીલીવરી પણ કરી આવે !
પણ જસ્ટ વિચારો, જુના જમાનામાં બિચારાં માસૂમ પ્રેમી-પ્રેમિકા કપલોને બેદર્દ જમાનો 'બિછડવા' માટે 'મજબૂર' કરતો હોય, કે જૂની સ્ટાઇલના ધોતિયાધારી કે પાયજામા જેવા પેન્ટધારી પ્રેમીઓ પોતાની બે ચોટલાવાળી, ફુગ્ગા બ્લાઉઝ પ્રેમિકાઓ માટે રોમેન્ટિક ગાયનો 'વેલેન્ટાઇન સ્ટાઇલ'માં ગાતાં હોત તો આજે કેવાં કેવાં ગાયનો આપણે 'પુરાની જિન્સ'માં સાંભળતા હોત...!
'કાર્ડ તુમ્હેં ભેજા હૈ મેઇલ મેં,
મેઇલ નહીં, મેરા 'પ્રપોઝ' હૈ !
ડાર્લિંગ મેરી, મુજ કો લિખના
ક્યા મૉમ-ડૅડ કા 'ઑપોઝ' હૈ !'
* * *
જબ પ્રોપોઝ મારા તો ડરના કયા ?
પ્રોપોઝ કિયા, કોઇ ફલર્ટિંગ નહીં કી
છૂપ છૂપ કે કોમેન્ટ કરના કયા ?
* * *
મુઝે તુમ સે રિપ્લાય ન ચાહિયે
મુઝે મેરે સ્ટેટસ પે છોડ દો.
* * *
યાહૂ... ! યાહૂ.. !
ચાહે કોઇ મુઝે 'ગુગલ' કરે
કરને દો જી કરતા રહે
હમ ગીફટ કે
ડિસ્કાઉન્ટોં મેં ફંસે હૈં
હમ ક્યા કરેં ?
* * *
કહ દો કોઇ ના કરે
યહાં.. 'ચૅટ' !!
ઇસ મેં જેન્યુઇન હેં કમ
બેશુમાર હૈ 'ફેઇક' !!
કહ દો કોઇ ના કરે
યહાં.. 'ચેટ'...
* * *
મેરા સુંદર સેટિંગ તૂટ ગયા...
મેરી 'ડેટ' કી તારીખ છૂટ ગઈ,
મેરા સ્ટેટસ અપ-ડેટ ભી
રૃઠ ગયા... મેરા સુંદર સેટિંગ...
* * *
મુઝે મેઇલ ન તેરી આઈ
કિસી સે અબ કયા કહેના ?
* * *
ગીફટ ઐસા કિસીને મેરા તોડા...
રીપ્લેસમેન્ટ કા ચાન્સ ભી છોડા !
એક ભલે 'ઓફર' કો
'ઓપન-ટુ-ઓલ' બનાકર છોડા !!
* * *
... અને યાદગાર વેલેન્ટાઇન ડાયલૉગ્ઝ !
'કિતને ઇ-મેઇલ થે ?' ગબ્બર ડોબા જેવો હોય, એને પોતાનું મેઇલ-બોક્સ પણ ખોલતાં ના આવડતું હોય, છતાં સાલો, પોતાના ફોલ્ડરો પર દાદાગિરી કરતો હોય ! ('ફોલ્ડરો' કોમ્પ્યુટરમાં બી હોય એવો તો ડોબા ગબ્બરને આઇડિયા પણ કયાંથી હોય ? અને હા, 'આઇડિયા'માં હવે થ્રી-જી ચાલુ થઇ ગયું એ પણ એને ના ખબર હોય ને ! માફ કરો ગબ્બરને.)
એની વે, ગબ્બર 'કિતને મેઇલ થે ?' એમ પૂછીને શું તોડી લેવાનો હતો ? કારણ કે ધન્નો અને વીરૃ તો રામગઢની ગીફટ શોપમાં એકબીજા માટે વેલેન્ટાઇન કાર્ડઝ પસંદ કરવા ગયાં હોય અને ધન્નોની મૌસી એકચ્યુલી 'પીસી' ઉપર (પર્સનલ કોમ્પ્યુટર ઉપર) 'પીસીંગ' કરતી હોય..
'ગાંવવાલો ! યે તો કમાલ હો ગયા !' વીરુએ ફેસબુક પર સ્ટેટસ માર્યું હોત, 'મુઝે બસંતી ભી લાઇક કરતી હૈ ઔર મૌસી ભી લાઇક કરતી હૈ ! ચલો, 'સૂ-સાઇટ' કેન્સલ.... સૉરી, યે ગુગલ-સર્ચ કા 'વેબ-સાઇટ' કેન્સલ !!'