Pages

Monday, February 18, 2013

ગેલ ગમ્મતનો મહાકુંભ...

અદ્ભૂત અકસ્માત !
બન્તા ટ્રક ડ્રાઈવર હતો. એક વાર એક એક્સિડન્ટમાં એણે ૨૦ જણાને ટ્રક નીચે કચડી નાંખ્યા.
કિોઈએ પૂછ્યું ''બન્તા, યે કૈસે હો ગયા ?''
બન્તા ઃ ''ટ્રક ચલતે ચલતે મુઝે પતા ચલા કે સાલા, બ્રેક ફેલ હો ગયા હૈ !''
''ફિર ?''
''સામને દેખા તો એક તરફ દો આદમી જા રહે થે, ઔર દૂસરી તરફ પૂરી બારાત જા રહી થી !''
''ફિર ?''
''ફિર ક્યા, તુમ હી બતાઓ, મૈં ટ્રક કિસ તરફ મોડતા ?''
''સીધી બાત હૈ, વો દો આદમી કી તરફ.''
''બસ, મૈં ને વોહી કિયા-મગર...''
''મગર ક્યા ?''
''વો દો આદમી ભાગતે હુએ બારાત મેં ઘૂસ ગયે !''

ભિખારીનો સવાલ
અમિતાભ બચ્ચનની કાર એક ટ્રાફીક સિગ્નલ પાસે ઊભી રહી. એક ભિખારી આવીને કહેવા લાગ્યો ઃ
''સર, એક દસ રૃપિયે કા સવાલ હૈ...''
બચ્ચન સાહેબ કહે ''પૂછો ? મેરા જવાબ સહી નિકલા તો મુઝે દસ રૃપિયે મિલ જાયેંગે...''


ચેઈન્જ...
''બુ્રસ-લી'' બડા જબરદસ્ત આદમી થા...મગર ઉસ કી બહન કો બેટા હુઆ તબ સે વો બન ગયા...''મામુ-લી'' !


તૈયારી
મોના ઃ મારા પપ્પા કહે છે કે જો તું એક્ઝામમાં ફેલ થઈશ તો તને પરણાવી દઈશ.
ટીના ઃ તો તેં કેટલી તૈયારી કરી છે ?
મોના ઃ બસ, રીસેપ્શનમાં પહેરવાની સાડી લેવાની બાકી છે !


સન્તા-બન્તા
સન્તા ઃ જો હું કોફી પીઉં તો મને ઉંઘ જ ના આવે.
બન્તા ઃ મારું ઊંધું છે, હું ઊંઘી જઉં તો પછી મારાથી કોફી જ ના પીવાય.


પતિ-પત્ની
ટ્રેનના કંપાર્ટમેન્ટમાં રાત પડી ગઈ હતી. ઠંડી સખત હતી. ઉપરની બર્થ પર એક કાકા સૂતા હતા. નીચેની બર્થ પર એક રૃપાળી સ્ત્રી સુતી હતી.
કાકા ઃ ''મેડમ, પ્લીઝ એક કામ કરશો ? ઠંડી સખત લાગી રહી છે. તમારી નજીક જે ધાબળો પડયો છે એ જરા ઊભા થઈને મને આપશો ? પ્લીઝ, આ તો ઠંડી બહુ છે ને એટલે...''
સ્ત્રી ઃ મને બીજો વિચાર આવે છે. થોડા સમય માટે આપણે પતિ-પત્નીની જેમ ના વર્તી શકીએ ?
કાકા ઃ (ઉત્તેજીત) હા ! હા ! કેમ નહિ ?
સ્ત્રી ઃ (શાંતિથી) તો પછી ઊભા થાવ અને તમારો ધાબળો તમે જાતે જ લઈ લો, ભૈશાબ !


તકલીફ
ભિખારી ઃ સાહેબ, એક બે રોટલી આપોને !
સાહેબ ઃ કેમ અલ્યા, તારા ઘરમાં કોઈ રાંધનારી નથી ?
ભિખારી ઃ વાત ના બદલો સાહેબ, મારે તમારા ઘરની રોટલી જોઈએ છે, છોકરી નહિ.


ઈતિહાસનું પેપર
ઈતિહાસના સર બિમાર પડયા. સાયન્સના સરે ઈતિહાસનું પેપર કાઢ્યું. પહેલો જ સવાલ હતો ઃ
''ઝાંસીની રાણીની આકૃતિ દોરો અને તેના વિવિધ ભાગોનાં નામો લીટીઓ દોરી દર્શાવો.''


નવાં લૉંગ ફોર્મ
એક દારૃનો શોખીન વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં ભણે છે. તેણે ડૉક્ટરોની ટેકનિકલ ભાષામાં દારૃને લગતા શબ્દોનાં લૉંગ ફોર્મ બનાવ્યાં છે !
BAR     =    બાયોલોજીકલ એન્કઝાયટી રીલીફ
WINE    =    વર્ક આઈસોલેટર ન્યુટ્રલાઇઝીંગ એકસ્ટ્રેક્ટ
RUM    =    રેડિયોએક્ટીવ અન-વર્ક મેડિસીન
BEER    =    બોધરસમ એમ્પ્લોયર એલિમિનેટર રી-બૂટ
VODKA    =    વેક્સિનો ઓફીશીયો ડિપ્રેશન કિલીંગ એજન્ટ
(BEWDA = બડીઝ ફોર ઈરેડીકેશન ઓફ વર્ક ડિસીઝ એસોસિયેશન દ્વારા જનહિતમા જારી)


કેરળની એક સ્કૂલમાં
ટીચરઃ વાટ ઇઝ ધ નેમ આફ ગાંધીજી'સ સન ?
સ્ટુડન્ટ ઃ દિનેશન્ !
ટીચર ઃ વાટ સ્ટુપિડ ?
સ્ટુડન્ટ ઃ નાટ સ્ટુપિડ સર ! ફ્રામ ચાઇલ્ડહુડ વિ આર ટોલ્ડ ધેટ ગાંધીજી ઇઝ ધ ફાધર આફ દિ નેશન્ !


ઑપરેશન
એક લાંબા ઓપરેશન બાદ પેશન્ટે આંખ ખોલતાંની સાથે પૂછ્યું ''શું હવે હું સારો થઈ જઈશ, ડૉક્ટર ?''
જવાબ મળ્યો ઃ ''ભઈલા, ડૉક્ટર તો નીચે રહી ગયા...હું ચિત્રગુપ્ત છું !''


બચત કરો
બન્તાએ પોતાની બૈરીને એના એક દોસ્ત સાથે ફરતી જોઈ કે તરત એણે ગોળી મારીને દોસ્તને ખતમ કરી નાંખ્યો.
બન્તાની બૈરી કહે ''જી, અપને ગુસ્સે પે કાબુ કરના સીખો, વરના અપને સારે દોસ્તોં સે હાથ ધો બૈઠોગે.''


યાદ રાખો...
જો કોઈ તમારી સામે જ દરવાજો બંધ કરી દે તો યાદ રાખો....
...સ્ટોપર દરવાજાની બન્ને બાજુએ હોય છે !


SMS BUMPER
When U r worng and u surrender...
u r honest.
When u r in doubt and surreunder...
U r wise....
But when u r right and u surrender....
u r HUSBAND !

સ્માઈલનો પાવર-પ્લે...

નહેરુ સાચા પડયા!
૧૯૪૭માં લાલ કિલ્લા પરથી ભાષણ કરતાં જવાહરલાલ નહેરુ બોલ્યા હતા ''આજ પછી દેશમાં કોઈ નાગા-ભૂખા નહિ રહે...''
જોયું? નહેરુ કેટલા સાચા પડયા? આજે દેશમાં કોઈ 'નાગો' માણસ ભૂખ્યો નથી!
***
નો બકવાસ
પત્ની ઃ ''જ્યારે તમે દેશી પીઓ છો ત્યારે મને પારો કહીને બોલાવો છે. બિયર પીને મને ડાર્લિંગ કહો છો. તો આજે મને ભૂતડી કેમ કહો છો?''
પતિ ઃ ''આજે મેં સ્પ્રાઈટ પીધું છે... સીધી બાત, નો બકવાસ!''
***
આવતી કાલે...
સન ૨૦૨૫નું એક દ્રશ્ય...
ભિખારી ઃ ''ભગવાન કે નામ પે કુછ દે દે...!''
માણસ ઃ ''લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા!''
ભિખારી ઃ ''અબે જા જા, તુઝે ચાહિયે તો મેરી સીએ કી ડીગ્રી લે જા ના?''
***
પતિ જરૃરી છે
દરેક સ્ત્રીને પતિ હોવો જરૃરી છે. કારણ કે બધી વાતમાં સરકાર કે ભગવાનનો વાંક કાઢી શકાય નહિ!
***
જુઠની હદ
જુઠાણાની હદ કોને કહેવાય?
એક ચીની છોકરી અરીસા સામે ઊભી ઊભી ગાય છે ઃ ''તેરે મસ્ત મસ્ત દો નૈન...''
***
મહાન વિભૂતિઓ...
ગેલિલિયો અભ્યાસ કરવા માટે ફાનસનો ઉપયોગ કરતો હતો. ગ્રેહામ બેલ મીણબત્તીના પ્રકાશમાં શોધ કરતા હતા. શેક્સપિયર ગલીના થાંભલાના અજવાળે ભણ્યા.
અને રજનીકાંત?
....અગરબત્તી!
***
કાઠીયાવાડી ફૂડ-હેબિટ
ગુજરાતીઓ, અને ખાસ કરીને કાઠીયાવાડીઓની અનોખી આદતો...
(૧) સૂપ હંમેશાં વન બાય ટુ જ ઓર્ડર કરવાનું. (વધારે આવે)
(૨) શેરડીનો રસ મંગાવતી વખતે બરફ વિનાનો મગાવવો, અને એક ઘૂંટડો પીધા પછી બરફ મંગાવવાનો.
(૩) ભેળ, સેવપુરી, પાણીપુરી એવું બધું ખાધા પછી 'મોં સાફ કરવા' એકસ્ટ્રા કોરી પુરી માગવાની.
(૪) બધી જાતનો આઈસ્ક્રીમ થોડો થોડો ચાખ્યા પછી જે દર વખતે ખાતા હો ઈ એજ આઈસક્રીમનો ઓર્ડર દેવાનો.
(૫) પૈસા ચૂકવતી વખતે મોં બગાડીને કહેવાનું 'આ ફેરી મજા નો આવી હોં?'
*** 
ગુજરાતી લવ
છોકરો ઃ આઈ લવ યુ.
છોકરી ઃ હા, પણ મારા એંગેજ થઈ ગયા છે, ને બીજો એક બોયફ્રેન્ડ બી છે.
છોકરો ઃ કંઈ એડજસ્ટ નંઈ થાય? જો ને...
***
તાલિબાનના લક્ષણ
ખૂંખાર ખતરનાક તાલિબાનોનાં ખાસ લક્ષણો ઃ
(૧) મોંમાં દાંત હોય તેના કરતાં ઘરમાં પત્નીઓ વધારે હોય.
(૨) ૫૦૦૦ ડોલરનું રોકેટ-લોન્ચર લઈ આવે, પણ નવા જુતાં માટે પૈસા ના હોય.
(૩) ચરસ, ગાંજો, અફીણ અને હેરોઈનનો વેપાર કરશે પણ બિયર-વ્હીસ્કી સામે વિરોધ હોય.
(૪) બુલેટપ્રુફ જાકીટ પહેરીને જીંદગી જીવશે અને છેલ્લે પેટ પર બોમ્બ બાંધીને મરી જશે!
***
લોટરી
સન્તા છેલ્લા ચાર વરસથી રોજ સવાર-સાંજ ભગવાનને પ્રાર્થના કરતો હતો ''ભગવાન... મેરી લોટરી લગા દે! ભગવાન... મેરી લોટરી લગા દે!''
આખરે ભગવાન એક દિવસ કંટાળીને પ્રગટ થયા. ''અબે ગધે, પહલે લોટરી કા ટિકીટ તો ખરીદ લે?''
***
ટોઈલેટમાં સૂચના
બન્તા સુલભ શૌચાલયમાં બેઠો હતો. સામેની દિવાલ પર સૂચના હતી ''કૃપયા, પાની કા જ્યાદા ઉપયોગ કરેં.''
બન્તા બેઠો બેઠો સાત ડબલાં પાણી પી ગયો...
***
સોનેરી સલાહ
જબ ભી કોઈ બડા ડીસીશન લેના હો તો...
- પહલે દિલ કી સુનો.
- ફિર દિમાગ કી સુનો.
- એન્ડ મેં વહી કરો, જો બીવી કહતી હૈ!
***
બે નિયમો
એરેન્જ મેરેજનો નિયમ ઃ ''વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ.''
લવ-મેરેજ ઃ ''ખરીદતાં પહેલાં ફ્રી ટ્રાયલ...''
***
શેમ્પુની ઓળખ
સન્તા નહાતી વખતે માથામાં શેમ્પુ નાખ્યા પછી ખભા પર શેમ્પુ ઘસી રહ્યો હતો.
બીવી ઃ એ કી કર રહે હો તુસ્સી?
સન્તા ઃ તૈનું પતા નહીં? એ શેમ્પુ નહીં, હેડ એન્ડ શોલ્ડર્સ હૈ!
***
ક્યા હો રહા હૈ?
ઓબામા મનમોહનસિંહને પૂછે છે ''યે તુમારા ડેશ મેં ગુજરાટ ઔર તામિલનાડુ કે બિચ મેં ઇતના બડા વૉલ ક્યું હાય?''
મનમોહન ઃ ''કુંછ નંઈ જી, વો તો રજનીકાન્ત ઔર નરેશ કનોડીયા ટેનિસ ખેલ રહૈ હૈં જી!''
***

કાશ ! જુની ફિલ્મોમાં 'વેલેન્ટાઇન ડે' આવતા હોત...

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- જુની ફિલ્મનાં ટાઇટલો, ગાયનો અને ડાયલોગ્ઝનું નવું 'વેલેન્ટાઇન રિ-મિક્સ' સ્પેશ્યીલ !!
આજકાલ 'વેલેન્ટાઇન ડે'ના જમાનામાં એટલું સુખ છે કે દિલ દુકાનોમાં વેચાતાં મળે છે ! જે સાઇઝનું જોઈતું હોય, જે ટાઇપનું જોઇતું હોય... (નાનું, મોટું, પોચું, કડક, ફૂગ્ગા જેવું, ઓશિકા જેવું, પર્સ જેવું કે ફૂટબોલ જેવું) એવું ખરીદીને આપી શકાય છે.
પણ જુના જમાનામાં બિચારા દિલીપકુમારો, ભારત ભૂષણો અને પ્રદિપકુમારો માત્ર પાંપણો પટપટાવીને દિવેલ પીધું હોય એવું ડાચું કરીને છાતી પર હાથ રાખીને ધુ્રજતા અવાજે માત્ર એટલું જ બોલી શકતા હતા ઃ 'ભૂલના મત, મૈને તુમ કો અપના દિલ દિયા હૈ..'
રોતલ દેવદાસો સીધાસાદા કાગળમાં ચીતરીને પણ એક 'એક્ચ્યુઅલ' દિલ આપતા નહોતા ! (બધું વર્ચુઅલ, બૉસ !)
ખેર, જો એ જમાનાથી આજના જેવો વેલેન્ટાઇન ડે શરૃ થઇ ગયો હોત, પ્રેમી-પ્રેમિકાઓ ગીફટ શોપમાં જતા હોત, ઇ-મેઇલ કરતા હોત અને ફેસબુક પર મળતા હોત... તો કેટલો ફેર પડી ગયો હોત ?...
* * *
ફિલ્મોનાં દર્દીલાં-પ્યારભર્યાં નામો...
રીવાજ કે મુતાબિક, ફિલ્મોના નામોમાં જ્યાં જ્યાં 'દિલ' 'પ્રેમ' 'ખ્વાબ' 'દુલ્હન', 'શાદી' વગેરે આવતું હોય ત્યાં એકદમ નવી જ વરાયટીનાં નામો ચાલતાં હોત...
- કાર્ડ અપના ઔર ગર્લફ્રેન્ડ પરાઇ ?
- ગીફટ દિયા, દર્દ લિયા !
- ગીફટ-શોપ ઃ એક મંદિર !
- ગીફટ પૂજારી
- વો (ફેસબુક પે) કૌન થી ?
- નીંદ હમારી, મેઇલ તુમ્હારી...
- ગર્લ ફ્રેન્ડ વહી, જો 'ડેટ' પે જાયે
- ચમેલી કી 'સેટિંગ' !
- 'ચેટિંગ' એક રાત કી...
- લવ ઇન 'ટૉક-ટાઇમ'
- તેરે 'વોલ-પેપર' કે સામને
- હમારા સ્ટેટસ આપ કે પાસ હૈ !
- મેરે પાસવર્ડ, મેરે બોયફ્રેન્ડઝ...
આખી વાતમાં જરા વધારે પડતી કોમિક સિચ્યુએશન એ થઇ જાત કે 'તેરે વોલ-પેપર કે સામને' નું મોટું પોસ્ટર કોઇ મૂતરડીની દિવાલ પર લાગી ગયું હોત !
* * *
જુની ફિલ્મોનાં વેલેન્ટાઇન-મિક્સ ગાયનો...
આજે જ્યારે સાંભળવા બેસીએ ત્યારે ઘણીવાર હસવું કે રડવું એ જ ખબર ના પડે એવાં એવાં ગાયનો એ જમાનામાં આવતાં હતાં !... 'દિલ કા ખિલૌના હાયે તૂટ ગયા... કોઇ લૂટેરા આ કે લૂટ ગયા...' ઓ બ્હેન, તમારું એ ગીફટ શોપમાંથી ખરીદેલું પ્લાસ્ટીકનું દિલ સાચવીને ઘરના શો-કેસમાં મુકી રાખ્યું હોત તો આ બબાલ જ ના થાત ને ? હવે કંઇ પંચોતેર રૃપિયાના દિલ માટે પોલીસ સ્ટેશને કંપ્લેન લખાવવા થોડું જવાય છે ?
આજકાલના વેલેન્ટાઇન-લવની મઝા એ છે કે દિલની આપ-લે બહુ સસ્તામાં પતી જાય છે ! એટલું જ નહિ, દિલ હવે ડઝનના ભાવે પણ મળે છે ! તમે કહો તો પેલો દકાનવાળો તમારું દિલ ગીફટ-પેક કરીને તમે આપેલા સરનામે હોમ-ડીલીવરી પણ કરી આવે !
પણ જસ્ટ વિચારો, જુના જમાનામાં બિચારાં માસૂમ પ્રેમી-પ્રેમિકા કપલોને બેદર્દ જમાનો 'બિછડવા' માટે 'મજબૂર' કરતો હોય, કે જૂની સ્ટાઇલના ધોતિયાધારી કે પાયજામા જેવા પેન્ટધારી પ્રેમીઓ પોતાની બે ચોટલાવાળી, ફુગ્ગા બ્લાઉઝ પ્રેમિકાઓ માટે રોમેન્ટિક ગાયનો 'વેલેન્ટાઇન સ્ટાઇલ'માં ગાતાં હોત તો આજે કેવાં કેવાં ગાયનો આપણે 'પુરાની જિન્સ'માં સાંભળતા હોત...!
'કાર્ડ તુમ્હેં ભેજા હૈ મેઇલ મેં,
મેઇલ નહીં, મેરા 'પ્રપોઝ' હૈ !
ડાર્લિંગ મેરી, મુજ કો લિખના
ક્યા મૉમ-ડૅડ કા 'ઑપોઝ' હૈ !'
* * *
જબ પ્રોપોઝ મારા તો ડરના કયા ?
પ્રોપોઝ કિયા, કોઇ ફલર્ટિંગ નહીં કી
છૂપ છૂપ કે કોમેન્ટ કરના કયા ?
* * *
મુઝે તુમ સે રિપ્લાય ન ચાહિયે
મુઝે મેરે સ્ટેટસ પે છોડ દો.
* * *
યાહૂ... ! યાહૂ.. !
ચાહે કોઇ મુઝે 'ગુગલ' કરે
કરને દો જી કરતા રહે
હમ ગીફટ કે
ડિસ્કાઉન્ટોં મેં ફંસે હૈં
હમ ક્યા કરેં ?
* * *
કહ દો કોઇ ના કરે
યહાં.. 'ચૅટ' !!
ઇસ મેં જેન્યુઇન હેં કમ
બેશુમાર હૈ 'ફેઇક' !!
કહ દો કોઇ ના કરે
યહાં.. 'ચેટ'...
* * *
મેરા સુંદર સેટિંગ તૂટ ગયા...
મેરી 'ડેટ' કી તારીખ છૂટ ગઈ,
મેરા સ્ટેટસ અપ-ડેટ ભી
રૃઠ ગયા... મેરા સુંદર સેટિંગ...
* * *
મુઝે મેઇલ ન તેરી આઈ
કિસી સે અબ કયા કહેના ?
* * *
ગીફટ ઐસા કિસીને મેરા તોડા...
રીપ્લેસમેન્ટ કા ચાન્સ ભી છોડા !
એક ભલે 'ઓફર' કો
'ઓપન-ટુ-ઓલ' બનાકર છોડા !!
* * *
... અને યાદગાર વેલેન્ટાઇન ડાયલૉગ્ઝ !
'કિતને ઇ-મેઇલ થે ?' ગબ્બર ડોબા જેવો હોય, એને પોતાનું મેઇલ-બોક્સ પણ ખોલતાં ના આવડતું હોય, છતાં સાલો, પોતાના ફોલ્ડરો પર દાદાગિરી કરતો હોય ! ('ફોલ્ડરો' કોમ્પ્યુટરમાં બી હોય એવો તો ડોબા ગબ્બરને આઇડિયા પણ કયાંથી હોય ? અને હા, 'આઇડિયા'માં હવે થ્રી-જી ચાલુ થઇ ગયું એ પણ એને ના ખબર હોય ને ! માફ કરો ગબ્બરને.)
એની વે, ગબ્બર 'કિતને મેઇલ થે ?' એમ પૂછીને શું તોડી લેવાનો હતો ? કારણ કે ધન્નો અને વીરૃ તો રામગઢની ગીફટ શોપમાં એકબીજા માટે વેલેન્ટાઇન કાર્ડઝ પસંદ કરવા ગયાં હોય અને ધન્નોની મૌસી એકચ્યુલી 'પીસી' ઉપર (પર્સનલ કોમ્પ્યુટર ઉપર) 'પીસીંગ' કરતી હોય..
'ગાંવવાલો ! યે તો કમાલ હો ગયા !' વીરુએ ફેસબુક પર સ્ટેટસ માર્યું હોત, 'મુઝે બસંતી ભી લાઇક કરતી હૈ ઔર મૌસી ભી લાઇક કરતી હૈ ! ચલો, 'સૂ-સાઇટ' કેન્સલ.... સૉરી, યે ગુગલ-સર્ચ કા 'વેબ-સાઇટ' કેન્સલ !!'

Wednesday, January 23, 2013

જોક્સ-જંકશન


એલ.ઓ.સી. - લાફ્ટર ઓફ કન્ટ્રી



પાકિસ્તાનનું નવું રાષ્ટ્રગીત
સારે જહાં સે લુચ્ચા
પાકિસ્તાન હમારા
હમ જાનવર હૈં ઉસકે
યે ચિડીયાઘર હમારા
મઝહબ હમેં શીખાતા
આતંકવાદ ફૈલાના
ના-મર્દ હૈં હમ વતન કે
તાલિબાન બાપ હમારા
સારે જહાં સે લુચ્ચા...

મોટો લોચો :
બન્તાની બીવી પેથોલોજી લેબોરેટરીમાં પોતાનો યુરીન ટેસ્ટ આપવા ગઈ. ઘરેથી લાવેલું સેમ્પલ ખોલીને નજર કરતાં જ લેબવાળો બોલ્યો, 'મેડમ, યે યુરીન નહીં, એપલ જ્યુસ હૈ!'
બન્તાની બીબી ગભરાઈ ગઈ, 'મુઝે ફૌરન એક ફોન કરના પડેગા!'
'કિધર?'
'બન્તા કો! ઉસે બતાના પડેગા કિ ટિફિન કે સાથ જો એપલ જ્યુસ હૈ વો પીના મત!'

પત્નીનો હાથ :
યુવાનીમાં પકડેલો પત્નીનો હાથ 'પ્રેમ' હોય છે.
પણ પાકટ વયે પકડેલો પત્નીનો હાથ 'સ્વબચાવ' હોય છે!

રહસ્ય :
૯૫ વરસના કાન્તા ડોશી ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા.
'૨૦ વરસ સુધી મને બાળક નહોતું થયું.'
'પછી?'
'પછી ૨૧મા વરસે મારું લગ્ન થયું ત્યારે બાળક થયું!'

સન્તાની ભૂલ :
સન્તા જેલમાં હતો. ચોકીદારે પૂછ્યું, 'તુમ જેલ મેં કૈસે આ ગયે?'
સન્તા : 'ગલતી સે'
ચોકીદાર : 'કૈસી ગલતી?'
સન્તા : 'જીસ બેંક મેં રાત કો ચોરી કી, ઉસી બેંક મેં સુબહ તક ખાતા ખુલવાને રૃક ગયા!'

ઈંટનો જવાબ... :
કન્ડક્ટર ઃ 'અલ્યા ટીનીયા, તું હમેશાં બસના દરવાજે કેમ ઊભો રહે છે? તારો બાપ ચોકીદાર છે?'
ટીનીયો ઃ 'તમે હંમેશાં છૂટ્ટા માગો છો. તમારો બાપ ભિખારી છે?'

ગર્લફ્રેન્ડનો ડોગી:
બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના ઘરે નાસ્તો કરી રહ્યો હતો.
બોયફ્રેન્ડ ઃ 'ડિયર, તારો કૂતરો મારી સામે ધારી ધારીને કેમ જોઈ રહ્યો છે?'
ગર્લફ્રેન્ડ ઃ 'તું ઝટપટ નાસ્તો પુરો કર. મારો ડોગી એની પ્લેટને ઓળખી ગયો લાગે છે!'

ઈન્તેઝાર :
થોડી સી ખુશી કી
ચાહ કરતે હૈં
આજ ફિર એક
ફરિયાદ કરતે હૈ...
આજ ફિર બૈઠે હૈં
'હિચકી' કે ઈન્તેઝાર મેં...
જરા પતા તો ચલે
વો કબ 'યાદ' કરતે હૈ!

અજુકતી ઘટના :
સન્તા વિદેશ પ્રવાસે ગયાં. બન્તાને કહેતો ગયો. મારી બૈરી પર ધ્યાન રાખજે અને કંઈ અજુકતી ઘટના લાગે તો મને મેસેજ કરજે.
બન્તાએ ૧૫ દિવસ પછી મેસેજ કર્યો, 'તેરી બીબી કો મિલને જો જવાન રોજ આતા થા, વો આજ નહીં આયા!'

૨૦૧૩ :
૨૦૧૩ કા સબ સે પહલાં પીજે ઃ
'ઈસ સાલ આપ કો દો હજાર રૃપિયા જરૃર મિલેગા ક્યું કિ યે સાલ હૈ... દો હજાર તેરા!'

આંખોમાં દુનિયા :
લો ગાર્ડનમાં બેઠેલો પ્રેમિકાને પ્રેમીએ કહ્યું, 'વ્હાલી, મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે.'
પાછળ બેઠેલા કાકા બોલ્યા, 'અલ્યા જરા ધ્યાનથી જોને, નહેરૃબ્રિજ આગળ ટ્રાફિક કેવો છે?'

સ્ત્રી - શક્તિ :
નારીઓમાં અદ્ભૂત શક્તિઓ હોય છે. એ પોતાના પતિના શર્ટ પર ચોંટેલો વાળ ૨૦ મીટર દૂરથી જોઈ શક છે. પણ કારને પાર્ક કરતી વખતે ૨ ફૂટ દૂર ઊભેલો થાંભલો એમને નથી દેખાતો!

બચાઓ... બચાઓ...
'જો કોઈ વાઘ તારી સાસુ અને તારી પત્ની પર હુમલો કરે તો પહેલાં તું કોને બચાવે?'
'સિમ્પલ યાર, વાઘને!'

સાપનો હેતુ
'જો જો પેલો સાપ તારી સૂતેલી પત્નીને ડંખ મારવા આવી રહ્યો છે!'
'જા જા, એ તો ઝેરનું રિચાર્જ કરવા આવ્યો છે!'

૨૦૧૩ની સલાહ :
માતેલા સાંઢને સામેથી, ઉત્તેજીત ગઘેડાને પાછળથી અને ચક્રમ માણસને કોઈપણ દિશામાંથી છંછેડવામાં જોખમ છે.
નોંધ ઃ યાદ રહે ગુસ્સામાં આવેલી પત્ની એ આ ત્રણેયનું ખતરનાક કોમ્બિનેશન હોય છે.

Tuesday, December 11, 2012

Unmistakable characteristics of a true Gujju


Unmistakable characteristics of a true Gujju:  
 
1. Every autowala, taxiwala, grocerywala is our kaka.
 2. We never go to office, we go to HOFFIS! 
3. The first rule of money - never use your own! 
4. "Su nava juni" is our version of wassup? 
5. Be it seven in the morning or 1am, gaathiyas are always welcome. 
6. We keep an "ELARAM" to wake up in the morning.
 7. No party is over without a round of GARBA.
 8. We call all types of noodles "Meggi"!!!
 9. When someone asks about a person, we say GENTLEMAN MANAS CCHEY 
10. We have a PhD in bargaining by birth. 
11. We can speak any language of the world in Gujarati! 
12. We don't have feelings, we have FILLINGS!!! 
13. Jai Shri Krishna = Hello and Good bye 
14. All our conversations begin with kem 6, maja ma ne, and end with, koi saaru investment batavo ne...
15. We shout our guts out on international calls, thinking they can hear us better that way.
16. Swimming is not for us - we call it chhabchhabiya. 
17. For us electricity never goes - only light does!!!! 
18. We don't call people, we COAL them. 
19. Sensex interests us more than sex.
20. Chhas is our beer!
21. We are everywhere, all over the globe - deal with it... 
22. We go to movie HOLE and take outside SNAKES for refreshments.
23. Mount Abu is Switzerland. 
24. If a gujju starts Koffee with Karan, he would name it "Chhas with Chhagan". 
25. A true gujju looks forward to eat Thai, Mexican, Italian, Chinese and Undhiyu at the cousin's wedding... 
26. At least 50% of your contacts on you phone book end with the word BHAI. 
27. Being Punjabi means more chapati, less rice; being Mallu means less chapati, more rice. Being Gujju - just eat more yaar, shu farak pade 6. 
28. Gujjus believe Narendra Modi is the solution for everything - from fashion style to nation's progress.
29. Vile Parle and New Jersey feels like home - Apduj 6...
30. We will spend 1000 rupees for a 10 rupee free gifts, free ma male, etle maja aavi jai. 
31. We eat home made theplas with chhundo and athanu on business class flight. 
32. We can do Garba on any song in the world.
 33. Falguni Pathak is Britney Spears for us. 
34. After having chaat, bhelpuri, sevpuri, we make sure we ask for extra puri, and then a discount. 
35. Order soup 1 by 2, u get more quantity - be smart. 
36. If it is beeg (big), edible and free, go on dude, eat it... 
37. Bombay+Gujarat+London+ America = whole world. Nothing else exists for us. 
38. Everyone is invited to a Gujju home for lunch, and fed like u have come from the groom's side. 
39. If all of a sudden u hear a dhoom machale ringtone or a loud scream or a loud chit chat amongst a group, immediately assume that you are   
amidst Gujjus. 
40. Hindi humko jara bi nahi faata hai. 
41. 15 or 50, your parents will always refer to u as their baby or babo.
42. CATBURY is the generic name for chocolate 
43. We take the constitution very seriously, everybody is called bhai and ben. 44. If u do not go for Navratri, u didn’t exist. 
45. We all own Reliance collectively ... 
46. Dandiya is our Prom.
 47. You pack according to a 5 night 6 day holiday when going for a one day picnic. 
48. Time spent at a party - Dancing (10 minutes), Chitchat (10 minutes), Dinner (100 minutes).   ……………………yet proud to be one ;;

Monday, December 10, 2012

જોક્સ જંકશન

વિશ્વાસમાતથી જીતેલી જોક્સ!
ઈમ્પોસીબલ ઈચ્છા...
યમરાજા એક ગુજરાતી કાકા પાસે આવીને કહેવા લાગ્યા ''કાકા, તમારો ટાઈમ પુરો થવાની તૈયારીમાં છે. કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલી દો.''
કાકાએ બે મિનીટ વિચાર કરીને કહ્યું ''યમરાજા... મરતાં પહેલાં મારે સચિન તેંડુલકરની 'રિટાયરમેન્ટ' પાર્ટીમાં સલમાન ખાનની 'પત્ની' સાથે મનમોહનસિંહને 'વાતો કરતાં' જોવા છે!''
યમરાજા હજી કન્ફ્યુઝ્ડ છે...
* * *
પોઝિટીવ એટીટયૂડ
પોઝિટીવ મિજાજ કોને કહેવાય?
તમે અડધી રાતે દારૃ પીને લથડીયાં ખાતાં ઘેરે આવો અને બારણામાં તમારું સ્વાગત કરવા હાથમાં ઝાડુ લઈને તમારી પત્ની ઊભી હોય એ જોઈને તમે કહો ઃ
''ક્યા બાત હૈ ડાર્લિંગ, અભી તક કામ કર રહી હો?''
* * *
એક કલ્પના...
૨૦ ડિસેમ્બર...
ગુજરાતની ચૂંટણીનું રિઝલ્ટ...
''મોદી હારી ગયા!''
કારણ?
''યાર આખા દેશના નેતા ગળું ફાડીને કહેતા હતા કે મોદી તો વડાપ્રધાનપદના ઉમેદવાર છે તો એમને અહીં શું કામ બાંધી રાખવા!''
* * *
આદમ અને ઈવ
ઈવ ઃ આદમ, ડુ યુ લવ મિ?
આદમ ઃ ના.
ઈવ ઃ (રડતાં) તો પછી તો મારી જોડે મેરેજ શા માટે કર્યું?
આદમ ઃ (વાળ ખેંચીને) હલોઓઓ... શું મારી પાસે બીજું કોઈ ચોઈસ હતી ખરીઈઈઈ?
* * *
સેમ ટુ સેમ
હોસ્પિટલમાં હોવું અને લફરામાં હોવું બન્ને સેમ ટુ સેમ છે! કારણકે લોકો પૂછે છે ઃ
''ખરેખર સિરીયસ છો?''
* * *
ટાંકા
સન્તા હોસ્પિટલમાં જઈને ડોક્ટરને કહે છે ''ઓ જી, મેરા એક્સીડેન્ટ હો ગયા! આપ ટાંકે લગા દોગે?''
ડોક્ટર ઃ કહાં લગાને હૈ?
સન્તા ઃ યે લો, મેરી ચપ્પલ મેં લગા દો!
* * *
ખોટી વાત
કોણે કહ્યું કે કોમ્પ્યુટર ટેકનોલોજીથી કાગળનો ઉપયોગ જ ખતમ થઈ જશે?
દાખલા તરીકે... ટોઈલેટમાં ટીશ્યુ પેપર ને બદલે શું આઈ-પૅડ વડે લૂછશો?
* * *
પહેલાં કામ
સન્તા ઃ અરે સુના? હમારા બૉસ મર ગયા! ચલ, સ્મશાન મેં આના હૈ?
બન્તા ઃ નહીં, પહેલે મૈં ઓફીસ જાઉંગા.
સન્તા ઃ ક્યું?
બન્તા ઃ અપના ઉસુલ હૈ. પહલે કામ, બાદ મેં જલ્સા!
* * *
મચ્છરની શક્તિ
જોરદાર તોફાન આવ્યું.
મચ્છર હવામાં ફંગોળાઈ રહ્યું હતું.
એવામાં એને એક ઝાડ દેખાયું.
મચ્છરે ઝાડ પકડી લીધું.
તોફાન બંધ થયું...
મચ્છરે કપાળ પરથી પરસેવો લૂછતાં કહ્યું ઃ ''મેં આ ઝાડને પકડયું ના હો તો બિચારું ક્યાંનું ક્યાં ઊડી ગયું હોત ?''
* * *
વાંધો નહિ
જો 'વેલેન્ટાઈન-ડે'ના દિવસે તમારું કોઈ વેલેન્ટાઈન ના હોય તો ઉદાસ થવાની જરૃર નથી.
'એઈડ્ઝ-ડે'ના દિવસે લાખો લોકોને એઈડઝ નથી હોતો!
* * *
બેસ્ટ જૉબ
સન્તાએ પોલીસ સ્ટેશનમાં પોસ્ટર જોયું ''ટુ એન્જીનિયર્સ વૉન્ટેડ ફોર રેપ.''
સન્તા ઃ ''યે સાલે એન્જીનિયરોં કો હમેશા અચ્છી અચ્છી નૌકરી મિલતી હૈ!''
* * *
શાયરી-ડયુએટ
છોકરો ઃ (છોકરીને) લબ્ઝ તેરે, ગીત મેરે, ગઝલ કોઈ સુનાઉં ક્યા?
છોકરી ઃ હાથ મેરે, ગાલ તેરે, કાન કે નીચે બજાઉં ક્યા?
* * *
ફૂગાવો
અર્થશાસ્ત્રીની પત્ની ઃ કહું છું, આ ફૂગાવો એટલે શું?
અર્થશાસ્ત્રી ઃ પહેલાં તું ૩૬-૨૪-૩૬ની હતી. આજે ૪૨-૪૦-૪૨ની છે. તારી પાસે પહેલાં કરતાં બધું જ વધારે છે છતાં તારી વેલ્યુ ઓછી છે! બસ, આનું નામ ફૂગાવો!
* * *
સાનમાં સમજો
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મોન્ટી પાનેસર અને ગ્રીમ સ્વાને ભારતની હાલત બગાડી નાખી...
વેલ, એક સરદાર અને એક ફોરેનર ભેગા થાય પછી ભારતની આ જ દશા થાય ને! (સમઝદાર કો ઈશારા કાફી હૈ...)
* * * 
SMS BUMPER
Secret formula of happiness for Married Couple : ‘‘LOVE ONE ‘ANOTHER'.'
If it doesn't work, just bring the last word in middle!

Wednesday, January 18, 2012

જોક્સ જંકશન

વાસી ઉતરાયણ પછીની તાજી જોક્સ...

મૂળ ક્યાંના ?
સોનીઓ સોનીવાડના હોય...
સુથારો સુથારવાડના હોય...
પણ...
હવે ખબર પડી
કે અંબાણીઓ
‘ચોરવાડ’ના કેમ છે !
* * *
ક્યા સીન હૈ !
એકઝામ વખતે સૌથી ફની સીન ક્યારે થાય છે ?
જ્યારે તમને કશું આવડતું ન હોય અને તમે ફાંફા મારતા હો ત્યારે એક્ઝામિનર આવીને કહે : ‘સીધો બેસ, પાછળવાળો તારામાં જુએ છે...!’
* * *
મહાન સુવાક્યો
જગતના ત્રણ મહાન સુવાક્યો યાદ રાખો
‘ટુ બિ ઇઝ ટુ ડુ’
...આવું સોક્રેટિસે કહ્યું છે.
‘ટુ ડુ ઇઝ ટુ બિ’
... એવું વિવેકાનંદ કહી ગયા.
‘ડુ બિ ડુ બિ ડુ...’
- આવું સ્કુબી ડુ કહે છે !
* * *
ભાષાન્તર
છોકરો : ‘આઇ ફેલ ઇન લવ, ધ મોમેન્ટ આઇ સો યોર મેસ્મેરાઇઝીંગ આઇઝ એન્ડ હિપ્નોટાઇઝીંગ પર્સનાલીટી...’
છોકરી : ‘ગુજરાતી બોલને ઇંગ્લીશ નથી આવડતું.’
છોકરો : આજે કદાચ માવઠું થાય એવું લાગે છે, નહીં બેન ?
* * *
ઉપાય
બોર થઈ ગયા છો તો એક કામ કરો. કોઈ અજાણ્યા મેરેજના મંડપમાં પહોંચી જાવ અને જોરથી બુમ પાડો
‘એ એને ના પરણીશ ! હું હજી તને જ પ્રેમ કરું છું.’
* * *
ક્વોલીટીઝ
આજના વિદ્યાર્થીની ૭ ઉમદા ક્વોલીટીઝ...
(૧) કન્સીસટન્સી - એક વાર ઝીરો એટલે દર વખતે ઝીરો.
(૨) વોઇસ મોડ્યુલેશન - જુદા જુદા પાંચ અવાજમાં એટેન્ડન્સ પુરાવાની
(૩) પ્રેઝન્ટેશન સ્કીલ - પાંચ જુદા જુદા સવાલોના જવાબમાં એક જ આન્સર પ્રેઝન્ટ કરવાની કલા.
(૪) આર્ટ - ક્લાસ રૂમના ટેબલો પર ચીતરામણ કરવું
(૫) સ્ટેમિના - લેક્ચરરનું આખું લેક્ચર ૧ કલાક માટે સાંભળવું.
(૬) પેરિફરલ વિઝન - ક્લાસમાં પાછળ બેઠેલી છોકરીને પણ જોઈ લેવી
(૭) હ્યુમેનિટી - પોતે નાપાસ થઈને બીજાને રેન્કર બનવાનો ચાન્સ આપવો.
* * *
કોલાવરી ડી પર પ્રતિબંધ
ેકેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલે ‘કોલાવરી ડી’ સોંગ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કારણ કે એમના કહેવા મુજબ ગાયનના આ શબ્દો :
‘વ્હાઇટ ્સ્કીન ગર્લ, ગર્લ
ગર્લ હાર્ટ બ્લેક બ્લેક’
... સોનિયા ગાંધીને બદનામ કરવા માટે ગવાયા છે...
* * *
નિવેદન
છોકરો : ‘ડુ યુ લવ મિ ?’
છોકરી : ‘યુ સી એવું છે કે...’
છોકરો : ‘ઉફ્‌ફ્‌, કાં તો હા કહે, કાં ના પાડ પણ પ્લીઝ ગવર્નમેન્ટની જેમ બિહેવ ન કર !’
* * *
ભયાનક મેસેજ
સન્તા લુધિયાણા છોડીને પટિયાલા ગયો. ત્યાં ગયા પછી એણે એની બીવીને મેસેજ મોકલ્યો. પણ ભૂલથી એ મેસેજ કોઈ એવી સ્ત્રીને પહોંચી ગયો જેના પતિનું બે કલાક પહેલાં જ અવસાન થયું હતું.
બિચારી મેસેજ વાંચતા જ બેહોશ થઈ ગઈ. મેસેજ હતો
‘મેં યહાં ખેરિયત સે પહોંચ ગયા હું. તુમ ઉદાસ મત હોના. યહાં સે મૈ તુમ્હે રોજ ફોન કરુંગા ઔર એક દો હફતેમેં તુમ કો યહાં બુલા લુંગા.’
* * *
બન્તાની યાદદાસ્ત
બન્તા આઇના સામે ઉભો રહીને વિચારતો હતો : ‘યાર ઇસે તો મેને કહાં દેખા હૈ ?’
એક કલાક પછી એને યાદ આવ્યું : ‘ઓ ત્તેરી ! યે તો વહી હૈ જો મેરે સામને બેઠકર બાલ કટવા રહા થા !’
* * *
પાસવર્ડ
જુદી જુદી સેલિબ્રિટીઝના ઇ-મેલ પાસવર્ડ
માઘુરી દીક્ષિત - ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩
શાહીદ કપુર - પાફવર્ડ
શાહરૂખખાન - પપપપપ પાસવર્ડ
ઇમરાન હાશ્મી - ઉઉમ્મ્માહ !
નાના પાટેકર - કાય કો પૂછા ?
SMS Bumper
Best error msg on Computer &
No Key Board Connected. Press F1 to Continue.