Pages

Wednesday, March 3, 2010

નેટોલોજી - ઈન્કમટેક્ષ રીફંડના ઈ-મેઈલથી ચેતો..

ઈન્કમટેક્ષ ભરતા લોકો માટે રીફંડ, ક્લેમ વગેરે બહુ મહત્ત્વના મુદ્દા છે. ઈન્ટરનેટ પર હેકીંગ કરનારાઓ માટે રીફંડ અને ક્લેમ વગેરે શબ્દ સર્ફીંગ કરનારાઓને ફસાવવા વાપરે છે.
તમારા ઈ-મેલ બોક્સમાં ઈન્કમટેક્ષ રીફંડ કે ક્લેમનો ઈ-મેલ આવે તો તમે તેને ખોલો એ સ્વાભાવિક બની જાય છે. આ ઈ-મેલ ખોલ્યા પછી તેમાં ફોર્મ ભરવાનું આવે છે. સર્ફીંગ કરનારા ફોર્મ ભરીને તેમાં બેંક એકાઉન્ટ  અને નંબર વગેરેની ડીટેલ લખે છે. આશ્ચર્યની વાત તો એ છે કે બેંકનો ઓનલાઈન ટ્રાન્ઝેકશન નંબર પણ લોકો લખે છે, ઈ-મેલ આઈડી અને તેનો પાસવર્ડ પણ લખી નાખે છે.

સર્ફીંગ કરનારને ભરોસો એટલા માટે બેસે છે કે સેન્ડરના નામમાં ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ એમ લખ્યું હોય છે. જ્યારે વિષયમાં ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ ટેક્સ રીફન્ડ એમ લખ્યું હોય છે. ઈ-મેલ મોકલનાર તરીકે refundtax@incomtexindia.gov.in હોય છે.


ઈ-મેલમાં લખ્યું હોય છે કે તમારા ઈન્કમટેક્ષ રીટર્નના કેલક્યુલેશન પ્રમાણે તમને રૂ. ૯૨૦ રીટર્ન આપવાના થાય છે. તો સામેલ ફોર્મ ભરીને મોકલશો. એટલે તમે લખેલા બેંક એકાઉન્ટમાં તે ૧૨ કલાકમાં ટ્રાન્સફર થઈ જશે. વિગતો ભરવા માટેના ફોર્મ પર ક્લીક કરો એટલે ઈન્કમટેક્ષનું પોટેલ હોય એવી સાઈટ ખુલે છે. જેમાં નામ, સરનામું, ફોન જેવી વિગતો સાથે ક્રેડીટ કાર્ડ વાપરો છો કે કેમ ?! વાપરતા હોવ તો નંબર લખો, કાર્ડ વેરીફીકેશન નંબર અને એટીએમ નંબર પણ માગવામાં આવે છે. આવા કૌભાંડ કરનારાઓએ કેટલાક લોકોને રીફંડ ચૂકવ્યું પણ હતું જેથી બાકીના લોકોને વિશ્વાસ ઊભો થાય.


અહીં મહત્ત્વની વાત એ છે કે જેટલા લોકોએ ફોર્મ ભર્યું હતું બધાએ તેમના કાંડા કાપી નાખ્યા હતા. એમ કહી શકાય. કેમ કે ઈન્ટરનેટ પરના ફીશીંગ રેકેટમાં આ લોકો આવી ગયા હતા. ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે લોકોને ચેતવ્યા છે કે આવા ઈ-મેલથી ચેતો. હેકીંગ કરનારા કેટલા સ્માર્ટ હોય છે તે આ કિસ્સા પરથી ઘ્યાન રાખવું જોઈએ.

સાયબર વર્લ્ડ હેકીંગ વર્લ્ડ

સાયબર વર્લ્ડ હવે એક આજની દુનિયાને સમાંતર એક નવી દુનિયા બની રહી છે. આ નવી દુનિયા પર હેકર્સનું વિશેષ વર્ચસ્વ છે. અહીં માઈક્રોસોફ્ટના બીલગેટ્સનું ખાતુ હેક કરનારા છે અને વડાપ્રધાન મનમોહન સિંહની ઓફીસના કોમ્પ્યુટર હેક કરનારા પણ છે.

મોટી કંપનીઓ એથિકલ હેકર્સ રાખે છે. જેઓ હેકીંગ નથી કરતા પણ હેકીંગની રીત-રસમ જાણે છે એટલે કંપનીની સાઈટને બચાવી રખાય છે. હેકર્સ એટલે કે કોઈપણ કામ ચતુરાઈભરીથી કરવું. ઓગસ્ટ ૧૯૮૬માં કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના હિસાબમાં ૭૫ સેંટનો ગોટાળો થયો. ત્યારે આ હેકીંગ સિસ્ટમ નજરમાં આવી હતી. ભારત, દક્ષિણ આફ્રિકા, ઈન્ડોનેશનિયા, રોમાનિયા, સાઈપ્રસ, માલ્ટા, થાઈલેન્ડ, તાઈવાન, જર્મની અને પાકિસ્તાનના દૂતાવાસના કોમ્પ્યુટરો હેક થઈ ચૂક્યા છે.


ટોપ-ફાઈવ હેકર્સ

ઉપર જ્યારે આપણે હેકર્સની વાત કરીએ છીએ ત્યારે વિશ્વના ટોચના પાંચ હેકર્સ અંગે પણ જાણવું જરૂરી છે.

(૧) જોનાથન જેમ્સ ઃ-

આ માણસ યુવાનીથી જ હેકીંગમાં લાગેલો હતો. ૧૬ વર્ષની ઉંમરે આ માણસે ડીફેન્સ થ્રેટ રિડકશન એજન્સીઓના કોમ્પ્યુટરો ઠપ્પ કરી દીધા હતા. અમેરિકાની એક એજન્સીના જણાવ્યા પ્રમાણે આ માણસ ૧૭ લાખ ડોલરના સોફટવેર ચોરવામાં સફળ થયો છે.

(૨) એડ્રીયન લામો ઃ-

ન્યુયોર્ક ટાઈમ્સ અને માઈક્રોસોફ્ટના ખાતામાં ધૂસણખોરી કરવામાં આ માણસ સફળ રહ્યો હતો. આ માણસ પોતાની જાતને હોમલેસ હેકર કહે છે. લાયબ્રેરીમાં રાખેલા કોમ્પ્યુટરો પર બેસીને તે હેકીંગ કરે છે. મોટી કંપનીઓના સર્વરને ઠપ્પ કરી દે છે અને પછી કંપનીએ કરેલી ભૂલો દર્શાવે છે. તેણે યાહુ, બેંક ઓફ અમેરિકાની સાઈટ હેક કરી હતી.

(૩) કેવીન મિટનીક ઃ-

કેવીક પોતાને હેકર્સ આલમનો પોસ્ટરબોય કહે છે. અમેરિકાના ન્યાયતંત્રે તેને સૌથી મોટો કોમ્પ્યુટર અપરાધી જાહેર કર્યો છે. તેના કારસ્તાન પર હોલીવુડની બે ફિલ્મો બની છે. ફ્રીડમ ડાઉનટાઉન અને ટેક ડાઉનટાઉન. લોસ એજંલસની બસકાર્ડ સિસ્ટમમાં ધૂસીને તેણે કાયમ મફત પ્રવાસ કર્યો હતો.

(૪) રોબર્ટ ટેપન મોરીસ ઃ-

કોમ્પ્યુટરની દુનિયાના પ્રથમ વાયરસ બનાવનાર મોરીસ પોતે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના વિજ્ઞાની રોબર્ટ મોરિસનો પુત્ર છે. ૧૬ વર્ષની ઉંમરે તેણે વાયરસ શોઘ્યા હતા. તેની ધરપકડ બાદ હવે તે પોતાના જ્ઞાનનો પોઝીટીવ રીતે ઉપયોગ કરે છે.

(૫) કેવીન પોલસન ઃ-

કેવીને લોસ એજંલસ રેડીયોની ફોન લાઈન્સને ટાર્ગેટ બનાવ્યું હતું અને તેના પરથી નવી કાર અને અન્ય સામાન ખરીદ્યા હતા. તેની સામે કેસ ચાલતો હતો તે દરમ્યાન પણ તેણે એફબીઆઈના કોમ્પ્યુટરો હેક કર્યા હતા. તેને સજા થઈ હતી. હવે તે પણ મોરીસની જેમ પોતાના જ્ઞાનનો પોઝીટીવ ઉપયોગ કરે છે.

0 comments: