Pages

Saturday, March 6, 2010

એન્ટાર્કટિકામાં ક્યાંથી આવ્યું આ લાલપાણી?

એન્ટાર્કટિકાના ઝરણામાંથી લોહી જેવું વહેતુ લાલ પાણી હાલમાં જોવા મળી રહ્યું છે. ધ સનમાં છપાયેલી એક તસવીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સફેદ બરફની ચાદરની વચ્ચેથી લાલ રંગનું પાણી વહી રહ્યું છે.

એમ માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરથી મંગળ પર જીવન હોવાનો સંકેત પણ મળ્યો છે. એન્ટાર્કટિકાના ટેઇલર ગ્લેશિયર પર એક ઝરણામાંથી જે લાલ પાણી વહી રહ્યું છે તેનું કારણ છે બરફની 1300 ફૂટ નીચે આવેલુ આયર્ન ખનીજની વધુ માત્રા ધરાવતું એક સરોવર. અને આ લાલ રંગનું પાણી આ સરોવરમાંથી જ આવી રહ્યું છે.

એમ માનવામાં આવી રહ્યું છે કે 200 લાખ વર્ષ પહેલા પાણીમાં ઓક્સિજન, પ્રકાશ અને ગરમીના અભાવના કારણે બેક્ટેરિયાની પારિસ્થિતિકી પ્રણાલી વિકસીત થઇ હતી. આ બેક્ટેરિયા સલ્ફેટને રિસાયકલ કરે છે અને તેમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે.

આ સરોવરનું -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી ખારાશને લીધે જામી નથી શકતું. મંગળ ગ્રહ પર પણ હાલમાં પાણી હોવાના સંકેત મળ્યા છે. આ અંગેના તજજ્ઞ ડોયલન થુરાસનું કહેવું છે કે તેનાથી એ વાતનો સંકેત પણ મળે છે કે જીવન કોઇપણ સ્થિતિમાં હોઇ શકે છે અને કોઇપણ ગ્રહ પર પણ સંભવ છે.





0 comments: