Pages

Monday, February 18, 2013

કાશ ! જુની ફિલ્મોમાં 'વેલેન્ટાઇન ડે' આવતા હોત...

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- જુની ફિલ્મનાં ટાઇટલો, ગાયનો અને ડાયલોગ્ઝનું નવું 'વેલેન્ટાઇન રિ-મિક્સ' સ્પેશ્યીલ !!
આજકાલ 'વેલેન્ટાઇન ડે'ના જમાનામાં એટલું સુખ છે કે દિલ દુકાનોમાં વેચાતાં મળે છે ! જે સાઇઝનું જોઈતું હોય, જે ટાઇપનું જોઇતું હોય... (નાનું, મોટું, પોચું, કડક, ફૂગ્ગા જેવું, ઓશિકા જેવું, પર્સ જેવું કે ફૂટબોલ જેવું) એવું ખરીદીને આપી શકાય છે.
પણ જુના જમાનામાં બિચારા દિલીપકુમારો, ભારત ભૂષણો અને પ્રદિપકુમારો માત્ર પાંપણો પટપટાવીને દિવેલ પીધું હોય એવું ડાચું કરીને છાતી પર હાથ રાખીને ધુ્રજતા અવાજે માત્ર એટલું જ બોલી શકતા હતા ઃ 'ભૂલના મત, મૈને તુમ કો અપના દિલ દિયા હૈ..'
રોતલ દેવદાસો સીધાસાદા કાગળમાં ચીતરીને પણ એક 'એક્ચ્યુઅલ' દિલ આપતા નહોતા ! (બધું વર્ચુઅલ, બૉસ !)
ખેર, જો એ જમાનાથી આજના જેવો વેલેન્ટાઇન ડે શરૃ થઇ ગયો હોત, પ્રેમી-પ્રેમિકાઓ ગીફટ શોપમાં જતા હોત, ઇ-મેઇલ કરતા હોત અને ફેસબુક પર મળતા હોત... તો કેટલો ફેર પડી ગયો હોત ?...
* * *
ફિલ્મોનાં દર્દીલાં-પ્યારભર્યાં નામો...
રીવાજ કે મુતાબિક, ફિલ્મોના નામોમાં જ્યાં જ્યાં 'દિલ' 'પ્રેમ' 'ખ્વાબ' 'દુલ્હન', 'શાદી' વગેરે આવતું હોય ત્યાં એકદમ નવી જ વરાયટીનાં નામો ચાલતાં હોત...
- કાર્ડ અપના ઔર ગર્લફ્રેન્ડ પરાઇ ?
- ગીફટ દિયા, દર્દ લિયા !
- ગીફટ-શોપ ઃ એક મંદિર !
- ગીફટ પૂજારી
- વો (ફેસબુક પે) કૌન થી ?
- નીંદ હમારી, મેઇલ તુમ્હારી...
- ગર્લ ફ્રેન્ડ વહી, જો 'ડેટ' પે જાયે
- ચમેલી કી 'સેટિંગ' !
- 'ચેટિંગ' એક રાત કી...
- લવ ઇન 'ટૉક-ટાઇમ'
- તેરે 'વોલ-પેપર' કે સામને
- હમારા સ્ટેટસ આપ કે પાસ હૈ !
- મેરે પાસવર્ડ, મેરે બોયફ્રેન્ડઝ...
આખી વાતમાં જરા વધારે પડતી કોમિક સિચ્યુએશન એ થઇ જાત કે 'તેરે વોલ-પેપર કે સામને' નું મોટું પોસ્ટર કોઇ મૂતરડીની દિવાલ પર લાગી ગયું હોત !
* * *
જુની ફિલ્મોનાં વેલેન્ટાઇન-મિક્સ ગાયનો...
આજે જ્યારે સાંભળવા બેસીએ ત્યારે ઘણીવાર હસવું કે રડવું એ જ ખબર ના પડે એવાં એવાં ગાયનો એ જમાનામાં આવતાં હતાં !... 'દિલ કા ખિલૌના હાયે તૂટ ગયા... કોઇ લૂટેરા આ કે લૂટ ગયા...' ઓ બ્હેન, તમારું એ ગીફટ શોપમાંથી ખરીદેલું પ્લાસ્ટીકનું દિલ સાચવીને ઘરના શો-કેસમાં મુકી રાખ્યું હોત તો આ બબાલ જ ના થાત ને ? હવે કંઇ પંચોતેર રૃપિયાના દિલ માટે પોલીસ સ્ટેશને કંપ્લેન લખાવવા થોડું જવાય છે ?
આજકાલના વેલેન્ટાઇન-લવની મઝા એ છે કે દિલની આપ-લે બહુ સસ્તામાં પતી જાય છે ! એટલું જ નહિ, દિલ હવે ડઝનના ભાવે પણ મળે છે ! તમે કહો તો પેલો દકાનવાળો તમારું દિલ ગીફટ-પેક કરીને તમે આપેલા સરનામે હોમ-ડીલીવરી પણ કરી આવે !
પણ જસ્ટ વિચારો, જુના જમાનામાં બિચારાં માસૂમ પ્રેમી-પ્રેમિકા કપલોને બેદર્દ જમાનો 'બિછડવા' માટે 'મજબૂર' કરતો હોય, કે જૂની સ્ટાઇલના ધોતિયાધારી કે પાયજામા જેવા પેન્ટધારી પ્રેમીઓ પોતાની બે ચોટલાવાળી, ફુગ્ગા બ્લાઉઝ પ્રેમિકાઓ માટે રોમેન્ટિક ગાયનો 'વેલેન્ટાઇન સ્ટાઇલ'માં ગાતાં હોત તો આજે કેવાં કેવાં ગાયનો આપણે 'પુરાની જિન્સ'માં સાંભળતા હોત...!
'કાર્ડ તુમ્હેં ભેજા હૈ મેઇલ મેં,
મેઇલ નહીં, મેરા 'પ્રપોઝ' હૈ !
ડાર્લિંગ મેરી, મુજ કો લિખના
ક્યા મૉમ-ડૅડ કા 'ઑપોઝ' હૈ !'
* * *
જબ પ્રોપોઝ મારા તો ડરના કયા ?
પ્રોપોઝ કિયા, કોઇ ફલર્ટિંગ નહીં કી
છૂપ છૂપ કે કોમેન્ટ કરના કયા ?
* * *
મુઝે તુમ સે રિપ્લાય ન ચાહિયે
મુઝે મેરે સ્ટેટસ પે છોડ દો.
* * *
યાહૂ... ! યાહૂ.. !
ચાહે કોઇ મુઝે 'ગુગલ' કરે
કરને દો જી કરતા રહે
હમ ગીફટ કે
ડિસ્કાઉન્ટોં મેં ફંસે હૈં
હમ ક્યા કરેં ?
* * *
કહ દો કોઇ ના કરે
યહાં.. 'ચૅટ' !!
ઇસ મેં જેન્યુઇન હેં કમ
બેશુમાર હૈ 'ફેઇક' !!
કહ દો કોઇ ના કરે
યહાં.. 'ચેટ'...
* * *
મેરા સુંદર સેટિંગ તૂટ ગયા...
મેરી 'ડેટ' કી તારીખ છૂટ ગઈ,
મેરા સ્ટેટસ અપ-ડેટ ભી
રૃઠ ગયા... મેરા સુંદર સેટિંગ...
* * *
મુઝે મેઇલ ન તેરી આઈ
કિસી સે અબ કયા કહેના ?
* * *
ગીફટ ઐસા કિસીને મેરા તોડા...
રીપ્લેસમેન્ટ કા ચાન્સ ભી છોડા !
એક ભલે 'ઓફર' કો
'ઓપન-ટુ-ઓલ' બનાકર છોડા !!
* * *
... અને યાદગાર વેલેન્ટાઇન ડાયલૉગ્ઝ !
'કિતને ઇ-મેઇલ થે ?' ગબ્બર ડોબા જેવો હોય, એને પોતાનું મેઇલ-બોક્સ પણ ખોલતાં ના આવડતું હોય, છતાં સાલો, પોતાના ફોલ્ડરો પર દાદાગિરી કરતો હોય ! ('ફોલ્ડરો' કોમ્પ્યુટરમાં બી હોય એવો તો ડોબા ગબ્બરને આઇડિયા પણ કયાંથી હોય ? અને હા, 'આઇડિયા'માં હવે થ્રી-જી ચાલુ થઇ ગયું એ પણ એને ના ખબર હોય ને ! માફ કરો ગબ્બરને.)
એની વે, ગબ્બર 'કિતને મેઇલ થે ?' એમ પૂછીને શું તોડી લેવાનો હતો ? કારણ કે ધન્નો અને વીરૃ તો રામગઢની ગીફટ શોપમાં એકબીજા માટે વેલેન્ટાઇન કાર્ડઝ પસંદ કરવા ગયાં હોય અને ધન્નોની મૌસી એકચ્યુલી 'પીસી' ઉપર (પર્સનલ કોમ્પ્યુટર ઉપર) 'પીસીંગ' કરતી હોય..
'ગાંવવાલો ! યે તો કમાલ હો ગયા !' વીરુએ ફેસબુક પર સ્ટેટસ માર્યું હોત, 'મુઝે બસંતી ભી લાઇક કરતી હૈ ઔર મૌસી ભી લાઇક કરતી હૈ ! ચલો, 'સૂ-સાઇટ' કેન્સલ.... સૉરી, યે ગુગલ-સર્ચ કા 'વેબ-સાઇટ' કેન્સલ !!'

0 comments: