Pages

Friday, December 23, 2011

જોક્સ જંકશન

કુલ વિન્ટરમાં કુલ જોક્સ... કોલાવરી-ડી સારું છે કે ‘કોલાવરી-ડી’ રજનીકાન્તના જમાઈએ ગાયું છે. ખુદ રજનીકાન્તે ગાયું હોત તો એ રાષ્ટ્રગીત બની જાત ! *** ખાતો નથી મમ્મી ઃ બેટા, શાક-રોટલી ખાઈશ ? બાબો ઃ ના. મમ્મી ઃ બ્રેડ-બટર ? બાબો ઃ ના. મમ્મી ઃ બિસ્કીટ ? બાબો ઃ ના. મમ્મી ઃ બિલકુલ શરદ પવાર થઈ ગયો છે ! લાગે છે કે હવે થપ્પડ જ ખાશે ! *** ફિલ્મોમાંથી શીખો આપણી હિન્દી ફિલ્મોમાંથી આપણને પાંચ ચીજો શીખવા મળે છે ઃ (૧) જોડીયાં બાળકો જન્મે તો બેમાંથી એક ખરાબ જ હોય. (૨) બોમ્બ ડિફ્‌યુઝ કરતી વખતે કોઈએ ચંિતા કરવાની જરૂર નથી કારણ કેહીરો હંમેશાં સાચો વાયર જ કાપે છે. (૩)...

Monday, December 12, 2011

જોક્સ જંકશન

વ્હાય ધિસ જોકાવરી-જોકાવરી ડી ? ભગવાનને મેસેજ પ્રિય ભગવાન, તમારો ફિલ્મો માટેનો પ્રેમ સમજી શકાય એમ છે (દેવ આનંદ અને શમ્મી કપૂર), તમારો સંગીત માટેનો પ્રેમ સમજી શકાય એમ છે (ભૂપેન હજારિકા અને જગજીત સંિહ), તમારો ટેકનોલોજી માટેનો પ્રેમ પણ સમજી શકાય એમ છે (સ્ટીવ જાૅબ્સ અને ડેનિસ રીચી)... પરંતુ અમારી એક જ વિનંતી છે કે હવે જરા ‘રાજકારણ’માં પણ રસ લો ! (નેતાઓની કમી નથી)... * * * સંિઘ ઈઝ કંિગ હરભજન સંિઘે શ્રીનાથને લાફો માર્યો. હરવંિદર સંિઘે શરદ પવારને લાફો માર્યો. જરનૈલ સંિઘે પી. ચિદમ્બરમ્‌ પર જુતું ફેંક્યું. મિકા સંિઘે રાખી સાવંતને ચુંબન કર્યું. બધા સંિઘ એકશનમાં...

Sunday, December 11, 2011

સોશ્યલ નેટવર્કિંગ... જાગતે રહો

નેટોલોજી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના બે લાખથી વધુ એકાઉન્ટ હેક થયા છે તેવા અહેવાલોને કંપનીએ ભલે રદિયો આપ્યો હોય પરંતુ ફેસબુકના પેજ- હેક થયાના અહેવાલોએ સેન્સેશન ઉભું કર્યું હતું. ફેસબુક એવો દાવો કરે છે કે અમારા પેજ હેક થવાની જે જંગી સંખ્યા દર્શાવાઈ છે તે ખોટી છે જો કે, તેની સામે ફેસબુકના સતત ઉપયોગ કરનારા કહ છે કે તેમના પેજ ૧૨થી ૧૫ વાર હેક થઈ ચૂક્યા છે જો કે આવું બધું વાંચીને ફેસબુકના વપરાશકારોએ કે અન્ય સોશ્યલ વેબસાઇટના વપરાશકારોએ ડરવાની જરૃર નથી. જેમ હાઇવે પર ડ્રાઇવિંગ કરતા કેટલીક ડ્રાઇવિંગ એટીકેટનો ધ્યાન રાખવામાં આવે છે એવું જ સોશ્યલ નેટવર્કિંગ...

Sunday, December 11, 2011

સંસારરૂપી દરિયામાં દીવાદાંડી

કુરુક્ષેત્ર નામક યુદ્ધના મેદાનમાં પરમ ભક્ત અને સખા અર્જુનને થયેલા વિષાદને દૂર કરવા, તેને માઘ્યમ બનાવી, સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે માગસર સુદ-૧૧ના દિવસે શ્રીકૃષ્ણએ આપેલા ઉપદેશને ગીતા તરીકેનું નામ અપાયેલ છે. આ એક જ ગ્રંથ એવો છે કે જે શ્રીકૃષ્ણના શ્રીમુખે વાણીરૂપી ગીત છે. આથી જ આ દિવસે ‘ગીતાજંયતિ’ આવે છે. શ્રીકૃષ્ણે ઘણોખરો અંશ પદ્યમાં કહ્યો હતો, પરંતુ જે ગદ્યમાં કહ્યો હતો તેને વ્યાસ ભગવાને સંકલન કરી શ્વ્લોકબદ્ધ કરી દીધો હતો. સાતસો શ્વ્લોકના આ ગ્રંથને અઢાર અઘ્યાયોમાં વિભાજિત કરીને ‘‘મહાભારત’’માં મુકી દીધો હતો, જે આજે પણ ‘‘ગીતા’’ના અલગ રૂપમાં ઓળખાય છે....

Sunday, December 11, 2011

જીવન અંજલિ થાજો... મારું.

જીવનમાં એકબીજાના સહવાસ કે સહકાર વગર જીવનની પ્રગતિ શક્ય નથી. જીવન સાર આ જ છે. આપણામાં રહેલું ભાવાત્મક બળ, પ્રગતિ વિષયક વિચારધારા થકી જે તે માનવ સમુદાય કે સમાજવ્યવસ્થામાં અંજલિ રુપ સાબિત થાય છે. જે દ્રઢ ભાવનાનો અભિષેક થયા કરે છે. જીવનના આદર્શોને સામાજીક માહોલમાં ફોલો-ઓન કે અનુસરવા, સમાજને માન્ય છે કે કેમ? જે અઘરુ કામ છે. પણ આઘ્યાત્મિક ઉન્નત જીવન કાજે પ્રેરણાદાયી કે મોટીવેશન સમું સાબિત થાય છે. માનવ જીવનમાં સ્વીકારવા જેવી બાબતો જેમ કે- મિત્રતા, પવિત્રતા, આઘ્યાત્મિકતા, ભાવનાત્મકતા વિચારધારા, શ્રઘ્ધા, વિશ્વાસ, સમાજ સેવા, ધાર્મિક નીતિ-નિયમો, સાત્વિક ખાન-પાન...

Sunday, December 11, 2011

ઉપનિષદ્‌નું અમૃત

આજે પ્રવર્તમાન નૈતિકતાના અભાવનું કારણ છે, ખામીભરેલી શિક્ષણ વ્યવસ્થા. આ શિક્ષણપ્રથાથી, વ્યક્તિ ધન-સમૃદ્ધિ, પદની પ્રાપ્તી કરી શકે છે, પરંતુ તેના જીવનમાં નૈતિકતાનો અભાવ જોવા મળે છે. તેથી તે સ્વાર્થી, લોભી અને સંવેદનશીલ બની જાય છે. શિક્ષણનો સાચો અર્થ અપનિષદ બતાવે છે. કઠોપનિષદની આ ૠચા આપણને ઘણું ઘણું કહી જાય છે. ૠષિ કહે છે ‘‘હૂઁ વિદ્યે વેદિતવ્યે ઈતિ હસ્મ બ્રહ્મવિદો વદન્તિ પરા ચૈવાપરાચ. તમાપરા ૠગ્વેદો યજુર્વેદઃ સામવેદોઽર્થવેદઃ શિક્ષા કલ્પં વ્યાકરણં નિહક્તં છન્દો જ્યોતિષમિતિ અથ પરા યયા તદક્ષરોઽધિગમ્યતે’’’ બ્રહ્મવિદ્‌ (જ્ઞાનીઓ) બે વિદ્યા ભણવાનું કહે છે...

Sunday, December 11, 2011

આજે જીવન વિશે મૌલિક રીતે વિચારવાની આવશ્યકતા ઊભી થઈ છે.

જો તે નહિ કરી જાણીએ તો બરબાદ થઈ જઈશું ગાંધીજી જેલમાં હતા ત્યારની વાત છે. જેલમાં કે જેલ બહાર તેમનો આહાર સાત્ત્વિક અને અલ્પ રહેતો. સવારના નાસ્તામાં તેઓ ફૂલાવેલાં દસ ખજુર લેતા હતા. તે વખતે જેલમાં તેમની સાથે વલ્લભભાઈ હતા. તેમને વિચાર આવ્યા કરે કે આ દસ ખજુરમાંથી બાપુને શું શક્તિ મળશે? પણ બાપુજી તો નિત જોખ્યો તોલ્યો આહાર લેનારા હતા. તેમને પૂછ્‌યા વિના તેમના આહારની માત્રામાં પણ કંઈ ફેરફાર કરી શકાય નહિ. પણ વલ્લભભાઈના મનમા ંબાપુજીના સ્વાસ્થ્યની ઘણી ચંિતા રહ્યા કરે એટલે એક દિવસ તેમણે બાપુજીના નાસ્તા માટે દસને બદલે પંદર ખજુર પલાળી દીધાં. વલ્લભભાઈને એમ...

Sunday, December 11, 2011

દુર્જનોથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

હંસના વડિલોએ તે યુવાન હંસને કાગડાની દોસ્તી તોડી નાંખવા ઘણી વખત સમજાવ્યો કે તું આ દુષ્ટ કાગડાને ઓળખતો નથી તે તને કોઈ વખત હેરાન કરશે અર્થાત્‌ સાપને તમે ગમે તેટલું દૂધ પાઈને ઉછેરો છતાંય તે તમારી સામે ઝેર ઓકશે, કારણકે સાપનો જન્મજાત સ્વભાવ જ ડંખ મારવાનો છે. તેથી તમે તેમાં કોઈ સુધારો કરી શકવાનાં નથી. આ દ્રષ્ટાંતનો મતલબ માનવજાત સાથે સંકળાયેલો છે. દુનિયામાં બે પ્રકારનાં માનવો જોવા મળે છે, સજ્જન અને દુર્જન. સજ્જનો ક્યારેય તેમની સજ્જનતા ચૂકતા નથી અને દુર્જનો ક્યારેય તેમની દુષ્ટતા છોડતાં નથી. દુષ્ટ અને દુર્જન માણસને બીજાને કનડવામાં એક પ્રકારનો વિકૃત આનંદ...

Sunday, December 11, 2011

‘દીક્ષા’માં ગુરૂ કંઠી કેમ પહેરાવે છે?

ગુરૂ દ્વારા પહેરાવવામાં આવતી ‘કંઠી’માં પ્રભુનો આવિર્ભાવ થાય જ ! શરીરના પોષણ માટે અન્નની જરૂર છે તેમ આત્માના પોષણ માટે ધર્મ-કર્મ અને શ્રદ્ધાની જરૂર છે. ભારતમાં દેવતાઓના અનેક સ્વરૂપો છે. માન્યતા મુજબ બત્રીસ કરોડ દેવતાઓ છે. બધાના જુદા જુદા ચાહકો ભક્તો છે. પ્રત્યેક દેવને પોતાનું વાહન અને અમુક વસ્તુઓ વહાલી છે. ગણપતિને ઉંદર વહાલો છે. ગરૂડ વિષ્ણુને વહાલુ છે. ભગવાન શ્રી કૃષ્ણને મોરપંિછ વહાલું છે. શ્રીજીબાવાને વૈષ્ણવ ભક્તો વહાલા છે. એટલે તો.... આવો વૈષ્ણવો ! કહી ‘હસ્ત’ને ઉચો રાખે છે. શ્રીજી બાવાને તિલક કરેલો વૈષ્ણવ ખુબ ગમે છે. પ્રભુને ઠાકોરજીને ભક્ત વહાલો...

Sunday, December 11, 2011

એક બે ને સાડા ત્રણ

‘વહેવાર’માં વચેટિયાના કારસ્તાન વડીલની ઇચ્છા હતી કે એ એમની સાથે આવો ‘ખેલ’ ખેલનાર પેલા અંગતજનને એનું કારણ પૂછે ! પણ, પછી પૂછવાની નિરર્થકતા સમજીને એમને જાતે જ વિશ્વ્લેષણ કર્યું. અને એમને આવું કરનારનો હેતુ સાવ સ્પષ્ટ સમજાઈ ગયો ! એમાં રહેલા એમનો સ્વાર્થ સિદ્ધ કરવાના ભાવને એ ઓળખી શક્યા. વડીલ આમ તો સ્વભાવે શાંત છે, પણ આજે ગુસ્સામાં હતા. કોઈના લગ્ન પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાંથી પાછા આવ્યા હતા. ગુસ્સાનું કારણ ઘ્યાન ખેંચે તેવું હતું. જાણ્યા પછી લાગ્યું કે, આવું ય બની શકે !! લગ્નમાં એમને મળેલા એમના એક જ્ઞાતિબંઘુએ એમને આ વાત કરી. વર-કન્યાને શુભેચ્છા...

Sunday, December 11, 2011

સંવેદનાના સૂર

યાદ આયા તેરા જુદા હોના,જબ કિસીને કહા, ખુદા-હાફિઝ! નિર્વેદ! ગલીની તૂટીફૂટી સડક વટાવી તમે સરિયામ મુખ્ય માર્ગ પર પગ મૂક્યો, ને વાહનોના, માણસોના કર્કશ કોલાહલનું એક ટોળું તમારા સંવેદનતંત્ર પર તૂટી પડ્યું. સવારના દસ વાગ્યાનો તડકો તાર તાર થઈને ઝરમરતો હતો, ને ખુલી ચુકેલી મટન માર્કેટમાં તાજા ચમકતા ગોશ્તના લાલ-સફેદ ટુકડા તરફડ્યા વિના લટકતા હતાં. ઑફિસ સુધીનો આખો રસ્તો આ રીતે જ માણસોની, વાહનોની ઘસાતી અથડાતી ભીડમાં ભીંસાતો હશે. કાળા પત્થરોના બનેલા બ્રીજ નીચેની ગટર ઊભરાયેલી હશે, ને વહેલી ગટર ક્રોસ કરીને કથ્થઈ પત્થરી દિવાલોવાળી ઑફિસ-જેલમાં પગ મૂકતાં ફરી એકવાર...

Sunday, December 11, 2011

શું હીરો કોલસામાંથી બને છે?

"- સત્યની બીજી બાજુ -" માન્યતા ઃ કાચીંડો વાતાવરણમાં એકરૂપ થઈ જવા માટે પોતાનો રંગ બદલે છે. હકીકત ઃ આપણે ગુજરાતીમાં એક ઉક્તી વારંવાર વાપરીએ છીએ કે ફલાણો તો કાચીંડા જેવો છે. વારે વારે રંગ બદલે છે. આવું કહીને આપણે એ માણસ કેટલો અવિશ્વસનીય છે એવું પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. પણ આમાં કાચીંડાને મોટો અન્યાય થાય છે. કાચીંડો પોતાની વિશ્વસનીયતા બચાવવા કે ખોવા રંગ નથી બદલતો. એ બીજા પ્રાણીથી પોતાને બચાવવા વાતાવરણ સાથે એકરૂપ થઈ જવા પોતાનો રંગ નથી બદલતો. હુમલાખોરોને ચકમો આપવા એ પોતાનો રંગ નથી બદલતો. કાચીંડાની બધી જ જાતિઓ કાંઈ રંગ બદલતી નથી હોતી. જુદી જુદી જાતિઓ...

Sunday, December 11, 2011

રણને તરસ ગુલાબની

વડીલ, આ તો બધી તરણાની માયા છે, બાકી હું તો માત્ર નિમિત્ત જ છું - નવતર ‘નવતર, કંઇક તો બોલ. ચૂપ કેમ છે?’ નદીના કિનારે પગથિયાં હતાં. ને એ પગથિયાં પર બેઠેલી તરણા જોડે જ બેઠેલા યુવાન નવતરને મૂંગો જોઇને બોલી રહી હતી. તરણાને માત્ર યુવતી કહો તો આખી સ્ત્રી જાતિનું અપમાન ગણાય, કારણ કે તરણા રૂપનું આખેઆખું માનસરોવર હતી. આકાશની પરીનેય ‘પશલી’ બનાવી દે ને રતિનેય એને જોઇને સળગીને ‘સતી’ થઇ જવાનું મન થાય, એવી હતી લાખેણા રૂપની માલિકણ તરણા! ઉપરવાળાએ સાવ નવરાશની પળોમાં ફૂલની નાજુકાઇ અને મોરનો ટહુકો મેળવીને એક રૂપવતી યુવતી બનાવી હતી, ને એનું નામ હતું ઃ તરણા! નદીનો કિનારો...

Sunday, December 11, 2011

જોક્સ જંકશન

એફડીઆઈ = ફની ડેય્‌ઝ ઓફ ઇન્ડિયા ! થપ્પડની કમાલ જ્યારથી શરદ પવારના ગાલ પર થપ્પડ પડી છે ત્યારથી ... ફૂગાવો ૧૦.૮ ટકાથી ઘટીને ૯ ટકા થઈ ગયો છે. ... સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. ... રૂપિયાના ભાવમાં ૨૩ પૈસાનો વધારો થયો છે. ... પેટ્રોલના ભાવ ૭૮ પૈસા ઘટી ગયા છે. શું કહો છો ? શરદ પવારને રોજ થપ્પડ ના પડવી જોઈએ ? એક ટપલી રાતની બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘેર જવા માટે રીક્ષા કરી. રસ્તો સુમસામ હતો. રીક્ષા પુરઝડપે ચાલી રહી હતી. આગળ જમણી બાજુ વળવાનું હતું એ કહેવા માટે ગણપતલાલે રીક્ષાવાળાને ખભે ટપલી મારી. ત્યાં તો રીક્ષાવાળાના હાથમાંથી...