Pages

Monday, December 10, 2012

જોક્સ જંકશન

વિશ્વાસમાતથી જીતેલી જોક્સ!
ઈમ્પોસીબલ ઈચ્છા...
યમરાજા એક ગુજરાતી કાકા પાસે આવીને કહેવા લાગ્યા ''કાકા, તમારો ટાઈમ પુરો થવાની તૈયારીમાં છે. કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલી દો.''
કાકાએ બે મિનીટ વિચાર કરીને કહ્યું ''યમરાજા... મરતાં પહેલાં મારે સચિન તેંડુલકરની 'રિટાયરમેન્ટ' પાર્ટીમાં સલમાન ખાનની 'પત્ની' સાથે મનમોહનસિંહને 'વાતો કરતાં' જોવા છે!''
યમરાજા હજી કન્ફ્યુઝ્ડ છે...
* * *
પોઝિટીવ એટીટયૂડ
પોઝિટીવ મિજાજ કોને કહેવાય?
તમે અડધી રાતે દારૃ પીને લથડીયાં ખાતાં ઘેરે આવો અને બારણામાં તમારું સ્વાગત કરવા હાથમાં ઝાડુ લઈને તમારી પત્ની ઊભી હોય એ જોઈને તમે કહો ઃ
''ક્યા બાત હૈ ડાર્લિંગ, અભી તક કામ કર રહી હો?''
* * *
એક કલ્પના...
૨૦ ડિસેમ્બર...
ગુજરાતની ચૂંટણીનું રિઝલ્ટ...
''મોદી હારી ગયા!''
કારણ?
''યાર આખા દેશના નેતા ગળું ફાડીને કહેતા હતા કે મોદી તો વડાપ્રધાનપદના ઉમેદવાર છે તો એમને અહીં શું કામ બાંધી રાખવા!''
* * *
આદમ અને ઈવ
ઈવ ઃ આદમ, ડુ યુ લવ મિ?
આદમ ઃ ના.
ઈવ ઃ (રડતાં) તો પછી તો મારી જોડે મેરેજ શા માટે કર્યું?
આદમ ઃ (વાળ ખેંચીને) હલોઓઓ... શું મારી પાસે બીજું કોઈ ચોઈસ હતી ખરીઈઈઈ?
* * *
સેમ ટુ સેમ
હોસ્પિટલમાં હોવું અને લફરામાં હોવું બન્ને સેમ ટુ સેમ છે! કારણકે લોકો પૂછે છે ઃ
''ખરેખર સિરીયસ છો?''
* * *
ટાંકા
સન્તા હોસ્પિટલમાં જઈને ડોક્ટરને કહે છે ''ઓ જી, મેરા એક્સીડેન્ટ હો ગયા! આપ ટાંકે લગા દોગે?''
ડોક્ટર ઃ કહાં લગાને હૈ?
સન્તા ઃ યે લો, મેરી ચપ્પલ મેં લગા દો!
* * *
ખોટી વાત
કોણે કહ્યું કે કોમ્પ્યુટર ટેકનોલોજીથી કાગળનો ઉપયોગ જ ખતમ થઈ જશે?
દાખલા તરીકે... ટોઈલેટમાં ટીશ્યુ પેપર ને બદલે શું આઈ-પૅડ વડે લૂછશો?
* * *
પહેલાં કામ
સન્તા ઃ અરે સુના? હમારા બૉસ મર ગયા! ચલ, સ્મશાન મેં આના હૈ?
બન્તા ઃ નહીં, પહેલે મૈં ઓફીસ જાઉંગા.
સન્તા ઃ ક્યું?
બન્તા ઃ અપના ઉસુલ હૈ. પહલે કામ, બાદ મેં જલ્સા!
* * *
મચ્છરની શક્તિ
જોરદાર તોફાન આવ્યું.
મચ્છર હવામાં ફંગોળાઈ રહ્યું હતું.
એવામાં એને એક ઝાડ દેખાયું.
મચ્છરે ઝાડ પકડી લીધું.
તોફાન બંધ થયું...
મચ્છરે કપાળ પરથી પરસેવો લૂછતાં કહ્યું ઃ ''મેં આ ઝાડને પકડયું ના હો તો બિચારું ક્યાંનું ક્યાં ઊડી ગયું હોત ?''
* * *
વાંધો નહિ
જો 'વેલેન્ટાઈન-ડે'ના દિવસે તમારું કોઈ વેલેન્ટાઈન ના હોય તો ઉદાસ થવાની જરૃર નથી.
'એઈડ્ઝ-ડે'ના દિવસે લાખો લોકોને એઈડઝ નથી હોતો!
* * *
બેસ્ટ જૉબ
સન્તાએ પોલીસ સ્ટેશનમાં પોસ્ટર જોયું ''ટુ એન્જીનિયર્સ વૉન્ટેડ ફોર રેપ.''
સન્તા ઃ ''યે સાલે એન્જીનિયરોં કો હમેશા અચ્છી અચ્છી નૌકરી મિલતી હૈ!''
* * *
શાયરી-ડયુએટ
છોકરો ઃ (છોકરીને) લબ્ઝ તેરે, ગીત મેરે, ગઝલ કોઈ સુનાઉં ક્યા?
છોકરી ઃ હાથ મેરે, ગાલ તેરે, કાન કે નીચે બજાઉં ક્યા?
* * *
ફૂગાવો
અર્થશાસ્ત્રીની પત્ની ઃ કહું છું, આ ફૂગાવો એટલે શું?
અર્થશાસ્ત્રી ઃ પહેલાં તું ૩૬-૨૪-૩૬ની હતી. આજે ૪૨-૪૦-૪૨ની છે. તારી પાસે પહેલાં કરતાં બધું જ વધારે છે છતાં તારી વેલ્યુ ઓછી છે! બસ, આનું નામ ફૂગાવો!
* * *
સાનમાં સમજો
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મોન્ટી પાનેસર અને ગ્રીમ સ્વાને ભારતની હાલત બગાડી નાખી...
વેલ, એક સરદાર અને એક ફોરેનર ભેગા થાય પછી ભારતની આ જ દશા થાય ને! (સમઝદાર કો ઈશારા કાફી હૈ...)
* * * 
SMS BUMPER
Secret formula of happiness for Married Couple : ‘‘LOVE ONE ‘ANOTHER'.'
If it doesn't work, just bring the last word in middle!

Wednesday, January 18, 2012

જોક્સ જંકશન

વાસી ઉતરાયણ પછીની તાજી જોક્સ...

મૂળ ક્યાંના ?
સોનીઓ સોનીવાડના હોય...
સુથારો સુથારવાડના હોય...
પણ...
હવે ખબર પડી
કે અંબાણીઓ
‘ચોરવાડ’ના કેમ છે !
* * *
ક્યા સીન હૈ !
એકઝામ વખતે સૌથી ફની સીન ક્યારે થાય છે ?
જ્યારે તમને કશું આવડતું ન હોય અને તમે ફાંફા મારતા હો ત્યારે એક્ઝામિનર આવીને કહે : ‘સીધો બેસ, પાછળવાળો તારામાં જુએ છે...!’
* * *
મહાન સુવાક્યો
જગતના ત્રણ મહાન સુવાક્યો યાદ રાખો
‘ટુ બિ ઇઝ ટુ ડુ’
...આવું સોક્રેટિસે કહ્યું છે.
‘ટુ ડુ ઇઝ ટુ બિ’
... એવું વિવેકાનંદ કહી ગયા.
‘ડુ બિ ડુ બિ ડુ...’
- આવું સ્કુબી ડુ કહે છે !
* * *
ભાષાન્તર
છોકરો : ‘આઇ ફેલ ઇન લવ, ધ મોમેન્ટ આઇ સો યોર મેસ્મેરાઇઝીંગ આઇઝ એન્ડ હિપ્નોટાઇઝીંગ પર્સનાલીટી...’
છોકરી : ‘ગુજરાતી બોલને ઇંગ્લીશ નથી આવડતું.’
છોકરો : આજે કદાચ માવઠું થાય એવું લાગે છે, નહીં બેન ?
* * *
ઉપાય
બોર થઈ ગયા છો તો એક કામ કરો. કોઈ અજાણ્યા મેરેજના મંડપમાં પહોંચી જાવ અને જોરથી બુમ પાડો
‘એ એને ના પરણીશ ! હું હજી તને જ પ્રેમ કરું છું.’
* * *
ક્વોલીટીઝ
આજના વિદ્યાર્થીની ૭ ઉમદા ક્વોલીટીઝ...
(૧) કન્સીસટન્સી - એક વાર ઝીરો એટલે દર વખતે ઝીરો.
(૨) વોઇસ મોડ્યુલેશન - જુદા જુદા પાંચ અવાજમાં એટેન્ડન્સ પુરાવાની
(૩) પ્રેઝન્ટેશન સ્કીલ - પાંચ જુદા જુદા સવાલોના જવાબમાં એક જ આન્સર પ્રેઝન્ટ કરવાની કલા.
(૪) આર્ટ - ક્લાસ રૂમના ટેબલો પર ચીતરામણ કરવું
(૫) સ્ટેમિના - લેક્ચરરનું આખું લેક્ચર ૧ કલાક માટે સાંભળવું.
(૬) પેરિફરલ વિઝન - ક્લાસમાં પાછળ બેઠેલી છોકરીને પણ જોઈ લેવી
(૭) હ્યુમેનિટી - પોતે નાપાસ થઈને બીજાને રેન્કર બનવાનો ચાન્સ આપવો.
* * *
કોલાવરી ડી પર પ્રતિબંધ
ેકેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલે ‘કોલાવરી ડી’ સોંગ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કારણ કે એમના કહેવા મુજબ ગાયનના આ શબ્દો :
‘વ્હાઇટ ્સ્કીન ગર્લ, ગર્લ
ગર્લ હાર્ટ બ્લેક બ્લેક’
... સોનિયા ગાંધીને બદનામ કરવા માટે ગવાયા છે...
* * *
નિવેદન
છોકરો : ‘ડુ યુ લવ મિ ?’
છોકરી : ‘યુ સી એવું છે કે...’
છોકરો : ‘ઉફ્‌ફ્‌, કાં તો હા કહે, કાં ના પાડ પણ પ્લીઝ ગવર્નમેન્ટની જેમ બિહેવ ન કર !’
* * *
ભયાનક મેસેજ
સન્તા લુધિયાણા છોડીને પટિયાલા ગયો. ત્યાં ગયા પછી એણે એની બીવીને મેસેજ મોકલ્યો. પણ ભૂલથી એ મેસેજ કોઈ એવી સ્ત્રીને પહોંચી ગયો જેના પતિનું બે કલાક પહેલાં જ અવસાન થયું હતું.
બિચારી મેસેજ વાંચતા જ બેહોશ થઈ ગઈ. મેસેજ હતો
‘મેં યહાં ખેરિયત સે પહોંચ ગયા હું. તુમ ઉદાસ મત હોના. યહાં સે મૈ તુમ્હે રોજ ફોન કરુંગા ઔર એક દો હફતેમેં તુમ કો યહાં બુલા લુંગા.’
* * *
બન્તાની યાદદાસ્ત
બન્તા આઇના સામે ઉભો રહીને વિચારતો હતો : ‘યાર ઇસે તો મેને કહાં દેખા હૈ ?’
એક કલાક પછી એને યાદ આવ્યું : ‘ઓ ત્તેરી ! યે તો વહી હૈ જો મેરે સામને બેઠકર બાલ કટવા રહા થા !’
* * *
પાસવર્ડ
જુદી જુદી સેલિબ્રિટીઝના ઇ-મેલ પાસવર્ડ
માઘુરી દીક્ષિત - ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩
શાહીદ કપુર - પાફવર્ડ
શાહરૂખખાન - પપપપપ પાસવર્ડ
ઇમરાન હાશ્મી - ઉઉમ્મ્માહ !
નાના પાટેકર - કાય કો પૂછા ?
SMS Bumper
Best error msg on Computer &
No Key Board Connected. Press F1 to Continue.

Friday, December 23, 2011

જોક્સ જંકશન

કુલ વિન્ટરમાં કુલ જોક્સ...

કોલાવરી-ડી
સારું છે કે ‘કોલાવરી-ડી’ રજનીકાન્તના જમાઈએ ગાયું છે. ખુદ રજનીકાન્તે ગાયું હોત તો એ રાષ્ટ્રગીત બની જાત !
***
ખાતો નથી
મમ્મી ઃ બેટા, શાક-રોટલી ખાઈશ ?
બાબો ઃ ના.
મમ્મી ઃ બ્રેડ-બટર ?
બાબો ઃ ના.
મમ્મી ઃ બિસ્કીટ ?
બાબો ઃ ના.
મમ્મી ઃ બિલકુલ શરદ પવાર થઈ ગયો છે ! લાગે છે કે હવે થપ્પડ જ ખાશે !
***
ફિલ્મોમાંથી શીખો
આપણી હિન્દી ફિલ્મોમાંથી આપણને પાંચ ચીજો શીખવા મળે છે ઃ
(૧) જોડીયાં બાળકો જન્મે તો બેમાંથી એક ખરાબ જ હોય.
(૨) બોમ્બ ડિફ્‌યુઝ કરતી વખતે કોઈએ ચંિતા કરવાની જરૂર નથી કારણ કેહીરો હંમેશાં સાચો વાયર જ કાપે છે.
(૩) હીરો મારામારી કરતો હોય ત્યારે એને જરાય દર્દ થતું નથી પણ હીરોઈન એનો ઘા સાફ કરતી હોય ત્યારે જ એનો ચહેરો દર્દથી ઉભરાવા લાગે છે.
(૪) ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ થાય પછી જ એ અસલી ગુનેગારને શોધી શકે છે.
(૫) જો તમે અચાનક સડક પર નાચવા માંડો તો આજુબાજુવાળા બધાને તમારા ડાન્સ સ્ટેપની પહેલેથી ખબર હોય છે.
***
બે સલાહ
મારી બે સાચી સલાહ હંમેશાં યાદ રાખજો.
(૧) તમારી પત્નીની ચોઈસ વિશે ક્યારેય મજાક કરવી નહિ. કારણ તમે પણ એની જ ચોઈસ હતા.
(૨) તમારી પોતાની ચોઈસ વિશે પણ બહુ ફાંકો રાખશો નહિ. કારણ કે તમારી પત્નીને તમે જ પસંદ કરી હતી !
***
મેસેજ રીટર્ન
બન્તાની બૈરી ઃ સુનિયે જી, કિસીને મેરે મોબાઈલ મેં ‘આઈ લવ યુ’ કા મેસેજ ભેજા હૈ.
બન્તા ઃ ઐસે મેસેજ રીસીવ નહીં કરતે પગલી.. વાપસ ભેજ દે !
***
ફર્સ્ટ ઇન્ટરવ્યુ
ઐશ્વર્યાની બેબીનો પહેલો ઇન્ટરવ્યુ...
સ ઃ તારા દાદા કોણ છે ?
જ ઃ દુનિયાના બેસ્ટ એક્ટર !
સ ઃ તારી મમ્મી કોણ છે ?
જ ઃ દુનિયાની મોસ્ટ બ્યુટિફુલ વુમન !
સ ઃ અને તારા પપ્પા કોણ છે ?
જ ઃ નો આઈડિયા, સર જી...
***
ફાયદા
પુરૂષ હોવાના પાંચ ફાયદા છે.
(૧) લોકો તમારી સાથે વાત કરતી વખતે તમારી છાતી સામે નથી જોતા.
(૨) નોકરીના ઇન્ટરવ્યુમાં તમારો બાયો-ડેટા જોવાય છે, બોડી-ફિગર નહિ.
(૩) તમે જાહેરમાં કેળું ખાઈ શકો છો.
(૪) તમે તમારી ઓફિસના કર્મચારી સામે પગ પહોળા કરીને બેસો તો તમારો બળાત્કાર થવાનો ડર નથી હોતો.
(૫) તમને પેશાબ લાગે ત્યારે ટોઈલેટ શોધવાની જરૂર હોતી નથી.
***
બોધકથા
એક ઝાડની ડાળી પર પાંચ પક્ષી બેઠાં હતાં. એમાંથી ત્રણ પક્ષીઓએ ઊડી જવાનું નક્કી કર્યું. તો હવે ડાળી પર કેટલાં પક્ષી હશે ?
જવાબ ઃ પાંચ.
(બોધ ઃ ‘નક્કી કરવું’ અને ‘કરવું’ બે અલગ વસ્તુઓ છે.
***
હેડેક
‘દોસ્ત, હવે તારા માથાનો દુઃખાવો કેમ છે ?’
‘હમણાં તો શોપંિગ કરવા ગયો છે !’
***
સવાલ
મૃત્યુ પામેલા વિજય માલ્યાને શું કહેવાય ?
- બેજાન દારૂવાલા
***
કલ્પના
કલ્પના કરો કે તમે એક હોડીમાં છો...
અને કલ્પના કરો કે એ હોડી ડૂબી રહી છે...
કલ્પના કરો કે શાર્ક તથા મગરમચ્છ તમારી આસપાસ ભમી રહ્યા છે...
- આનો ઉપાય શું ?
સિમ્પલ યાર, કલ્પના કરવાનું બંધ કરો !
***
અસલી શાયરી
લડકે ને લડકી કો કિયા
ટચ...
(ઇમેજીન મત કરો, આગે પઢો)
લડકે ને લડકી કો કિયા
ટચ...
અસલી મસાલે સચ સચ
એમડીએચ... એમડીએચ...
***

Monday, December 12, 2011

જોક્સ જંકશન

વ્હાય ધિસ જોકાવરી-જોકાવરી ડી ?
ભગવાનને મેસેજ
પ્રિય ભગવાન,
તમારો ફિલ્મો માટેનો પ્રેમ સમજી શકાય એમ છે (દેવ આનંદ અને શમ્મી કપૂર), તમારો સંગીત માટેનો પ્રેમ સમજી શકાય એમ છે (ભૂપેન હજારિકા અને જગજીત સંિહ), તમારો ટેકનોલોજી માટેનો પ્રેમ પણ સમજી શકાય એમ છે (સ્ટીવ જાૅબ્સ અને ડેનિસ રીચી)...
પરંતુ અમારી એક જ વિનંતી છે કે હવે જરા ‘રાજકારણ’માં પણ રસ લો ! (નેતાઓની કમી નથી)...
* * *
સંિઘ ઈઝ કંિગ
હરભજન સંિઘે શ્રીનાથને લાફો માર્યો.
હરવંિદર સંિઘે શરદ પવારને લાફો માર્યો.
જરનૈલ સંિઘે પી. ચિદમ્બરમ્‌ પર જુતું ફેંક્યું.
મિકા સંિઘે રાખી સાવંતને ચુંબન કર્યું.
બધા સંિઘ એકશનમાં છે, સિવાય કે એક....મનમોહન સંિઘ !
* * *
સળગતા સવાલો
ભારત સામે કેવા કેવા સળગતા સવાલો ઊભા છે...
(૧) હમ કલૉરમિન્ટ ક્યું ખાતે હૈં ?
(૨) મેલોડી ઈતની ચોકલેટી ક્યું હૈ ?
(૩) વ્હાય ધિસ કોલાવરી કોલાવરી ડી?
* * *
ચુડૈલના આશીર્વાદ
૬૦ વરસના એક દંપતી પર એક ચૂડૈલ પ્રસન્ન થઈ ગઈ. એણે કહ્યું ‘‘તમને બન્નેને હું એક-એક વરદાન આપીશ ! માગો...’’
ડોશી ઃ મારે મારા પતિ સાથે આખા વર્લ્ડની ટુર કરવી છે.
ચુડેલ ઃ તથાસ્તુ !
ડોસો ઃ પણ મારી પત્ની મારાથી ૩૦ વરસ નાની હોવી જોઈએ.
ચૂડેલ ઃ તથાસ્તુ ! (આમ કહેતાં જ પતિ ૯૦ વરસનો થઈ ગયો !)
બોધ ઃ દરેક પુરૂષે યાદ રાખવું જોઈએ કે દરેક ચૂડેલ આખરે તો સ્ત્રી જ છે !
* * *
લક્ષણ
તમે શી રીતે કહી શકો કે ‘ગુગલ’ નારી જાતિ કહેવાય ?
- સિમ્પલ, હજી તમે કંઈ કહેવાનું ચાલુ કરો એ પહેલાં તો એ સો જાતના સજેશનો કરવા માંડે છે !
* * *
મચ્છર કરડે તો....
રાતના સમયે મચ્છર કરડે તો તમે શું કરશો ?
- કરવાનું શું, ખંજવાળીને ઊંઘી જવાનું ? આપણે કંઈ રજનીકાન્ત થોડા છીએ કે મચ્છર પાસે ‘સોરી’ બોલાવડાવીએ ?
* * *
યેન્ના રાસ્કલા...
‘ઘૂમ-થ્રી’નો એક નવો સીન...
રિતીક, જ્હોન અને આમિર ત્રણ બાઈક ઉપર ૩૦૦ કિલોમીટરની સ્પીડે જઈ રહ્યા છે.
અચાનક પાછળથી એક સાઈકલ એમને ઓવરટેક કરી જાય છે !
સાઈકલ પર રજનીકાન્ત બેઠો છે. એ કહે છે ‘‘યેન્ના રાસ્કલા ! સેવ પેટ્રોલ...યુસ સાઈકબબબ....’’
* * *
બિગ બોસ જોતાં....
તમે તમારા ઘરમાં ફેમિલી સાથે ‘બિગ-બોસ’માં સની લિમોન લોર્ન સ્ટારને જોતા હો ત્યારે ક્યું વાક્ય હરગિઝ નથી બોલી શકતા ?
‘‘અરે, આને ક્યાંક જોઈ છે !!!’’
* * *
હજારોં મેં એક
સન્તાની પત્નીએ બહુ પ્રેમથી સન્તાને કહ્યું
‘‘ઓજી, આપ તો હજારોં મેં એક હો...’’
સન્તા તરત ભડક્યો ઃ ‘‘અચ્છા ? તો બાકી ૯૯૯ કૌન હૈં ?’’
* * *
મેરેજ પ્રસ્તાવ
૨૦૧૨ની કોર્પોરેટ મેરેજ પ્રપોઝલ કેવી હશે ?
છોકરો (છોકરીને)ઃ ‘‘હેય, મારું પેકેજ ૯ લાખનું છે. તારું પેકેજ ૬.૫ લાખનું છે. ચલ, એને ૧૫.૫ લાખનું કમ્બાઈન પેકેજ બનાવી દેવું છે ?’’
* * *
પત્નીનો ડર
રાતના બે વાગે પત્નીએ પતિને જગાડીને કીઘું ‘‘રસોડામાં ચોર ધૂસ્યો લાગે છે...એ ગઈકાલે રાંધેલી બિરીયાની ખાઈ રહ્યો છે..પોલીસને ફોન કરું ?’’
પતિ ઃ ‘‘ના, ૧૦૮ને ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી લે....’’
* * *
ભૂલ સ્વીકાર
જ્યારે તમે ખોટા હો અને પોતાની ભૂલ સ્વીકારી લેતા હો ત્યારે...તમે ‘પ્રમાણિક’ કહેવાઓ.
જ્યારે તમે શંકામાં હો અને પોતાની ભૂલ સ્વીકારી લેતા હો ત્યારે...તમે ‘‘શાણા’’ કહેવાઓ.
પણ જ્યારે તમે સાચા હો, છતાં તમારી ભૂલ સ્વીકારી લેતાં હો ત્યારે...
- તમે ‘પતિ’ કહેવાઓ !
* * *

Sunday, December 11, 2011

સોશ્યલ નેટવર્કિંગ... જાગતે રહો

નેટોલોજી

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના બે લાખથી વધુ એકાઉન્ટ હેક થયા છે તેવા અહેવાલોને કંપનીએ ભલે રદિયો આપ્યો હોય પરંતુ ફેસબુકના પેજ- હેક થયાના અહેવાલોએ સેન્સેશન ઉભું કર્યું હતું. ફેસબુક એવો દાવો કરે છે કે અમારા પેજ હેક થવાની જે જંગી સંખ્યા દર્શાવાઈ છે તે ખોટી છે જો કે, તેની સામે ફેસબુકના સતત ઉપયોગ કરનારા કહ છે કે તેમના પેજ ૧૨થી ૧૫ વાર હેક થઈ ચૂક્યા છે જો કે આવું બધું વાંચીને ફેસબુકના વપરાશકારોએ કે અન્ય સોશ્યલ વેબસાઇટના વપરાશકારોએ ડરવાની જરૃર નથી. જેમ હાઇવે પર ડ્રાઇવિંગ કરતા કેટલીક ડ્રાઇવિંગ એટીકેટનો ધ્યાન રાખવામાં આવે છે એવું જ સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં પણ હોય છે. અહીં સર્ફિંગ કરનારાઓ પાંચ મુદ્દા ધ્યાનમાં રાખીને સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરે તે જરૃરી છે.
* સિક્યોરિટી ચેકીંગ સેટ કરો...
તમારા કોમ્પ્યુટરમાં ડેટા પ્રોટેક્શન સેટીંગ છે તેને ચેક કરવાનું ના ભૂલશો આ ડેટા એ છે કે તમે જેને ફ્રેન્ડ્સ તરીકે સ્વીકાર્યા હોય ત્યારે તૈયાર થયો હોય છે તમે જ્યારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર તમારું નામ રજીસ્ટર્ડ કરાવો છો ત્યારે જરૃરીયાતની માહિતી જ આપો માહિતીમાં તમારી બધી જ માહિતી લખવાની કોઈ ઉતાવળ ના કરો...
* તમારી પોસ્ટ પ્રત્યે સભાન રહો...
તમારી પોસ્ટ પ્રત્યે સભાન રહોનો અર્થ એ છે કે તમે જે પોસ્ટ અપલોડ કરો છો તેમાં મૂકેલા ફોટા, વિગતો વગેરેની ઇન્ટરનેટ પર શું અસર પડશે તે પણ વિચારો તમે કોઈ અન્ય સોશ્યલ નેટવર્કિંગ સાથે કેવી રીતે જોડાયા ેછો તેની વિગતો કે તમે ડ્રીંક કરતા હોવ એવા ફોટા મૂકતા પહેલા વિચારો...
* પસંદગીનું ધોરણ...
ફેસબુક પર ઘણાં લોકોને ફ્રેન્ડ બનાવવાનો ક્રેઝ હોય છે પરંતુ ફ્રેન્ડ બનાવતા પહેલાં પસંદગીનું ધોરણ નક્કી કરવું જોઈએ ફ્રેન્ડશીપ લિસ્ટ વધારવાની લાલચમાં ન પડવું જોઈએ.
* તમારી ઓળખને છુપાવો...
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરથી ઓળખની વિગતો મોટા ભાગે હેક થાય છે. જેના દ્વારા ક્રિમીનલ્સ પોતાની પ્રોફાઇલ ઉભી કરે છે અને પછી બ્લેક મેઇલિંગ પણ કરે છે આવી ધમકીમાં ફોટો છાપવા બાબતનો પણ સમાવેશ થાય છે.
* નેટ પરના ઇન્વીટેશનથી દૂર રહો...
ફેસ બુક અને માય સ્પેસ જેવા પર ફોટા જોવા કે વિડિયો જોવા આમંત્રણ આપનારા ઘણાં હોય છે. આવી લીંક પર ક્લીક કરવાની સાથે જ તમારા કોમ્પ્યુટરમાં વાયરસ એન્ટ્રી લે છે. આવા ઇન્વીટેશન વિવિધ આકર્ષક વિષયો પર હોય છે જેથી સર્ફિગ કરનારનું ધ્યાન તે તરફ જાય છે અને વાયરસનો ભોગ બને છે. હેકીંગ, સ્પામ એટેક વગેરે અંગે આ કોલમમાં ઘણું લખાયું છે મહત્ત્વનું એ છે કે સર્ફિંગ કરનારે તેનો અમલ કરવો જોઈએ. ઉતાવળે કરેલી એક ક્લિક જોખમ નોંતરે છે તેનો ખ્યાલ રાખવો જોઈએ.
ડેટીંગ સાઇટ
ઇન્ટરનેટ પર ડેટીંગ સાઇટ તરફ લોકોનો ઝોક વધતો જાય છે. ફ્રેન્ડશીપ સાઇટ, ડેટીંગ સાઇટ વગેરે સર્ફિંગ કરનારાઓને આકર્ષવા વિવિધ રસ્તાઓ અપનાવે છે. કેટલીક કંપનીઓ ડેટિંગ સાઇટ પર પ્રતિબંધ લાદવા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. જે ફીલ્ટરનું કામ કરે છે પરંતુ જેને આ દિશામાં રસ છે એ લોકો પ્રાઇવેટ લેપટોપ વાપરીને આવી સાઇટ એન્જોય કરે છે. વિદેશની આવી સાઇટો 'ફ્રી રજીસ્ટ્રેશન' લખે છે જ્યારે બે- ત્રણ પેજની વિગતો ભર્યા પછી ક્રેકિટ કાર્ડ પર પેમેન્ટ માગવામાં આવે છે ત્યારે રજીસ્ટ્રેશનનો પ્રયાસ કરનાર ટ્રેપમાં સપડાય છે. જે લોકો પર્સનલ ડેટાની ચોરીનો ધંધો નેટ પર કરતા હોય છે તે લોકો આવી સાઇટ ચલાવતા હોય છે. આવા લોકો વિવિધ નામે ડેટિંગ સાઇટ ચલાવતા હોય છે એ લોકો સર્ફિંગ કરતા યુવાનોની સાયકોલોજી સમજતા હોય છે. ડેટિંગ સાઇટ પર સેક્સી ફોટા મૂકીને યુવા વર્ગને નહીં પણ નેટનો ઉપયોગ કરતા પ્રૌઢ વર્ગનો પણ તે ઉપયોગ કરે છે.
આવી સાઇટ એક વીક માટે પણ પૈસા લે છે અને પાસવર્ડ પ્રોવાઇડ કરે છે. સાઇટ પર રજીસ્ટ્રેશન માટે વિવિધ સ્કીમો પણ હોય છે ઓનલાઇન ડેટિંગ સિસ્ટમ ઉભી કરવામાં ભારતીય કંપનીઓ પણ પાછળ નથી. ડેટિંગ સાઇટ ગુજરાતીઓ માટે ખૂબ હેવી સેક્સવાળી બને છે, જોનારને માથુ દુઃખવાની ફરિયાદ હોય છે. અર્થાત્ આવી સાઇટોથી દૂર રહેવું જોઈએ.

ચીન અને રશિયા અમેરિકાની જાસૂસી કરે છે
ઇન્ટરનેટ પર સૌથી મોટો વિવાદ જો કોઈ ચાલતો હોય તો તે સાયબર જાસૂસીનો છે અમેરિકાની કોંગ્રેસે અમેરિકાના ટ્રેડ સિક્રેટ પર વિદેશીઓ નજર રાખી રહ્યા છે તે અંગેનો એક રિપોર્ટ રજૂ કર્યો છે. ચીન અને રશિયા એ બંને દેશો અમેરિકાના ટ્રેડ સિક્રેટ સાયબર જાસૂસી દ્વારા મેળવે છે અને આમ પોતાનો ટ્રેડ વધારે છે એવો આક્ષેપ અમેરિકા વારંવાર કરતું આવ્યું છે. અમેરિકાની લાખો રૃપિયાના ખર્ચે બનેલી ટેકનોલોજીના રિપોર્ટ પણ સાયબર જાસૂસી દ્વારા મેળવી લેવામાં આવ છે. આવી સાયબર જાસૂસીમાં પોર્ટેબલ ડીવાઇસમાં રીમોટ દ્વારા ડેટા ડાઉનલોડ કરવા ઇ-મેલ દ્વારા ઇન્ફોર્મેશન ટ્રાન્સમીટ કરવી વગેરેનો સમાવેશ થાય છે વિવિધ દેશોના નાગરિકો અમેરિકાને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ ઉપરાંત જાસૂસી કરતી કંપની, પ્રાઇવેટ કંપનીઓ, એકેડેમીક સંસ્થાઓ વગેરે આવા કામોમાં જોડાયેલા હોય છે એમ પણ અહેવાલમાં ઉમેર્યું છે અહેવાલમાં માત્ર ચીન અને રશિયાનું નામ લેવાયું છે ચીન માટે તો એમ લખાયુ છે કે વિશ્વભરના ેદેશોના આર્થિક ક્ષેત્રના ડેટા મેળવવા ચીન સૌથી વધુ સક્રિય છે.

સંસારરૂપી દરિયામાં દીવાદાંડી

કુરુક્ષેત્ર નામક યુદ્ધના મેદાનમાં પરમ ભક્ત અને સખા અર્જુનને થયેલા વિષાદને દૂર કરવા, તેને માઘ્યમ બનાવી, સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે માગસર સુદ-૧૧ના દિવસે શ્રીકૃષ્ણએ આપેલા ઉપદેશને ગીતા તરીકેનું નામ અપાયેલ છે. આ એક જ ગ્રંથ એવો છે કે જે શ્રીકૃષ્ણના શ્રીમુખે વાણીરૂપી ગીત છે. આથી જ આ દિવસે ‘ગીતાજંયતિ’ આવે છે. શ્રીકૃષ્ણે ઘણોખરો અંશ પદ્યમાં કહ્યો હતો, પરંતુ જે ગદ્યમાં કહ્યો હતો તેને વ્યાસ ભગવાને સંકલન કરી શ્વ્લોકબદ્ધ કરી દીધો હતો. સાતસો શ્વ્લોકના આ ગ્રંથને અઢાર અઘ્યાયોમાં વિભાજિત કરીને ‘‘મહાભારત’’માં મુકી દીધો હતો, જે આજે પણ ‘‘ગીતા’’ના અલગ રૂપમાં ઓળખાય છે. આમાં એકથી એક હજાર સુધીની સંખ્યાનો અનેરો સમન્વય છે. વળી આ ગ્રંથમાં ગણી ન શકાય તેવાં અચરજ અને ગુપ્ત રહસ્યો છૂપી રીતે છે. આનું ચંિતન કરવાથી શાન્તી-પ્રસન્નતા મળે છે.
શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા એ મહાભારતનો નાનો પ્રભાગ છે. ભલે મહાભારત ઐતિહાસિક ગ્રંથ ગણાતો હોય, પરંતુ આપણા માટે તો તે ધાર્મિક ગ્રંથ જ છે અને ઈતિહાસ કહીએ તો તે આત્માનો ઈતિહાસ છે, જે હજારો વર્ષો પૂર્વે શું થયું તેનું વર્ણન નથી પણ આજે પ્રત્યેક મનુષ્ય દેહમાં શું ચાલી રહ્યું છે તેનો ચિતાર છે. ગીતા એ શ્રીકૃષ્ણ-અર્જૂન વચ્ચેનો સંવાદ છે એનું વર્ણન સંજય અંધ ઘૃતરાષ્ટ્રની આગળ કરે છે. ગીતા તો અમૃતરૂપી દિવ્ય વાણી છે. આમાં ઉષનિષદ અઘ્યાહાર છે, એટલે આખો અર્થ ગાવામાં આવેલ ઉપનિષદ એમ થયો. ઉષનિષદ એટલે જ્ઞાન-બોધ. અંતર્યામી શ્રીકૃષ્ણ આજે પણ દેહમાં આપણા દેહમાં બિરાજે છે. એટલે ધર્મસંકટમાં અર્જૂનરૂપે જિજ્ઞાસુ થઈને અંતર્યામીને પૂછીએ - તેમના શરણે જઈએ ત્યારે મદદ મળે. ભલે આપણે સુતા હોઈએ પરંતુ તેઓ તો નિત્ય જાગતા રહે છે. ગીતા દિવ્ય વિચારોનો સ્ત્રોત છે. તેમાં આપણી રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ છે. તે જીવતાં તો શીખવાડે છે પરંતુ મૃત્યુ પણ સુધારે છે. નિસ્પૃહી અને નિર્ભયી બનાવે છે અને આમ હોય તો પછી જોઈએ પણ શું ?
‘ગીતાજયંતિ’ માટે બે કારણો-પ્રસંગો છે, (૧) સૃષ્ટિ રચના પૂર્વે પરમાત્માને ‘‘એકમાંથી અનેક રૂપોમાં થાઉં’’ એવા સંકલ્પથી પ્રેમવૃદ્ધિની લીલા માટે, પ્રેમનું આદાન-પ્રદાન કરવા માટે તેઓ બે રૂપોમાં પ્રગટ થયા. પછી તો કેટલાય રૂપો ધારણ કર્યા અને પોતાની લીલા શરૂ કરી. કર્મના બંધનોથી પરમાત્માથી સર્વથા વિમુખ થયેલા જીવ આખરે તેમની સમક્ષ જાય અને તેમની સાથેના નિત્ય સંબધને પિછાણી લે એટલા માટે જીવના (આત્માના) કલ્યાણ માટે ગીતાનો અવતાર થયો. (૨) સાંદિપનિ ૠષિના આશ્રમમાં ચોસઠ દિવસોમાં ચોસઠ વિદ્યા શ્રીકૃષ્ણ શીખ્યા. ગુરુ દક્ષિણા માટે શ્રીકૃષ્ણે ૠષિ-ગુરુને વિનંતી કરી પરંતુ ગુરુએ ના પાડી, છતાં શ્રીકૃષ્ણના આગ્રહથી દક્ષિણાના ફળરૂપે કહ્યું કે, ‘‘મેં જે જ્ઞાન પ્રદાન કર્યું તેની કંિમત ન અંકાય, પરંતુ જગતનું કલ્યાણ થાય તેવું જ્ઞાન જો આપ આપશો તો મારી ગુરુદક્ષિણા પુરી થશે.’’ વળી ગુરુના એકના એક પુત્ર દત્તને પંચજન્ય દૈત્ય ઉપાડી ગયો હતો તેને પાછો લઈ આવવા આશ્રમના સહાઘ્યાયીઓએ શ્રીકૃષ્ણને આગ્રહણ કર્યો એટલે તે દૈત્યનો વધ કરીને પાછો લઈ આપ્યો. પંચજન્યના હાડકાના ભુકામાંથી જે શંખ બનાવાયો તે આજે ‘‘પંચજન્ય શંખ’’ તરીકે જાણીતો છે, જે મહાભારતના યુદ્ધ વખતે વગાડવામાં આ
વેલ. અને તે વખતે અર્જૂનને આપેલ ઉપદેશ ‘‘ગીતાજયંતિ’’ તરીકે છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ તો નિમિત્ત માત્ર છે પરંતુ ખરું કુરુક્ષેત્ર તો આપણું શરીર છે, વળી તે ધર્મક્ષેત્ર પણ છે. તે ક્ષેત્રમાં આપણી સામે રોજબરોજ કંઈને કંઈ સમસ્યાઓ ચાલતી જ રહે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ અનિવાર્ય બન્યું હતું. તે અધર્મ સામે ધર્મયુદ્ધ હતું. ધર્મ એટલે સત્યનો જ વિજય થાય. આપણા દેહરૂપી કુરુક્ષેત્રમાં અધર્મરૂપી મૂળ રાગદ્વેષ છે. તેથી મોહ, માયા, ક્રોધ, અભિમાન, લોભ, દંભ આપણા ઉપર હાવી ન થાય તે માટે સાવધાન રહેવાનું, સદ્‌કર્મ કરતા રહી, સ્થિતયજ્ઞ રીતે જલકમલવ્રત રહેવાનું ગીતા શિખવાડે છે.
ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. સપ્ત શ્વ્લોકી ગીતા, અર્જૂન ગીતા, અષ્ટાદશી ગીતા, ધર્મગીતા, ઉઘ્ધવગીતા અને ગામઠી ગીતા જેવાં નામ સ્વરૂપે વિદ્યમાન છે. શ્રીમદ્‌ શબ્દ ભાગવત અને ગીતા આગળ જ વપરાયો છે. ગીતા ભગવાનનો શ્વાસ હૃદય છે, તેમની વાઙમયી મૂર્તિ છે. ગીતાજીનાં દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચંિતન કરવાથી પણ મનુષ્યો પરમ પવિત્ર બની જાય છે. ગીતાજીના તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કંઈ જ ન આવે. તે જીવનની દ્રષ્ટિ આપે છે, જીવન તેજસ્વી બનાવે છે. તેમજ વિવેક આપે છે. આમ ગીતા એ માનવીના જીવનરૂપી દરિયામાં દીવાદાંડી સમાન છે. જ્યાં ગીતા છે ત્યાં અજ્ઞાનતા, લાચારી, દંભ, ક્ષુદ્રતા, મૂઢતા, ભ્રાન્તિવાદ, મલિનતા ટકી શકે જ નહીં. આ તો કૃષ્ણની હૃદય ભાવના છે.
ગીતામાં કોઈ વાદ, સંપ્રદાય, સિદ્ધાંત, કાળ કે દેશની વાત નથી. એમાં માનવ કલ્યાણની વાત છે. કારણ કે માનવીને જબરજસ્તીથી, તલવારથી કે કાયદા કાનૂનથી સુધારી શકાય નહીં. આથી જ તેમાં મનનું પરિવર્તન કરી તેને સુધારવાની હિમાયત કરવામાં આવી છે. તેથી માનવમાત્ર ગીતાશાસ્ત્ર માટે અધિકારી છે, અને ભગવાને પણ ભક્તોમાં અને ભક્તોએ આવો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. આજે પણ કોર્ટોમાં ફક્ત ગીતાજીના પવિત્ર ગ્રંથ પર હાથ મુકાવીને સોગંદ લેવડાવીને કાર્યવાહી શરૂ થાય છે. આથી જ તે સાંપ્રદાયિક ગ્રંથ નથી. માનવજીવન એક યાત્રા છે અને ગીતા તેના માટે નકશા સમાન છે.
ગીતામાં ભગવાનને પ્રાપ્ત કરવાના મુખ્ય બે માર્ગો બતાવ્યા છે (૧) માયાના કાર્યસ્વરૂપ સઘળા ગુણો જ ગુણોમાં વર્તે છે, એમ સમજી મન, ઈન્દ્રિયો અને શરીર દ્વારા થતાં સઘળાં કાર્યો કર્તાપણાના અભિમાનથી પર રહેવું અને ભગવાન સિવાય કોઈનાયે અસ્તિત્વનો ભાવ ન રહેવો એ થયો. સાંખ્ય યોગના સાધનનો માર્ગ (૨) સર્વ ભગવાનનું સમજી, ફળની ઈચ્છા છોડી સર્વ કર્મ કરવાં તથા શ્રઘ્ધા અને ભક્તિભાવે મન, વાણી અને શરીરથી તેમના શરણે જઈ તેમનું ચંિતન કરવું એ કર્મયોગના સાધનનો માર્ગ. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ એ સ્થૂળ, સુક્ષ્મ અને કરણ આ ત્રણ શરીરોનો સંસારની સાથે અભિન્ન સંબંધ છે, માટે આ ત્રણેયને એકબીજાની સેવામાં જોતરી દઈએ એ કર્મયોગ અને પોતે એનાથી અસંગ થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય એ જ્ઞાનયોગ અને પોતે ભગવાનને સમર્પિત થાય એ ભક્તિયોગ થયો. વળી ગીતામાં આ ઉપરાંત યજ્ઞ, દાન, તળ, ઘ્યાન, પ્રાણાયમ, હઠયોગ, લયયોગ વગેરે સાધનોનું પણ વર્ણન છે. અર્જૂનના પ્રશ્નો કેવળ યુદ્ધના વિષયો પૂરતા નથી પરંતુ કલ્યાણના પણ છે.
મનુષ્ય માત્રના ઉદ્ધાર માટે રાજમાર્ગ ‘પ્રસ્થાનત્રય’ના નામથી ઓળખાય છે. એક વૈદિક પ્રસ્થાન જેને ‘ઉપનિષદ’ કહે છે. બીજુ દાર્શનિક પ્રસ્થાન જેને ‘બ્રહ્મસુત્ર’ કહે છે અને ત્રીજુ સ્માર્ત પ્રસ્થાન જેને ‘ભગવદ્‌ ગીતા’ કહે છે. ઉપનિષદોમાં મંત્ર છે અને શ્વ્લોકો ગીતામાં છે. કર્મયોગ પોતે જ જડતાનો ત્યાગ કરે છે, જ્ઞાનયોગ પોતે જ પોતાને જાણે છે અને ભક્તિયોગમાં પોતે જ ભગવાનને શરણે જાય છે.
આ સંસાર પીંપળાના ઝાડ જેવું છે. તેનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે. પાંદડાં વેદ સ્થાને છે. સંસારરૂપી પીંપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે. પીંપળાનું રૂપ અનંત, આદિ, સ્થિત છે અને એ રૂપને કોઈ સ્પષ્ટપણે ઓળખી શકતું નથી. આરૂઢ મૂળવાળા સંસારરૂપી પીંપળાને વૈરાગ્યરૂપી મજબૂત શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલો જીવ જન્મમરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ જાય છે.
ગીતાનું મહાત્મ્ય વર્ણવા કોઈ સમર્થ નથી. આ તો રહસ્યસભર છે. કેવળ વેદોનો સાર સંગ્રહી લેવાયો છે. ગીતા નવિનતાથી ભરપૂર છે. રોજબરોજ નવું નવું જ સમજાશે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું જે વર્ણન ગીતામાં છે તે અન્યમાં નથી.
ભગવાને ગીતામાં કહ્યું છે જે કંઈ બઘું છે તે હું જ છું. સઘળા કર્મ, કર્તવ્ય, ધર્મને મારામાં પરોવી, બઘુ ત્યજીતું એક માત્ર મારી પાસે આવ- મારું શરણું લે. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઈશ. ‘‘કૃષ્ણં વન્દે જગદ્‌ગુરુ’’ ગીતામાં જણાવ્યા પ્રમાણે તે માર્ગ ઉપર ચાલીશું તો વિશ્વ કુટુંબનું સ્વપ્ન જરૂર સિદ્ધ થશે.

જીવન અંજલિ થાજો... મારું.

જીવનમાં એકબીજાના સહવાસ કે સહકાર વગર જીવનની પ્રગતિ શક્ય નથી. જીવન સાર આ જ છે. આપણામાં રહેલું ભાવાત્મક બળ, પ્રગતિ વિષયક વિચારધારા થકી જે તે માનવ સમુદાય કે સમાજવ્યવસ્થામાં અંજલિ રુપ સાબિત થાય છે. જે દ્રઢ ભાવનાનો અભિષેક થયા કરે છે. જીવનના આદર્શોને સામાજીક માહોલમાં ફોલો-ઓન કે અનુસરવા, સમાજને માન્ય છે કે કેમ? જે અઘરુ કામ છે. પણ આઘ્યાત્મિક ઉન્નત જીવન કાજે પ્રેરણાદાયી કે મોટીવેશન સમું સાબિત થાય છે. માનવ જીવનમાં સ્વીકારવા જેવી બાબતો જેમ કે- મિત્રતા, પવિત્રતા, આઘ્યાત્મિકતા, ભાવનાત્મકતા વિચારધારા, શ્રઘ્ધા, વિશ્વાસ, સમાજ સેવા, ધાર્મિક નીતિ-નિયમો, સાત્વિક ખાન-પાન વગેરેમાંથી પસાર થવાનું થાય છે. સમગ્ર સૃષ્ટિનો નિત્યક્રમ છે.
સામાજીક વિકાસ ત્યારે જ સધાય છે જ્યારે સામાજીક માહોલમાંથી વિરલ વ્યક્તિનો ઉદય થયેલ હોય જે સમાજને બેઠો કરવા થનગને છે.
અઘ્યાત્મ વિચારોને અમલી બનાવીને સર્વધર્મને સમજીને, આદર આપીને- ધર્મસાર સમજીને જીવન પસાર કરે ત્યારે જીવન ધન્યતાનો અનુભવ કરે છે. મૈત્રીપૂર્ણ સ્તોત્ર હૈયામાં વહ્યા કરવો જોઇએ જે ‘‘શુભ થાઓ, સારું થાઓ આ જગનું.. સર્વનું ભલુ થાઓ એવી ભાવનાઓની અંજલિ અને પ્રીતિ ચોમેર થાજો...’’
વનસ્પતિ સૃષ્ટિમાં પણ નાનો વેલો વૃક્ષના થડને વીંટળાઇને તેની સહાયથી પાંગરે છે.
મૈત્રી ભાવ રાખે છે, અને પોતે વિકાસ પામે છે. માનવજીવનને સમજાવે છે કે મારા જેવી મૈત્રી રાખો. અને લીલી વનરાજીની સમૃઘ્ધિ મેળવવાનું કહે છે.
તાળી મિત્રો અનેક. સુખ, દુઃખમાં રહે નેક એવો મિત્ર તો એક. ‘‘જે શેવાળ સમી, પાણી સાથે સુકાય.’’ ગાઢ મિત્રતા તો એ જ કહેવાય, ગેરહાજરીમાં પણ મિત્રની હાજરી સાલ્યા કરે...

મિત્રતા તો કૃષ્ણ-સુદામા જેવી, મૈત્રીભાવનામાં અમીરી-ગીરીબી, નાત-જાત, ઊંચ-નીચનો ભેદ હોતો નથી.
માનવજીવન જેણે આપ્યું છે તેનો ઉપકાર માનવો ઓછો ગણાય. જ્યારે જ્યારે માનવ દ્વિધા કે મુશ્કેલીનો અનુભવ કરે છે ત્યારે પરમકૃપાળુ પરમાત્માને યાદ કરે છે. માનવ સમુદાયમાં આદર્શપૂર્ણ સિઘ્ધ પુરુષ કે મિત્રને યાદ કરીને પોતાની મુશ્કેલીઓને હળવી કરવા કોશિશ કરે છે. માનવજીવન મળ્યું છે સંસ્કારોની ંઅંજલિ કરવાને... અંજલિના છંટકાવે... જીવન મારું અંજલિ... થાજો...
જીવનની સાર્થકતા બીજાનું ભલું કરી લેવામાં સાચી માનવતા ગણાય. મહામૂલુ માનવજીવન મળ્યું છે. એમાં માનવ-માનવ વચ્ચે અઘ્યાત્મિકતાની સંવાદિતા સર્જાય. પરસ્પરના ઐશ્વર્યભર્યા સદ્‌ગુણોની પરંપરા રચાતી રહે. પ્રગતિકારક નવોદિત વિચારોની આદાન-પ્રદાન થતી રહે તે અગત્યનું છે. આપણામાં રહેલા કુરિવાજો વિચારશ્રેણીને સમજીને મિત્રતા કેળવાય તે જરુરી છે. આપણા જ પૂર્વજોના નીતિ-નિયમો અનુસાર બાઅદબ સંસ્કારોનું અનુકરણ થતું રહે તેમજ ધાર્મિક ભાવનાઓ ઉદિત થાય. જેમકે રામાયણમાં ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાન વચ્ચે મૈત્રીભરી ભાવાત્મક મૈત્રી શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી ભાવના, મહારાણા પ્રતાપ અને વીર ભામાશાની મૈત્રી ભાવના તેમજ પરશુરામની માતા પ્રત્યેની આજ્ઞા પાલનની ભાવના વર્તમાન સમયની પેઢીને આદર્શો પૂરા પાડે છે. જે અનુસરવા જરુરી છે. જ્યારે જ્યારે દુઃખ જણાય, ત્યારે કોઇ આદર્શપૂર્ણ વ્યવહાર, વર્તણૂકને પ્રાધાન્યતા આપવી જરુરી ગણાય.
હાલની યુવા પેઢી પશ્ચિમીકરણ કરી રહ્યા હોય તેવું જણાય છે. પશ્ચિમીકરણ આપણા સુસંસ્કારી દેશમાં શોભનીય નથી. સંસ્કૃતિને સંસ્કારોનો સમન્વય એટલે ભારતીયતા અને દેશ પ્રત્યેની આદર્શ નિષ્ઠાપૂર્ણ વર્તણૂક સભ્ય નાગરિક રહેવું એ જ દેશની ખુમારી ગણાય. દેખા-દેખી કે, અહં વૃત્તિ સંતોષાય તે જરુરી નથી. જીવનમાં પ્રેરણા સ્તોત્ર, માનવતાની અંજલિ, ગરીબોની સેવા, ધાર્મિકતા કાજે માનવીની લાગણીઓ, માગણીઓની તૃષા તૃપ્ત કરવી તે જરુરી છે. ક્યારેય અભિમાન, દ્વેષ, અદેખાઇ, નાનમને સ્થાન ન આપવું જોઇએ. આપણામાં રહેલા ઐશ્વર્ય દિવ્ય ગુણો, ખાનદાનીનો ચાર ચાંદ લાગે તેવો વ્યવહારની અંજલિનો અભિષેક થવો જોઇએ. ધર્મ-ધર્મ પ્રત્યેની લાગણીઓ સમજવી જોઇએ. સામાજીક માહોલમાં વર્તાતા કુરિવાજોમાં સ્ત્રી-પુરુષને શોષવાનું થાય છે કે, સમાજના નીતિ-નિયમ મુજબ રહેવાનું થાય છે. જેમાં આદર્શપૂર્ણ વ્યવહાર હોય તે ઈચ્છનીય છે. જ્યારે પૈસાના બળે કે પછી સમાજના ગર્વમાં ગળાડૂબ મોભાના ઓથાર નીચેથી પસાર થવાનું થાય છે. ત્યારે તે વ્યક્તિ લાચાર સમુ જીવન વ્યતિત કરે છે. ઉપેક્ષિત થતું જીવન લાગે છે. પોતાના સંતાનો થકી પણ દુઃખનો અનુભવ કરે છે. માનવજીવન એવું હોવું જોઇએ, જે અંજલિ સમું ઝરણું વહ્યા કરે...
- પરેશ જે. પુરોહિત
જીવનમાં એકબીજાના સહવાસ કે સહકાર વગર જીવનની પ્રગતિ શક્ય નથી. જીવન સાર આ જ છે. આપણામાં રહેલું ભાવાત્મક બળ, પ્રગતિ વિષયક વિચારધારા થકી જે તે માનવ સમુદાય કે સમાજવ્યવસ્થામાં અંજલિ રુપ સાબિત થાય છે. જે દ્રઢ ભાવનાનો અભિષેક થયા કરે છે. જીવનના આદર્શોને સામાજીક માહોલમાં ફોલો-ઓન કે અનુસરવા, સમાજને માન્ય છે કે કેમ? જે અઘરુ કામ છે. પણ આઘ્યાત્મિક ઉન્નત જીવન કાજે પ્રેરણાદાયી કે મોટીવેશન સમું સાબિત થાય છે. માનવ જીવનમાં સ્વીકારવા જેવી બાબતો જેમ કે- મિત્રતા, પવિત્રતા, આઘ્યાત્મિકતા, ભાવનાત્મકતા વિચારધારા, શ્રઘ્ધા, વિશ્વાસ, સમાજ સેવા, ધાર્મિક નીતિ-નિયમો, સાત્વિક ખાન-પાન વગેરેમાંથી પસાર થવાનું થાય છે. સમગ્ર સૃષ્ટિનો નિત્યક્રમ છે. સામાજીક વિકાસ ત્યારે જ સધાય છે જ્યારે સામાજીક માહોલમાંથી વિરલ વ્યક્તિનો ઉદય થયેલ હોય જે સમાજને બેઠો કરવા થનગને છે. અઘ્યાત્મ વિચારોને અમલી બનાવીને સર્વધર્મને સમજીને, આદર આપીને- ધર્મસાર સમજીને જીવન પસાર કરે ત્યારે જીવન ધન્યતાનો અનુભવ કરે છે. મૈત્રીપૂર્ણ સ્તોત્ર હૈયામાં વહ્યા કરવો જોઇએ જે ‘‘શુભ થાઓ, સારું થાઓ આ જગનું.. સર્વનું ભલુ થાઓ એવી ભાવનાઓની અંજલિ અને પ્રીતિ ચોમેર થાજો...’’ વનસ્પતિ સૃષ્ટિમાં પણ નાનો વેલો વૃક્ષના થડને વીંટળાઇને તેની સહાયથી પાંગરે છે. મૈત્રી ભાવ રાખે છે, અને પોતે વિકાસ પામે છે. માનવજીવનને સમજાવે છે કે મારા જેવી મૈત્રી રાખો. અને લીલી વનરાજીની સમૃઘ્ધિ મેળવવાનું કહે છે. તાળી મિત્રો અનેક. સુખ, દુઃખમાં રહે નેક એવો મિત્ર તો એક. ‘‘જે શેવાળ સમી, પાણી સાથે સુકાય.’’ ગાઢ મિત્રતા તો એ જ કહેવાય, ગેરહાજરીમાં પણ મિત્રની હાજરી સાલ્યા કરે... મિત્રતા તો કૃષ્ણ-સુદામા જેવી, મૈત્રીભાવનામાં અમીરી-ગીરીબી, નાત-જાત, ઊંચ-નીચનો ભેદ હોતો નથી. માનવજીવન જેણે આપ્યું છે તેનો ઉપકાર માનવો ઓછો ગણાય. જ્યારે જ્યારે માનવ દ્વિધા કે મુશ્કેલીનો અનુભવ કરે છે ત્યારે પરમકૃપાળુ પરમાત્માને યાદ કરે છે. માનવ સમુદાયમાં આદર્શપૂર્ણ સિઘ્ધ પુરુષ કે મિત્રને યાદ કરીને પોતાની મુશ્કેલીઓને હળવી કરવા કોશિશ કરે છે. માનવજીવન મળ્યું છે સંસ્કારોની ંઅંજલિ કરવાને... અંજલિના છંટકાવે... જીવન મારું અંજલિ... થાજો... જીવનની સાર્થકતા બીજાનું ભલું કરી લેવામાં સાચી માનવતા ગણાય. મહામૂલુ માનવજીવન મળ્યું છે. એમાં માનવ-માનવ વચ્ચે અઘ્યાત્મિકતાની સંવાદિતા સર્જાય. પરસ્પરના ઐશ્વર્યભર્યા સદ્‌ગુણોની પરંપરા રચાતી રહે. પ્રગતિકારક નવોદિત વિચારોની આદાન-પ્રદાન થતી રહે તે અગત્યનું છે. આપણામાં રહેલા કુરિવાજો વિચારશ્રેણીને સમજીને મિત્રતા કેળવાય તે જરુરી છે. આપણા જ પૂર્વજોના નીતિ-નિયમો અનુસાર બાઅદબ સંસ્કારોનું અનુકરણ થતું રહે તેમજ ધાર્મિક ભાવનાઓ ઉદિત થાય. જેમકે રામાયણમાં ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાન વચ્ચે મૈત્રીભરી ભાવાત્મક મૈત્રી શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી ભાવના, મહારાણા પ્રતાપ અને વીર ભામાશાની મૈત્રી ભાવના તેમજ પરશુરામની માતા પ્રત્યેની આજ્ઞા પાલનની ભાવના વર્તમાન સમયની પેઢીને આદર્શો પૂરા પાડે છે. જે અનુસરવા જરુરી છે. જ્યારે જ્યારે દુઃખ જણાય, ત્યારે કોઇ આદર્શપૂર્ણ વ્યવહાર, વર્તણૂકને પ્રાધાન્યતા આપવી જરુરી ગણાય. હાલની યુવા પેઢી પશ્ચિમીકરણ કરી રહ્યા હોય તેવું જણાય છે. પશ્ચિમીકરણ આપણા સુસંસ્કારી દેશમાં શોભનીય નથી. સંસ્કૃતિને સંસ્કારોનો સમન્વય એટલે ભારતીયતા અને દેશ પ્રત્યેની આદર્શ નિષ્ઠાપૂર્ણ વર્તણૂક સભ્ય નાગરિક રહેવું એ જ દેશની ખુમારી ગણાય. દેખા-દેખી કે, અહં વૃત્તિ સંતોષાય તે જરુરી નથી. જીવનમાં પ્રેરણા સ્તોત્ર, માનવતાની અંજલિ, ગરીબોની સેવા, ધાર્મિકતા કાજે માનવીની લાગણીઓ, માગણીઓની તૃષા તૃપ્ત કરવી તે જરુરી છે. ક્યારેય અભિમાન, દ્વેષ, અદેખાઇ, નાનમને સ્થાન ન આપવું જોઇએ. આપણામાં રહેલા ઐશ્વર્ય દિવ્ય ગુણો, ખાનદાનીનો ચાર ચાંદ લાગે તેવો વ્યવહારની અંજલિનો અભિષેક થવો જોઇએ. ધર્મ-ધર્મ પ્રત્યેની લાગણીઓ સમજવી જોઇએ. સામાજીક માહોલમાં વર્તાતા કુરિવાજોમાં સ્ત્રી-પુરુષને શોષવાનું થાય છે કે, સમાજના નીતિ-નિયમ મુજબ રહેવાનું થાય છે. જેમાં આદર્શપૂર્ણ વ્યવહાર હોય તે ઈચ્છનીય છે. જ્યારે પૈસાના બળે કે પછી સમાજના ગર્વમાં ગળાડૂબ મોભાના ઓથાર નીચેથી પસાર થવાનું થાય છે. ત્યારે તે વ્યક્તિ લાચાર સમુ જીવન વ્યતિત કરે છે. ઉપેક્ષિત થતું જીવન લાગે છે. પોતાના સંતાનો થકી પણ દુઃખનો અનુભવ કરે છે. માનવજીવન એવું હોવું જોઇએ, જે અંજલિ સમું ઝરણું વહ્યા કરે...