યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ ‘જ્યોર્જ વૉશિંગ્ટન’ ચેમ્પિયન ખેલાડી હતા. તેઓ ઊંચી કૂદના ખેલાડી હતા...
છોડ કરતાં મૂળિયાં મોટા!
રણમાં ઊગતાં થોરનો છોડ લગભગ ૩ ફૂટ જેટલો જ ઊંચો હોય છે પણ તેના મૂળિયાં લગભગ ૧૦ ફૂટ સુધી વિસ્તરેલાં હોય છે.
સિંહને પણ ધૂળ ચાટતો કરી દઉ!
આફ્રિકાના સહરાના રણનાં દક્ષિણ ભાગમાં જોવા મળતું જિરાફ વનસ્પતિ આહારી પ્રાણી છે. જંગલમાં તેનાં ટોળાં ઝાડના ઝાડ સાફ કરી નાંખે છે. લાંબી ડોકની મદદથી તે ઝાડ ઉપરનાં પાંદડાં ખાઈ શકે છે. એટલું જ નહીં, તેના ટૂંકા પગ ઘણા મજબૂત હોય છે. તેથી તે જંગલના રાજા સિંહને પણ લાત મારી અધમૂઓ કરી શકે છે.
ચેમ્પિયન રાષ્ટ્રપતિ
યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ ‘જ્યોર્જ વૉશિંગ્ટન’ ચેમ્પિયન ખેલાડી હતા. તેઓ ઊંચી કૂદના ખેલાડી હતા.
હાથ મિલાવવાની શરૂઆત
‘હાથ મિલાવવા’ એ પણ નમસ્કારની જાણીતી રીત છે. એવું કહેવાય છે કે એની શરૂઆત યુનાન (ગ્રીસ)થી થઈ હતી.
વિજયની સૂચના
જુલિયસ સીઝરે તેના વિજયની સૂચના આ શબ્દોમાં આપી. ‘દી વિની, વિડી, વિસી’ એટલે કે ‘હું આવ્યો, મેં જોયું અને હું જીત્યો.’
0 comments:
Post a Comment