Pages

Monday, March 11, 2013

જોક્સ જંકશન


[1] અજિત લગ્ન માટે એક યુવતીને જોવા ગયો. યુવતી સાથે વાત કરવા અજિતે પ્રથમ સવાલ પૂછ્યો : ‘તમને રસોઈ બનાવતાં આવડે છે ?’
યુવતીએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કહ્યું : ‘આપણે દરેક સમસ્યાના ઉકેલ માટે ક્રમબદ્ધ ચાલવું જોઈએ. રસોઈ બનાવવાનો સવાલ પ્રથમ નથી.’
અજિતે મુંઝાતા પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી પહેલો સવાલ કયો ગણવો ?’
‘શું તમે રસોઈ માટેનો સામાન ખરીદવા માટે કાંઈ કમાઈ શકો છો ?’ યુવતીએ પૂછ્યું.
[2] અમેરિકન યુવતી પેટ્રીકાએ તેના બોયફ્રેન્ડને ઘેર બોલાવ્યો અને પપ્પા એલેક્સને કહ્યું : ‘હું તેની સાથે લગ્ન કરવા માગું છું.’
થોડી વાતો કર્યા પછી એલેક્સે પેટ્રીકાને કહ્યું : ‘તું તેની સાથે લગ્ન ન કરી શકે, કારણ કે અંગત વાત કરું તો તે તારો ભાઈ થાય.’ પેટ્રીકાનાં લગ્નના બીજા ચાર પ્રયત્નોમાં પણ લગ્નની વાત આ મુદ્દા ઉપર આવીને અટકી ગઈ. આખરે ધૈર્ય ગુમાવીને પેટ્રીકાએ એક વખત તેની મમ્મીને પરખાવ્યું :
‘મમ્મી, તેં તારી આખી જિંદગીમાં કર્યું શું ? પપ્પા બધે જ ફરી વળ્યા છે. મેં લગ્ન માટેના પાંચ મુરતિયા દેખાડ્યા અને તે બધા જ મારા ભાઈ નીકળ્યા.’
તેની મમ્મીએ ઠાવકાઈથી જવાબ આપ્યો : ‘મૂંઝાઈશ નહીં દીકરી, તને જે ગમે તેની સાથે લગ્ન કરી લે. એલેક્સ હકીકતે તારા પપ્પા નથી !’
[3] એક દિવસ એક સ્ત્રીનો પતિ રાતના ઘરે આવતાં એની પત્નીએ કહ્યું :
‘જાવ, આજે હું તમારી સાથે વાત નથી કરવાની.’
‘કેમ ?’ પતિએ પૂછ્યું.
‘યાદ કરો…. આજે સવારે ઘરેથી જતાં જતાં તમે મને શું કહ્યું હતું ?’
‘વારુ, તું જ બતાવ કે, મેં શું કહ્યું હતું ?’ પતિ બોલ્યો.
‘તમે કહ્યું હતું કે સાંજના તમે વહેલા આવીને મને હવા ખાવા લઈ જશો.’ પત્નીએ યાદ અપાવ્યું.
‘તો એમાં નારાજ થવાની શું જરૂર છે વ્હાલી ? ખુશ થા કે હવે તો આપણે હંમેશા હવા જ ખાવાની છે.’ પતિએ કહ્યું.
‘એ કઈ રીતે ?’ પત્નીએ પૂછ્યું.
‘એ રીતે કે મકાનમાલિકે ઘર ખાલી કરાવવા માટે નોટિસ આપી દીધી છે કારણ કે એક વરસનું ભાડું ચઢી ગયું છે. તેથી હવે આ ઘર આપણે છોડવું જ પડશે. એટલે પછી આપણે હંમેશા હવા જ ખાતા રહેવાનું છે !’
[4] શીલા એની બહેનપણી ચંપાને ઘેર ગઈ. ત્યાં તેણે જોયું તો ચંપાના છ મહિનાના છોકરાને માળિયામાં સૂવડાવ્યો હતો. શીલાએ નવાઈ પામતા કારણ પૂછ્યું.
ચંપાએ જવાબમાં કહ્યું : ‘શું કરું, રસોઈ કરતી વખતે બાબો પલંગ ઉપરથી પડી જતો ત્યારે અવાજ નહોતો આવતો. એટલે માળિયામાં સૂવરાવ્યો છે, જેથી પડી જાય તો તરત ખબર તો પડે !’
[5] ચંપકે પત્ની સરલાને ઘરનો હિસાબ લખવાનું સમજાવી દીધું હતું. મહિનાના અંતે ચંપક હિસાબની કોપી જોવા બેઠો. તો કોપીમાં ઘણી જગ્યાએ ‘રા.જા. 50 રૂ., રા.જા. 100 રૂ., રા.જા. 30 રૂ.’ એવું લખેલું હતું. અંતે ચંપકથી ન રહેવાયું, તેણે પત્નીને પૂછ્યું : ‘આ રા.જા.નો શું અર્થ થાય ?’ સરલાએ સહજતાથી કહ્યું : ‘રા.જા. નો અર્થ છે રામ જાણે !’
[6] સિનેમાનો ડોરકીપર દાંતમાં દુખાવો થતાં ડૉક્ટર પાસે ગયો.
‘ડૉક્ટરસાહેબ, દાંત બહુ દુઃખે છે.’
ડૉક્ટર : ‘મોં પહોળું કરો જોઉં, કયો દાંત દુઃખે છે ?’
ડોરકિપર : ‘બાલ્કનીમાં ડાબેથી ત્રીજો.’
[7] એક સ્ત્રી એક દિવસ કૂવા આગળ પાણી ભરવા ગઈ. કૂવામાં એણે પોતાનો પડછાયો જોયો. એ જોઈને તે ગભરાઈ ગઈ અને દોડતી દોડતી ઘરે પાછી આવી. એણે એના પતિને કહ્યું :
‘કૂવામાં કોઈ ચોર હોય એમ લાગે છે.’
આ સાંભળીને એના પતિએ કહ્યું : ‘ચાલ, હું તારી સાથે આવું છું. જોઉં છું કે કોણ ચોર કૂવામાં ઘૂસેલો છે.’
પત્નીને લઈને એ કૂવા આગળ આવ્યો અને અંદર ડોકાઈને જોયું તો કૂવામાં એને બે પડછાયા દેખાયા. એ જોઈને પતિ બોલ્યો : ‘ચોર એકલો નથી જણાતો. એની પત્ની પણ સાથે જ લાગે છે !’
[8] નર્કમાં રહેલા લોકોમાંથી કેટલાક દીવાલ તોડીને સ્વર્ગમાં પહોંચી ગયા. સ્વર્ગના મેનેજરે નર્કના મેનેજરને ચેતવણી આપી, ‘તમારા લોકોને સીધી રીતે પાછા બોલાવી લ્યો. નહીંતર હું કેસ કરીશ.’
નર્કના મેનેજરે ઠંડા દિલે જવાબ આપ્યો : ‘કરો. શોખથી કેસ કરો. પણ યાદ રાખજો, અમારે ત્યાં વકીલોની કમી નથી.’
[9] શિયાળાની ફૂલગુલાબી સવારે બે પાગલો પરસ્પર ફિલસૂફીના અંદાજમાં વાતો કરતા હતા. એક બોલ્યો :
‘એક ને એક દિવસે દરેકે મરવાનું છે. શું એ વાત ખરી છે ?’
બીજો બોલ્યો : ‘હા.’
પ્રતિપ્રશ્ન કરતા પહેલાએ પૂછ્યું : ‘હું વિચારું છું કે જે વ્યક્તિ છેલ્લે મરશે એને સ્મશાન કોણ લઈ જશે ?’
[10] એક સામાન્ય સ્થિતિના માબાપની યુવાન પુત્રીએ પોતાના માટે એક ઘણો શ્રીમંત માણસ શોધી કાઢ્યો હતો. એની માએ એને કહ્યું :
‘મને લાગે છે દીકરી, કે આપણાં જેવા કોઈ સામાન્ય સ્થિતિના માણસને જ તેં પસંદ કર્યો હોત તો તારા માટે વધારે સારું રહેત.’
દીકરી : ‘મા, તું એની ચિંતા ન કર. લગ્ન પછી થોડા મહિનામાં જ હું આ માણસને સામાન્ય સ્થિતિ પર લાવી મૂકીશ.’
[11] બે મિત્રો આપસમાં વાતચીત કરતા હતા.
એકે કહ્યું : ‘યાર, ગઈકાલે રાત્રે મારી પત્નીએ એક સ્વપ્નું જોયું કે એનાં લગ્ન એક લખપતિની સાથે થયાં છે.’
‘તું નસીબદાર છે.’ બીજા મિત્રે કહ્યું.
‘એ કઈ રીતે ?’
‘એટલા માટે કે મારી પત્ની તો આ પ્રકારનાં સ્વપ્નાંઓ દિવસ દરમ્યાન જોયાં કરે છે !’
[12] સીબીઆઈમાં જાંબાઝ ઑફિસરની ભરતી કરવાની હતી. દરેક પ્રકારના બેકગ્રાઉન્ડ તપાસીને, ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ બાદ ત્રણ ફાઈનલ ઉમેદવારો રહ્યા હતાં – બે પુરુષ અને એક સ્ત્રી. ફાઈનલ ટેસ્ટ માટે સીબીઆઈના એજન્ટો એક પુરુષસ્પર્ધકને લોખંડી દરવાજો ધરાવતા રૂમમાં લઈ ગયા.
‘અમે જાણવા માગીએ છીએ, કોઈપણ પરિસ્થિતિમાં તમે અમારા આદેશને વળગી રહેશો કે કેમ ? આ રૂમમાં તમારી પત્ની એક ખુરશી ઉપર બેઠી છે. તેને લમણે ગોળી મારી દો.’ એજન્ટોએ સ્પર્ધકને ગન આપતાં આદેશના સૂરમાં કહ્યું.
પહેલો પુરુષ બોલ્યો : ‘તમે મજાક કરો છો ? હું મારી પત્નીને કદી ન મારી શકું.’
‘તો પછી તમે આ જોબ માટે યોગ્ય નથી.’ એજન્ટનો જવાબ હતો.
બીજા પુરુષને પણ એવી જ સૂચના આપવામાં આવી. તેણે ગન લીધી અને રૂમમાં દાખલ થયો. પાંચ મિનિટ સુધી વાતાવરણ સ્તબ્ધ. બાદમાં બીજો પુરુષ આંખમાં આંસુ સાથે બહાર આવતાં બોલ્યો : ‘મેં પ્રયત્ન કર્યો. પણ હું મારી પત્નીને ન મારી શક્યો.’
‘તમે શું કરો છો એ જ તમે સમજતા નથી. જાવ, પત્નીને લઈને ઘરે જાવ.’ એજન્ટનો જવાબ હતો.
છેલ્લે મહિલા ઉમેદવારનો વારો આવ્યો. તેને તેના પતિને મારવાનું કહેવામાં આવ્યું. એ મહિલાએ ગન લીધી અને રૂમમાં દાખલ થઈ. એક પછી એક ધડાકાઓ બહાર સંભળાતા હતા અને સાથે દીવાલો સાથે અથડાવાનો પણ અવાજ આવતો હતો. કેટલીક મિનિટો પછી સઘળે શાંતિ છવાઈ ગઈ. દરવાજો ધીરેથી ખૂલ્યો. કપાળેથી પરસેવો લૂછતી મહિલા ઊભી હતી. તે બોલી : ‘તમે લોકોએ મને કહ્યું પણ નહીં કે ગનમાં પ્લાસ્ટિકની ગોળીઓ છે ? આખરે મેં એને ખુરશી વડે જ ઢીબીને પૂરો કરી નાખ્યો !’
[13] અમથો અને કચરો નામના બે મૂર્ખાઓ લગ્નની વાતોએ વળગ્યા હતા. અમથાએ પૂછ્યું :
‘હેં કચરા, લગ્ન વખતે વરરાજા ઘોડાને બદલે ગધેડા ઉપર બેસીને કેમ નથી જતા ?’
કચરાએ કહ્યું : ‘કન્યા એકસાથે બે ગધેડાને જોઈને ડરી ન જાય એટલા માટે.’
[14] મમ્મીએ બાબલાને દૂધમાં ડબલરોટી નાખીને ખાવા આપ્યું. થોડીવારમાં બાબલો રોવા લાગ્યો. મમ્મીએ પૂછ્યું : ‘શું થયું બબલા, કેમ રુએ છે ?’
બાબલો રોતાં રોતાં બોલ્યો : ‘બધું દૂધ તો ડબલરોટી પી ગઈ. હું શું પીશ ?’
[15] ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :
‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’
‘ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.
[16] સુમનલાલનો પરિવાર વિવાહનું ચોકઠું ફિટ કરવા રીનાને જોવા માટે ગયો. છોકરા પક્ષથી સુમનનાં વખાણ કરતાં કહેવામાં આવ્યું કે, ‘અમારો સુમન એકદમ ન્યાયપ્રિય, બધાને એક જ નજરે જુએ.’
રીનાનો પક્ષ પણ વખાણ કરવામાં પાછો પડે એમ નહોતો. તેઓએ કહ્યું : ‘અમારી રીના કામઢી બહુ. આખો દી એક પગે ઊભી રહે અને કામ કરતી રહે.’ બંનેનાં લગ્ન પછી ખબર પડી કે સુમનલાલને એક આંખ નહોતી અને રીનાને એક પગ નહોતો !
[17] એક સ્ત્રી પોતાના પતિ પાસે મોટરકાર ચલાવતાં શીખી રહી હતી.
પત્ની : ‘જુઓ, આ સામેની આરસી બરાબર નથી.’
પતિ : ‘કેમ, શું વાંધો છે ?’
પત્ની : ‘એમાં તો પાછળથી આવતી મોટરગાડીઓ દેખાય છે, મારું મોં તો દેખાતું નથી !’
[18] ‘તારું નામ દેસાઈ અને તારી મમ્મીનું નામ પટેલ છે, બરાબર ?’ શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું.
‘હા, મારું નામ તો એ જ રહે ને !’ વિદ્યાર્થી બોલ્યો, ‘મારી મમ્મીએ બીજી વખત લગ્ન કર્યાં છે, મેં થોડા જ કર્યાં છે !’
[19] ફોટોગ્રાફરે સૂચના આપી કે, પત્ની તેના પતિ સાથે ખભા પર હાથ રાખીને ઊભી રહે, જેથી ફોટો સ્વાભાવિક આવે.
પતિએ કહ્યું : ‘મારા ખભા પર હાથ રાખવા કરતાં તે મારા ખિસ્સા પર હાથ રાખશે તો ફોટો વધુ સ્વાભાવિક આવશે.’
[20] ટાઈમપાસ માટે પાર્કમાં બેઠેલા નંદુલાલે બાજુમાં બેઠેલા મગનલાલને પૂછ્યું :
‘તમારી પાસે માચીસ હોય તો આપોને !’
મગનલાલે નમ્રતાપૂર્વક કહ્યું : ‘જી, નથી. લાઈટર છે, આપું ?’
નંદુલાલ કહે : ‘ના, રહેવા દો.’
મગનલાલે આગ્રહ કરતાં કહ્યું : ‘અરે લો, માચીસ હોય કે લાઈટર શું ફેર પડે છે ?’
નંદુલાલે ચિડાતા કહ્યું : ‘ભાઈસાહેબ, હું લાઈટરથી દાંત તો નહીં ખોતરી શકું !’

જોક્સ જંકશન


અમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે : નેશનલ અને ઈન્ટરનેશનલ’
બન્તાસિંગ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : અન્ડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાઈવરઝન !’
*******
‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’
‘શું આટલું જ કરવાથી વજન ઘટી જાય ?’
‘હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઑફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની છે !’
*******
પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :
‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ. (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ-ગોરો, બાળકો નથી.)
*******
સન્તાના બૉસની કૅબિનમાં જે વોશ-રૂમ હતો એનો અરીસો ઘસાઈને મેલો થઈ ગયો હતો.
બૉસે કહ્યું : ‘સન્તા, જાઓ એક ઐસા આઈના લેકર આઓ જિસ મેં મેરા ચહેરા દિખાઈ દે !’
સન્તા ગયો. ચાર દિવસ પછી પાછો આવીને કહે છે :
‘બૉસ, સારી દુકાનેં છાન મારી…. હર આઈને મેં મેરા હી ચહેરા દિખતા હૈ !’
*******
સ્કૂલમાં આગ લાગી ગઈ.
આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….
પણ એક છોકરો ઉદાસ હતો.
બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’
છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’
*******
ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’
નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
*******
કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :
‘આપણે ફ્રિજ હાર્યે લઈ લીધું હોત તો સારું હતું….’
કાકા પૂછે છે : ‘કાં ?’
કાકી કહે છે : ‘આપણા પાસપોર્ટ ને ટિકિટું ઈ ફ્રિજ પર જ રઈ ગ્યાં છે.’
*******
મોબાઈલ સ્વામીજી કહે છે : ‘બેટા, મોબાઈલ તો નિર્જીવ હૈ, સીમ ઉસકી આત્મા હૈ, એસએમએસ વો જ્ઞાન હૈ જો નિરંતર બઢતા હૈ ! ઈસલિયે હે પ્રાણી, બૅલેન્સ કી મોહમાયા કા ત્યાગ કર ઔર મેસેજ કર… નિરંતર મેસેજ કર…’
*******
સન્તા, બન્તા અને સુખવન્તા એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા. પોલીસે પકડ્યા.
‘તીન સવારી મના હૈ.’
બન્તા કહે : ‘ઈસલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈં !’
*******
ડૉક્ટર : ‘ખાંસી કેમ છે ?’
દરદી : ‘એ તો બંધ થઈ ગઈ. પણ શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.’
ડૉક્ટર : ‘ચિંતા ના કરો, એ પણ બંધ થઈ જશે !’
*******
કૉલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બા જેવા જ હોય છે. પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’ કોચ હોય છે. વચ્ચેની 3 થી 7 બેન્ચો ‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે અને છેલ્લી બે બેન્ચો વીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે !
*******
સન્તા ઍકઝામ આપવા ગયો. એણે ઍક્ઝામિનરને પૂછ્યું :
‘સર, આન્સરશીટ કે પહલે પન્ને પર ક્યા લિખું ?’
‘લિખો, ઈસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉનકા કિસી ભી પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઈ લેનાદેના નહીં હૈ !’
*******
એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે. ટ્રેન દૂરથી આવી રહી છે. પોતે હજી પાટાથી ઘણો દૂર છે. એ ફટાફટ ગણતરી કરવા માંડે છે….
વી (ટ્રેનની સ્પીડ) = 100 કિમિ.
ડી (ડિસ્ટન્સ) = 1 કિ.મી.
ડબ્લ્યુ (વજન) = 65 કેજી.
આઈ (ઈમ્પેક્ટ) = 1000 ટન.
હવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસર ટ્રેનના એન્જિન આગળ પહોંચી શકું ? ઓ માય ગોડ…. કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું ?… એ રૂમ તરફ પાછો દોડ્યો !
*******
જી.ઈ.બી.(ઈકેક્ટ્રીસીટી બોર્ડમાં)માં વેકન્સી છે.
પગાર મહિને 42,000
નોકરી કરવી હોય તો અરજી કરો. મહેનતનું કામ નથી. બસ, વીજળીના તાર પર બેસી, ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે !
*******
જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
વિચારો…
વિચારો…
હજી વિચારો છો ?
અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા ?
*******
શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું :
‘એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે, તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે ?’
એક છોકરાએ ઊભા થઈને કીધું : ‘પહેલાં એ તો કહો, એ ખેડેલું ખેતર ફરી ખેડનારા એ ડોબાઓ છે કોણ ?’
*******
સાસુજીએ વહુને કહ્યું : ‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’
વહુએ કહ્યું : ‘ઓકે.’
સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી : ‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો !’
*******
સન્તા અને બન્તા ચેસ રમતા હતા.
સન્તા : ‘અબ બહોત હુઆ. હમ ખેલ બંધ કરતે હૈ.’
બન્તા : ‘ઠીક હૈ. વૈસે ભી તુમ્હારા ઘોડા ઔર મેરા હાથી હી બચા હૈ.’
*******
સસલો અને કાચબો 12મા ધોરણની પરીક્ષામાં બેઠા.
સસલાના 75 ટકા આવ્યા, કાચબાના માત્ર 50 ટકા.
છતાં કાચબાને કૉલેજમાં ઍડમિશન મળી ગયું ! કેમ ?
સ્પૉર્ટ્સ ક્વોટા ! નાનો હતો ત્યારે રેસ જીતેલો ને ?
*******

જોક્સ-જંકશન

વુમન્સ ડે

'હેપ્પી વુમન્સ ડે'...
આ દિવસ માત્ર 'હેપ્પી' વુમન માટે નહિ, બલ્કે, 'એન્ગ્રી' વુમન માટે વધારે હોય છે!

મેસેજ આંખ મારે...
મેસેજમાં લોકો જેટલી વાર આંખ મારે છે...
!)..!)..!) ...
એટલી વાર જો રીયલ-લાઈફમાં મારતા હોત તો આ દુનિયા પાગલખાના જેવી લાગતી હોત!

સ્માર્ટ સવાલ
સવાલ ઃ જેની સાથે લગ્ન ન થાય એનું આખરે શું થાય છે?
જવાબ ઃ પાસવર્ડ!

એર-સર્વિસ
એર-ઈન્ડિયાની ઓફીસમાં પોસ્ટર હતું ઃ 'અહીં હુંફાળી અને મમતામયી મા જેવી સેવા મળશે.'
ખુલાસો ઃ 'હૂંફાળી' એટલા માટે કે વિમાનનાં એસી બગડેલાં છે. અને 'મમતામયી મા' જેવી એટલા માટે કે એર-હોસ્ટેસોની ઉંમર ૫૦થી ઉપર છે!

પરીક્ષાની તૈયારી
આંબેડકરજી દીવાના પ્રકાશે ભણતા...
અબ્દુલ કલામ મીણબત્તીના અજવાળે વાંચતા...
અબ્રાહમ લિંકન વીજળીના થાંભલાની લાઈટમાં રિવિઝન કરતા...
પણ હું? માત્ર અગરબત્તી સળગાવું છું! કેમ?
...ભગવાન ભરોસે છું, યાર!

વાર્તાનો બોધ
સોનિયા ગાંધીએ ભાષણ કરતાં કહ્યું ''એક પિતાએ એના ૩ દિકરાઓને ૧૦૦-૧૦૦ રૃપિયા આપીને કહ્યું કે જાવ, આ પૈસામાંથી આખો ઓરડો ભરાઈ જાય એવી વસ્તુ લઈ આવો. પહેલો દિકરો રૃ લાવ્યો. પણ એનાથી રૃમ ભરાયો નહિ. બીજો દિકરો દોરી લાવ્યો પણ એનાથી તો અડધો જ રૃમ ભરાયો. ત્રીજો દિકરો ૧ રૃપિયાની મીણબત્તી લઈને આવ્યો. જેના પ્રકાશથી આખો રૃમ ભરાઈ ગયો!''
વાર્તા સાંભળીને તાળીઓનો ગડગડાટ કરતા કોંગ્રેસીઓ બોલી ઊઠયા ''મેડમ, એ દિકરો રાહુલબાબા જેવો હશે! રાહુલબાબા જ્યારથી મહામંત્રી બન્યા છે ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં પ્રકાશ પ્રકાશ ફેલાઈ રહ્યો છે...''
ત્યાં તો કેજરીવાલ આવીને બોલ્યા ''એક મિનીટ! બાકીના ૯૯ રૃપિયા ક્યાં ગયા?''

નવી સુપરહિટ
'લાઈફ ઓફ પાઈ'ની સફળતાથી પ્રેરાઈને સની લિઓન હવે નવી ફિલ્મ બનાવવાની છે ઃ ''લાઈફ ઓફ ચાર-પાઈ!''

બર્થ-ડે ગિફ્ટ
એક નેતાની પત્નીએ નેતાજીને કહ્યું ''આજે તમારો જન્મદિવસ છે ને? તો ચાલો, હું તમને એક સરપ્રાઈઝ પાર્ટી આપવાની છું!''
પત્નીએ નેતાને કારમાં બેસાડીને ટેક્સી ડ્રાઈવરને કહ્યું ''ફાઈવ સ્ટાર નાઈટ-ક્લબ પર લઈ જાવ!''
નાઈટ-ક્લબમાં દાખલ થતાં જ ક્લબના દરવાજે ચોકીદારે નેતાજીને સલામ મારી ''કેમ છો સાહેબ, મઝામાં?'' પત્નીએ પૂછ્યું ''આ તમને શી રીતે ઓળખે છે?'' નેતાજી કહે ''અમે ગામડામાં જોડે ભણતા હતા.''
અંદર દારૃના બારનો બારટેન્ડર નેતાજીને જોતાં જ બોલ્યો ''બોલો સાહેબ, રોજનું ડ્રીંક ને?'' પત્ની ભડકી. નેતા કહે ''એ અમારી પાર્ટીનો મેમ્બર છે.''
ત્યાં તો સેક્સી ડાન્સર આવીને નેતાજીના ખોળામાં બેસીને કહેવા લાગી ''સર જી, આજ ભી આપ કી ગોદ મેં ડાન્સ હોગા?''
પત્નીની કમાન છટકી. નેતાજીનો હાથ ખેંચીને બહાર ખેંચી ગઈ. નાઈટ ક્લબની બહાર ઊભેલી ટેક્સીમાં બેસતાંની સાથે મિરર એજડસ્ટ કરીને ટેક્સી ડ્રાઈવરે નેતાજી જોડે આંખ મિલાવતાં કહ્યું ''સા'બ આજ ક્યું ઈતની ફાલતુ આઈટમ લે આયે! ...કહીયે, કૌન સા હોટલ?''
પત્ની બેહોશ થઈ ગઈ. નેતાજી બોલ્યા ''બસ, આમ જ રહેજે. આ મારી બેસ્ટ ગિફ્ટ છે!''

વાહન-સ્લોગન
ટ્રકો, ઓટો રીક્ષાઓ અને ટેમ્પો પાછળ જ 'માં કી દુઆ' લખેલું હોય છે. બાકી...
બીએમડબલ્યુ, મર્સિડીઝ, ઓડી અને સ્કૉડા પાછળ તો 'બાપ કી દુઆ' હોય છે!

ગુડ ન્યુઝ
કરોડપતિનો દીકરો : (ફોન પર) પપ્પા, પપ્પા, તમે બહુ બિઝી છો? મારે તમને એક ગુડ ન્યુઝ અને એક બેડ ન્યુઝ આપવાના છે.
કરોડપતિ : બેટા, ટાઈમ નથી. ફટાફટ ગુડ ન્યુઝ બોલી જા.
દિકરો : ઓકે. તમે ગિફ્ટમાં આપેલી બીએમડબલ્યુની એર-બૅગ એકદમ પરફેક્ટ રીતે ખુલી જાય છે!
* * *
SMS BUMPER
Vijay Malya presents new films from KINGFISHER.
Soda Akbar...
Brandy Rathore...
Whisky Donor...
Attacks of VAT-69...
Ek Tha Kingfisher...