Pages

Monday, February 18, 2013

સ્માઈલનો પાવર-પ્લે...

નહેરુ સાચા પડયા!
૧૯૪૭માં લાલ કિલ્લા પરથી ભાષણ કરતાં જવાહરલાલ નહેરુ બોલ્યા હતા ''આજ પછી દેશમાં કોઈ નાગા-ભૂખા નહિ રહે...''
જોયું? નહેરુ કેટલા સાચા પડયા? આજે દેશમાં કોઈ 'નાગો' માણસ ભૂખ્યો નથી!
***
નો બકવાસ
પત્ની ઃ ''જ્યારે તમે દેશી પીઓ છો ત્યારે મને પારો કહીને બોલાવો છે. બિયર પીને મને ડાર્લિંગ કહો છો. તો આજે મને ભૂતડી કેમ કહો છો?''
પતિ ઃ ''આજે મેં સ્પ્રાઈટ પીધું છે... સીધી બાત, નો બકવાસ!''
***
આવતી કાલે...
સન ૨૦૨૫નું એક દ્રશ્ય...
ભિખારી ઃ ''ભગવાન કે નામ પે કુછ દે દે...!''
માણસ ઃ ''લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા!''
ભિખારી ઃ ''અબે જા જા, તુઝે ચાહિયે તો મેરી સીએ કી ડીગ્રી લે જા ના?''
***
પતિ જરૃરી છે
દરેક સ્ત્રીને પતિ હોવો જરૃરી છે. કારણ કે બધી વાતમાં સરકાર કે ભગવાનનો વાંક કાઢી શકાય નહિ!
***
જુઠની હદ
જુઠાણાની હદ કોને કહેવાય?
એક ચીની છોકરી અરીસા સામે ઊભી ઊભી ગાય છે ઃ ''તેરે મસ્ત મસ્ત દો નૈન...''
***
મહાન વિભૂતિઓ...
ગેલિલિયો અભ્યાસ કરવા માટે ફાનસનો ઉપયોગ કરતો હતો. ગ્રેહામ બેલ મીણબત્તીના પ્રકાશમાં શોધ કરતા હતા. શેક્સપિયર ગલીના થાંભલાના અજવાળે ભણ્યા.
અને રજનીકાંત?
....અગરબત્તી!
***
કાઠીયાવાડી ફૂડ-હેબિટ
ગુજરાતીઓ, અને ખાસ કરીને કાઠીયાવાડીઓની અનોખી આદતો...
(૧) સૂપ હંમેશાં વન બાય ટુ જ ઓર્ડર કરવાનું. (વધારે આવે)
(૨) શેરડીનો રસ મંગાવતી વખતે બરફ વિનાનો મગાવવો, અને એક ઘૂંટડો પીધા પછી બરફ મંગાવવાનો.
(૩) ભેળ, સેવપુરી, પાણીપુરી એવું બધું ખાધા પછી 'મોં સાફ કરવા' એકસ્ટ્રા કોરી પુરી માગવાની.
(૪) બધી જાતનો આઈસ્ક્રીમ થોડો થોડો ચાખ્યા પછી જે દર વખતે ખાતા હો ઈ એજ આઈસક્રીમનો ઓર્ડર દેવાનો.
(૫) પૈસા ચૂકવતી વખતે મોં બગાડીને કહેવાનું 'આ ફેરી મજા નો આવી હોં?'
*** 
ગુજરાતી લવ
છોકરો ઃ આઈ લવ યુ.
છોકરી ઃ હા, પણ મારા એંગેજ થઈ ગયા છે, ને બીજો એક બોયફ્રેન્ડ બી છે.
છોકરો ઃ કંઈ એડજસ્ટ નંઈ થાય? જો ને...
***
તાલિબાનના લક્ષણ
ખૂંખાર ખતરનાક તાલિબાનોનાં ખાસ લક્ષણો ઃ
(૧) મોંમાં દાંત હોય તેના કરતાં ઘરમાં પત્નીઓ વધારે હોય.
(૨) ૫૦૦૦ ડોલરનું રોકેટ-લોન્ચર લઈ આવે, પણ નવા જુતાં માટે પૈસા ના હોય.
(૩) ચરસ, ગાંજો, અફીણ અને હેરોઈનનો વેપાર કરશે પણ બિયર-વ્હીસ્કી સામે વિરોધ હોય.
(૪) બુલેટપ્રુફ જાકીટ પહેરીને જીંદગી જીવશે અને છેલ્લે પેટ પર બોમ્બ બાંધીને મરી જશે!
***
લોટરી
સન્તા છેલ્લા ચાર વરસથી રોજ સવાર-સાંજ ભગવાનને પ્રાર્થના કરતો હતો ''ભગવાન... મેરી લોટરી લગા દે! ભગવાન... મેરી લોટરી લગા દે!''
આખરે ભગવાન એક દિવસ કંટાળીને પ્રગટ થયા. ''અબે ગધે, પહલે લોટરી કા ટિકીટ તો ખરીદ લે?''
***
ટોઈલેટમાં સૂચના
બન્તા સુલભ શૌચાલયમાં બેઠો હતો. સામેની દિવાલ પર સૂચના હતી ''કૃપયા, પાની કા જ્યાદા ઉપયોગ કરેં.''
બન્તા બેઠો બેઠો સાત ડબલાં પાણી પી ગયો...
***
સોનેરી સલાહ
જબ ભી કોઈ બડા ડીસીશન લેના હો તો...
- પહલે દિલ કી સુનો.
- ફિર દિમાગ કી સુનો.
- એન્ડ મેં વહી કરો, જો બીવી કહતી હૈ!
***
બે નિયમો
એરેન્જ મેરેજનો નિયમ ઃ ''વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ.''
લવ-મેરેજ ઃ ''ખરીદતાં પહેલાં ફ્રી ટ્રાયલ...''
***
શેમ્પુની ઓળખ
સન્તા નહાતી વખતે માથામાં શેમ્પુ નાખ્યા પછી ખભા પર શેમ્પુ ઘસી રહ્યો હતો.
બીવી ઃ એ કી કર રહે હો તુસ્સી?
સન્તા ઃ તૈનું પતા નહીં? એ શેમ્પુ નહીં, હેડ એન્ડ શોલ્ડર્સ હૈ!
***
ક્યા હો રહા હૈ?
ઓબામા મનમોહનસિંહને પૂછે છે ''યે તુમારા ડેશ મેં ગુજરાટ ઔર તામિલનાડુ કે બિચ મેં ઇતના બડા વૉલ ક્યું હાય?''
મનમોહન ઃ ''કુંછ નંઈ જી, વો તો રજનીકાન્ત ઔર નરેશ કનોડીયા ટેનિસ ખેલ રહૈ હૈં જી!''
***

0 comments: