Pages

Wednesday, March 3, 2010

Ajab-Gajab

gorilla_01મંગળ ગ્રહ પર જીવ હોવાના નવા સંકેતો મળ્યા છે. રોબોટ વિહીકલ દ્વારા મંગળ ગ્રહ પરથી મોકલાયેલી કેટલીક તસવીરોમાં ઝાંખા અને પીળા રંગના ગોરીલા જેવો કોઇ જીવ જોવા મળ્યો છે.

નાસા દ્વારા લેવાયેલી હજારો તસવીરોનો અભ્યાસ કરનાર અને આ તસવીરોને ઓનલાઇન પોસ્ટ કરનાર નીગેલ કૂપરે આ અંગે જણાવ્યું હતું કે, "કેટલીક તસવીરોમાં જીવ હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે."

યુકે નિવાસી 43 વર્ષીય કૂપરે ઉમેર્યું કે, "મને ખાતરી છે કે ત્યાં ચોક્કસ કોઇ જીવ છે."


નસકોરાને કારણે જીવ ગુમાવ્યો

photoચીનમાં એક વિદ્યાર્થીએ નસકોરા બોલાવતા તેના મિત્રે તેની હત્યા કરી નાંખી હતી.


એક રૂમમાં સાથે રહેતા 23 વર્ષના ગુઓ લિવીએ સોમવારે અદાલતમાં કબૂલ કર્યુ હતુ કે, તેણે 22 વર્ષના ઝાઓ યાનના નસકોરા સહન ન થતા તેની હત્યા કરી હતી.


ચીનની જિલીન કૃષી યુનિવર્સિટીમાં આ બંને સાથે અભ્યાસ કરતાં હતા. ગુઓએ ઝાઓની નસકોરાવાળી વિડિયો યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ મુકી હતી. જેને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો.


ભૂતોની પણ હવે ઓનલાઈન હરાજી!

ઓનલાઈન ઓક્શન સાઈટમાં ઈલેક્ટ્રોનિક, રીયલ એસ્ટેટ કે પછી કેટલીક એન્ટિક વસ્તુઓની હરાજી કરવામાં આવતી હતી. પરંતુ હવે ઓક્શન સાઈટ દ્વારા ભૂતોની પણ હરાજી કરવામાં આવી રહી છે. તમને કદાચ એમ લાગશે કે આવું તે કદી હોતુ હશે. પરંતુ ટ્રેડમી નામની ઓક્શન સાઈટમાં બે ભૂતોની હરજી કરવામાં આવી રહી છે.


ઓનરનું કહેવું છે કે આ બન્ને ભૂતોને અલગ અલગ બે શીશીમાં ન્યઝીલેન્ડના ક્રિસ્ટચર્ચના એક સ્પિરિચ્યુઅલ ચર્ચમાંથી પકડીને લાવવામાં આવ્યા હતા. અને હરાજીમાં તેમની કિંમત ગઈ કાલે NZ$62 ($47) હતી.


વેંચાણકર્તાનું કહેવું છે કે, બોટલમાં કેદ કરાયેલા બે ભૂતોમાંથી એક પુરષ છે. જેનું મોત 1920માં તે હાઉસમાં થયું હતું. જો કે જ્યારથી બન્ને ભૂતોને એટલે કે 15 જૂલાઈ 2009થી બોટલમાં કેદ કરવામાં આવ્યા બાદ તેમની કોઈ હરકત અંગે સાંભળવા કે જોવા મળ્યું નથી. તેથી મારુ માનવું છે કે તે બન્ને બોટલમાં જ છે.

સૌથી લાંબા વાળવાળા પુરુષનું મૃત્યુ

વિએતનામના દક્ષિણ પ્રાંતમાં વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવનાર ત્રાન વાન હેનું ૭૯ વર્ષની વયે બુધવારે અવસાન થયું છે. ત્રાન વાન હે છ મીટર લાંબા વાળ ધરાવતો હતો. તેના વાળની ચોક્કસ લંબાઈ કહેવી અશક્ય છે પરંતુ તેના અમુક વાળ તો ૬.૮ મીટર લાંબા છે. વર્ષ ૨૦૦૪માં તેના વાળની લંબાઈ ૫.૪ મીટર હતી ત્યારે જ ગિનિસ વલ્ર્ડ રેકોર્ડ્ઝમાં તેનું નામ નોંધાયું હતું. તેણે ૫૦ વર્ષની વયે વાળ વધારવાનું શરૂ કર્યું હતું.

ઓળખી બતાવો આ કોણ છે?

ત્રણ યુવતીઓ પર પેઇન્ટિંગ કરી જાણે વાઘનું ચિત્ર ઉભુ કરનાર આ ચિત્રકારે ગજબની કમાલ કરી છે. તો જોઇએ આ અજબના ચિત્રકારની ગજબની કળા....














આ તે કેવી બિમારી ?

c_2
ચીનમાં એક નાના બાળકની ચામડી માછલી જેવી છે. 14 મહિનાનો સોંગ શેંગ જન્મથી આ રોગનો ભોગ બન્યો છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ શેંગ જેનેટિક ડિસઓર્ડરથી પીડિત છે.


c_1શેંગને લોકો ફિશ બોય નામથી બોલાવે છે. શેંગના જન્મના થોડાક જ દિવસ બાદ તેના શરીર પર આ રીતની ચામડી આવવા માંડી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ શેંગનું શરીર પોતાના તાપમાનને ઓછું રાખવામાં સક્ષમ નથી. શેંગના માતા-પિતા તેના શરીરને ઠંડુ રાખવા માટે તેને બરફથી સ્નાન કરાવે છે.


શેંગના પિતા સોગ ડેહુઇ જણાવે છે કે શેંગ હંમેશા પીડાથી તડપતો રહે છે. જો બરફ ઓછો થઇ જાય તો તેને તાવ આવી જાય છે. ડોક્ટરો પાસે પણ આ બિમારીનો કોઇ ઇલાજ નથી.




રબર મેનના નમસ્કાર !

f_1પગ માથા પાછળ ગોઠવવા, બંને હાથને કમર પાછળ લઇ જઇને આગળની બાજુએ મેળવવા, ટેનિસ રેકેટમાંથી શરીર પસાર કરવું, કોલ્ડ્રીંકસ પીવા માટે પગના ટેરવાનો ઉપયોગ કરવો જેવા શારીરિક કરતબો આપણે જાગતા તો શું સપનામાં પણ ન વિચારી શકીએ. પરંતુ એક ભારતીય યુવાને આવા કરતબો કરી દેખાડ્યા છે. આ યુવાનનું નામ છે વિજય શર્મા.

આ અને આવા અનેક અદભુત શારીરિક કરતબ દ્રારા 27 વર્ષના વિજયે રબર મેનનું બિરૂદ મેળવ્યું છે. દુકાનમાં પરચૂરણ કામ કરનાર વિજયે જણાવ્યું હતું કે હું બાળપણમાં જેકી ચેનની પાછળ પાગલ હતો અને મેં તેના જેવા શારીરિક કરતબ શિખવાનું નક્કી કર્યું હતું.

વિજય શર્મા જ્યારે માર્શલ આર્ટની તાલીમ લેતો હતો ત્યારે તેને પોતાનામાં રહેલ વિશિષ્ટ આવડતની ખબર પડી. ત્યારબાદ તેણે તેના આદર્શ હિરો જેકી ચેનની જેમ શરીર પર ગજબનું નિયંત્રણ મેળવી અદભુત શારીરિક કરતબ કરવા માંડ્યા.

લીમકા બૂક ઓફ રેકોર્ડમાં રબર મેન તરીકે સ્થાન મેળવ્યા પહેલા વિજય એકદમ સાંકળી જગ્યામાંથી શરીર પસાર કરવું, નાના અમથા બોક્સમાં આખું શરીર સમાવી દેવું જેવા કરતબો કરી ચુક્યો હતો.

આ ભારતીય યુવાન રાષ્ટ્રીય ચેનલ પર પોતાની કલાનું પ્રદર્શન કરી ચૂક્યો છે અને શારીરિક ફ્લેક્સિબિલિટિ સ્પર્ધામાં સિલ્વર મેડલ પણ જીતી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવા વિજયે દંગ કરી મુકતા સતત નવા કરતબો શીખતા રહેવાનું નક્કી કર્યુ છે.

ચિમ્પાન્ઝીને દારૂ-સિગરેટનો બંધાણી બનાવ્યો

smokingરશિયાના એક પ્રાણીસંગ્રહાલયમાં દર્શકો દ્વારા સતત માદક પદાર્થ અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના કારણે ઝોરા નામનો એક ચિમ્પાન્ઝી નશાખોર બની ગયો છે. તેને દારૂ અને સિગરેટની લત પડી ગઇ છે.

મોસ્કોથી 200 કિલોમિટર દૂર રોસ્તોવના પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે તતારસ્તાન ગણરાજ્યથી પાંચ વર્ષ પહેલા ઝોરોને અહીં લાવવામાં આવ્યો હતો. હવે તેને ઇલાજ માટે માર્ચની શરૂઆતમાં પરત મોકલવામાં આવશે.

પ્રાણીસંગ્રહાલયના જણાવ્યા મુજબ દર્શકો સર્કસમાંથી આવેલા આ ચિમ્પાન્ઝીને સિગરેટ અને દારૂ પીવા આપતાં હતા. જેના કારણે તે નશાખોર બની ગયો છે. દર્શકોને તેને દારૂ અને સિગરેટ નહીં આપવાનું કહેવામાં આવી રહ્યું છે, છતાં તેની કોઇ અસર થઇ નથી. ઝોરાને પાંજરામાં બહુ દૂર રાખવામાં આવ્યો હોવા છતાં દર્શકો તેને દારૂ અને સિગરેટ ફેંકવામા સફળ થઇ જાય છે.

પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પ્રાણીને સિગરેટ અને દારૂ પીતો જોઇ દર્શકો હસે છે, પરંતુ તેઓ એ નથી સમજતા કે આવી આદતો તેના સ્વાસ્થય માટે હાનિકારક છે.



0 comments: