Pages

Wednesday, March 3, 2010

શિસ્ત વિદ્યાર્થીને ઘડે છે

શિસ્તની મર્યાદા ભૂલેલા વિદ્યાર્થીઓના જીવનમાંથી શિસ્તની બાદબાકી થઈ ગઈ છે. આ બધા પાછળ કેટલાય કારણ જવાબદાર છે. ટી.વી., ફિલ્મ, જાહેરખબર તેમજ આધુનિકતાના નામે વધી ગયેલી અસભ્યતાની પણ શિસ્ત પર માઠી અસર પડી છે...

વિદ્યાર્થીના જીવનમાં જેટલું મહત્વ ભણતરને આપવું જરૂરી છે તેટલું જ મહત્વ શિસ્તને પણ આપવું જરૂરી છે. શિસ્ત વિદ્યાર્થીના ઘડતરમાં અનન્ય ભાગ ભજવે છે. શિસ્ત બાળકના ગુણને પ્રકાશિત કરે છે અને ભવિષ્યમાં તેને ઉત્તમ નાગરિક બનાવે છે. શિસ્તથી ચારિત્ર્યનું પણ ઘડતર થાય છે.


આજના સ્પર્ધાત્મક યુગમાં વાલીઓ અને શિક્ષકો ભણતરને મહત્વ આપે છે પણ બાળકના ગુણને ખીલવવાનું મહત્વપૂર્ણ કાર્ય ભુલાતું જાય છે. બાળકને સૌથી વધારે શીખવવા જેવું કંઈ છે તો તે શિસ્ત છે.


શિસ્તની મર્યાદા ભૂલેલા વિદ્યાર્થીઓના જીવનમાંથી શિસ્તની બાદબાકી થઈ ગઈ છે. આ બધા પાછળ કેટલાય કારણ જવાબદાર છે. ટી.વી., ફિલ્મ, જાહેરખબર તેમજ આધુનિકતાના નામે વધી ગયેલી અસભ્યતાની પણ શિસ્ત પર માઠી અસર પડી છે.


ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ અને ઈન્દિરા ગાંધી જેવા મહાનુભાવો પણ શિસ્તને આગવું મહત્વ આપતા હતા. શિસ્ત વિદ્યાર્થીને આજીવન ઉપયોગી નીવડે છે.


આથી જ મિત્રો, શિસ્તને સ્વયંના વ્યવહારમાં લાવવું જોઈએ.
‘શિસ્ત સમાજને ઉત્તમ પરિણામ આપે છે.’

0 comments: